કલોલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહના રોડશોમાં ઉમટી ભારે ભીડ
લોકસભાના પ્રતાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કલોલ પહોચ્યા હતા. કલોલમાં તેમણે બાબા આંબેડકર ચોકથી શરૂઆત કરી હતી. તેમની સાથે મોટા ભાગના ગુજરાતના નેતા પણ જોડાયા હતા. નીતીન પટેલ પણ તેમની સાથે કારમાં સવાર થયા હતા. અમિત શાહ કાર્યકરોનું અભિવાદન જીલી રહ્યા હતા.
Trending Photos
અમદાવાદ: લોકસભાના પ્રતાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કલોલ પહોચ્યા હતા. કલોલમાં તેમણે બાબા આંબેડકર ચોકથી શરૂઆત કરી હતી. તેમની સાથે મોટા ભાગના ગુજરાતના નેતા પણ જોડાયા હતા. નીતીન પટેલ પણ તેમની સાથે કારમાં સવાર થયા હતા. અમિત શાહ કાર્યકરોનું અભિવાદન જીલી રહ્યા હતા.
મહત્વનું છે, કે કલોલમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ મતદારો માટે લોકસંપર્ક કરી રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ આ રોડ શોમાં જોડાયા હતા. સ્થાનિકોમાં પણ મોટી સંખ્યામાં રોડશોમાં જોડાયા હતા. કલોલના પ્રવેશ દ્વારા પર આંબેડકર ચોક પર અમિતશાહ દ્વારા પુષ્પાજલિં અર્પીને રોડશોની શરૂઆત કરી હતી.
ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કલોલનો રોડ શો પૂર્ણ કર્યા બાદ રાધેજામાં પ્રમુખની બેઠક કરશે. રાધેજાની રાજા પુરોહિત હોટલમાં આયોજન કરવામાં આવશે. ગાંધીનગર લોકસભા બેઠક 12 ગામના પેજ પ્રમુખ, સહકારી મંડળીઓના આગેવાનો, પેથાપુર નગરપાલિકાના સભ્યો સહિત 1500 સભ્યોની બેઠક અમિત શાહ લેશે.
મત માટે ધમકી આપતો મોહન કુંડારીયાનો ઓડિયો વાઈરલ, કહ્યું-75% મત નહીં મળે તો...
ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ દ્વારા જોરશોરથી પ્રાચાર કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, વહેલી સવારથી જ અમિત શાહ દ્વારા પ્રચાર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સૌ પ્રથમ અમિત શાહે રાણીપ ખાતે સોસાયટીના ચેરમન-સેક્રેટરીઓ સાથે બેઠક કરી હતી. અને પોતાના મત વિસ્તારમાં લીડ વધારવા પર ભાર મુક્યો હતો. તથા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની યુપીએ સરકાર સમયે નબળી નીતિઓ પર કટાક્ષ કરી હતી.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાની લોકસભા બેઠકને લઈને સમગ્ર દિવસ બેઠકોનો દોર ચલાવ્યો હતો. અમદાવાદના રાણીપ, ચાંદલોડિયા, ગોતા, નારણપુરા અને નવવાડજ વિસ્તારના સ્થાનિક આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. જેમાં કેન્દ્ર સરકારની 5 વર્ષની સિદ્ધિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં શાહે કેન્દ્રની મોદી સરકારે દેશને મજબૂત નેતૃત્વ આપ્યું છે. અને દેશ સુરક્ષિત હોવાની વાત કરી તો સાથે જ કેન્દ્રની યુપીએ સરકાર નબળી હોવાનો આરોપ પણ લગાવ્યો.
તેમને જીતાડવાની સાથે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનાવવાનો સંકલ્પ અમિત શાહે વ્યક્ત કર્યો હતો. ગત લોકસભા ચૂંટણી કરતા આ વખતે વધુ લીડ મેળવવાના લક્ષ્યાંક સાથે અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. જેના કારણે તેમણે પેહલા 2 રોડ શો કર્યા અને ત્યારબાદ બેઠકોનો દોર ચલાવ્યો.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં મોટું રાજકારણ - પત્ની ભાજપમાં, તો બહેન કોંગ્રેસમાં જોડાયા
ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કલોલના પ્રવેશદ્વાર ઉપર આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી રોડ શોનો પ્રારંભ કરશે. કલોલ સિટીમાં સાંજના સમયે રોડ શો કરવામાં આવશે. રોડ શો દ્વારા અમિત શાહ મતદારો સાથે લોકસંપર્ક કરશે. રાત્રે 8 કલાકે રાંધેજામાં ગાંધીનગર ગ્રામ્યના આગેવાનો સાથે બેઠક કરશે. તેઓ કાર્યકરો, ખેડૂતો, પશુપાલકો સાથે રાંધેજામાં ચર્ચા કરશે. તથા રાત્રે 9 કલાકે ગાંધીનગર શહેરના હોદ્દેદારો સાથે અમિત શાહ બેઠક કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે