યુવરાજસિંહ પર પાટીલના પ્રહાર , જે વ્યક્તિ કૌભાંડ ખુલ્લા પાડવાનું કહેતો તે જ પાંજરે પુરાયો

CR Patil Statement On Yuvrajsinj Jadeja : તોડકાંડ પર યુવરાજસિંહની ધરપકડ પર બોલ્યા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ...કૌભાંડને ઊજાગર કરનારો જ હવે આરોપી બન્યો...રાજનેતાઓ પર આક્ષેપ કર્યા પરંતુ નથી આપ્યા કોઈ પુરાવા...
 

યુવરાજસિંહ પર પાટીલના પ્રહાર , જે વ્યક્તિ કૌભાંડ ખુલ્લા પાડવાનું કહેતો તે જ પાંજરે પુરાયો

Bhavngar Dummy Scam News : સ્પર્ધાત્મક પરીક્ષામાં કૌભાંડ ખોલનાર યુવરાજસિંહ જાડેજા ખુદ કૌભાંડી નીકળ્યો છે. એક કરોડના વહેવાર થયાનો આરોપ તેના પર છે. 2 આરોપીના નામ છૂપાવવા યુવરાજસિંહ જાડેજાએ 1 કરોડ રૂપિયા લીધાનો આરોપ લાગ્યો છે. યુવરાજસિંહ જાડેજાને આઠ મુદ્દાને ધ્યાને રાખી 29 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જે વ્યક્તિ કૌભાંડ ખુલ્લા પાડવાનું કહેતો તે જ પાંજરે પુરાયો છે. 

પ્રથમ વખત ડમીકાંડ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નિવેદન આપ્યું છે. ડમી કાંડની સૌથી પહેલી ખબર યુવરાજ સિંહને થાય એ વાત પણ વિચારવા જેવી છે. જે વ્યક્તિ પહેલા આવા કાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો હતો આજે એ જ આરોપીના પાંજરામાં છે. સ્વાભાવિક પણે જો આવા કોઈ કાંડ થતાં હોય તો તેની માહિતી પોલીસને મળતી હોય છે અને પત્રકારોને મળતી હોય છે. એના બદલે આખા રાજ્યમાં કોઈને કોઈ જગ્યાએ કોઈ ડમી પરીક્ષા આપવા જાય કે કોઈ પેપરલીક થાય ત્યારે તેની સૌથી પહેલા માહિતી તે વ્યક્તિને મળતી હતી. તો પોલીસની પાસે પણ જે માહિતીના સ્ત્રોત આવતા હોય છે તે ગુનેગારો પાસેથી જ આવતા હોય છે, જે આરોપી પકડાયો છે તે પણ કોઈ ગુના સાથે જોડાયેલો હશે, જેના કારણે આવું થાય.

રાજકીય વ્યક્તિઓ પર લગાવેલા આક્ષેપ પાટીલ બોલ્યા કે, રાજકીય વ્યક્તિઓ સામે આક્ષેપના પુરાવા રજૂ નથી કર્યા. કૌભાંડ ઉજાગર કરનાર પોતે જ આરોપી બન્યો છે. તેણે દોષિતો અને નિર્દોષ પાસેથી કરોડોની વસૂલી કરી છે. જે વ્યક્તિ પોતે આવા કૌભાંડો ઉજાગર કરવાની વાતો કરતો હતો તે પોતે પાંજરામાં પુરાયો છે અને કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે. નિર્દોષ લોકોને પણ દબાવ્યા છે અને કેટલાક દોષિતો પાસેથી પણ ખૂબ મોટી રકમ પડાવી છે. જેના વીડિયો અને પુરવા પોલીસે કબજે કર્યા છે. મને લાગે છે કે તપાસમાં એમની સાથે જોડાયેલા ઘણા લોકોના નામ સામે આવશે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરના 301 માં જન્મદિવસની ઉજવણીમાં સીઆર પાટીલ ઉપસ્થિતિ રહ્યા હતા. તેઓએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમાધિ સ્થળે પુષ્પાંજલિ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news