બરફના ગોળા તમારા બાળકોને કરી શકે છે બીમાર, રંગોમાં હોય છે આ ખતરનાક કેમિકલ

Health Tips: બપોરના સમયે બાળકો બરફના ગોળા ખાવા માટે તૂટી પડતા હોય છે. પરંતુ થોડીવાર માટે શરીરને ઠંડક આપતા આ ગોળા તમારા બાળકને બીમાર કરી શકે છે. બરફના ગોળામાં જે કેમિકલ યુક્ત રંગ ઉમેરવામાં આવે છે તેનાથી બાળકના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થાય છે.

બરફના ગોળા તમારા બાળકોને કરી શકે છે બીમાર, રંગોમાં હોય છે આ ખતરનાક કેમિકલ

Health Tips: ગરમીની શરૂઆત થાય એટલે શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારમાં પણ ગલીએ ગલીએ બરફના ગોળાની લારીઓ દેખાવા લાગે છે. અલગ અલગ રંગના બરફના ગોળા જોઈને બાળકો તો શું મોટાના મોઢામાં પણ પાણી આવી જાય છે. બપોરના સમયે બાળકો બરફના ગોળા ખાવા માટે તૂટી પડતા હોય છે. પરંતુ થોડીવાર માટે શરીરને ઠંડક આપતા આ ગોળા તમારા બાળકને બીમાર કરી શકે છે. બરફના ગોળામાં જે કેમિકલ યુક્ત રંગ ઉમેરવામાં આવે છે તેનાથી બાળકના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થાય છે.

આ પણ વાંચો: 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે રંગબેરંગી બરફના ગોળા સસ્તા મળે છે પરંતુ બાળકોને તે ખવડાવવા હાનિકારક સાબિત થઈ શકે છે. બરફના ગોળા માટે જે ચાસણી તૈયાર કરવામાં આવે છે તેમાં કેમિકલ યુક્ત રંગનો ઉપયોગ થાય છે. આ કેમિકલ સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. બરફના ગોળાનું સેકરીન બાળકોને પેટ અને લીવરની સમસ્યા આપી શકે છે. કેમિકલ યુક્ત રંગ વાળા ગોળા ખાવાથી પેટની બીમારીઓ, ત્વચાના રોગ થવાનું જોખમ પણ વધે છે.

જે બાળકો રોજ બરફના ગોળા ખાય છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. કારણ કે આ પ્રકારના બરફના ગોળા બનાવવા માટે ઘણી વખત દૂષિત પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે ગળામાં ઇન્ફેક્શન, નિમોનિયા, ટાઈફોડ, ઝાડા ઉલટી જેવી બીમારીઓ થઈ શકે છે. 

વળી કેટલાક રેકડીવાળા લોકો બરફની ફેક્ટરી માંથી બરફ લઈ આવે છે આ બરફ ખાવાની યોગ્ય હોતા નથી. આ પ્રકારની ફેક્ટરીમાં બનતા બરફ પેક્ડ ફુડ સામગ્રીને ઠંડી રાખવા માટે હોય છે તેમ છતાં રેકડીવાળા લોકો ત્યાંથી બરફ ખરીદીને ખાવા પીવામાં તેનો ઉપયોગ કરે છે જે ઘાતક સાબિત થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news