ભાજપના દિગ્ગજ સાંસદનો ખુલાસો, મેં ખુદ NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હતા

Ram Mokariya : રાજકોટ આગકાંડમાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓની આજથી SIT કરશે પૂછપરછ, IAS આનંદ પટેલ, અરુણ મહેશ બાબુ, અમિત અરોરા, IPS રાજુ ભાર્ગવ, સુધીર ત્રિવેદી, વિધિ ચૌધરી અને પ્રવીણ મીણાની થશે પૂછપરછ 
 

ભાજપના દિગ્ગજ સાંસદનો ખુલાસો, મેં ખુદ NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હતા

rajkot game zone fire latest update : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડથી ભાજપના સાંસદ રામ મોકરિયા ભારે ચર્ચામાં છે. દુર્ઘટનના પહેલા દિવસથી જ રામ મોકરિયા સતત મીડિયા સામે આવી રહ્યાં છે. ત્યારે હવે રામ મોકરિયાએ મોટો ખુલાસો કર્યો છે. રામ મોકરિયાએ પોતે ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હોવાની સ્પષ્ટતા કરી છે. 

સરકારી કચેરી ઉમા ભ્રષ્ટાચારે આડો આંક વળ્યો. ફાયર વિભાગના અધિકારીઓ ટોચના બિઝનેસમેન અને ભાજપના અગ્રણીઓ પાસેથી રૂપિયા પડાવી લે તો સામાન્ય જનતા નું શું ? ખુદ ભાજપના સાંસદે ફાયર એનઓસી માટે ફાયર ઓફિસરને 70 હજાર રૂપિયા આપ્યા હતા. ડેપ્યુટીફાયર ઓફિસર કે જેમની હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તે ભીખાભાઈ ઠેબાએ 70 હજાર રૂપિયા લીધા હતા. રામભાઈ મોકરિયાએ મીડિયા સાથે હાલમાં વાત કરવાની ના પાડી, પરંતુ કહ્યું હા મારી પાસેથી રૂપિયા લીધા હતા. મહાનગરપાલિકામાં રૂપિયા વગર કાંઈ જ કામો થતા નથી. રામભાઈ મોકરીયા માત્ર બિઝનેસમેન હતા ત્યારે આ 70 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. બાદમાં રામભાઈ મોકરીયા સાંસદ બન્યા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70,000 નાખી રામભાઈ મોકરીયાને પરત આપ્યા હતા. 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે લેવા માટે આપ્યા હતા ભીખાભાઇ ઠેબાને 70 હજાર રૂપિયા આપ્યા હતા. 

પાલિકામાં બધા જ પૈસા લે છે 
રાજકોટ ગેમઝોન આગકાંડમાં નિર્દોષોનો ભોગ લેવાયો છે. લોકોના જીવની પરવાહ કર્યા વગર પાલિકાનું ફાયર વિભાગ કેવી રીતે ભ્રષ્ટાચાર આચરે છે તેનો પુરાવો ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આપ્યો છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કે, સરવે નંબર 105 માં ભાજપ કાર્યાલય પાસે મેં 27 હજાર વારમાં બિલ્ડીંગનો પ્લાન મૂક્યો હતો. આ જમીન બિનખેતી થઈ હતી. જેમા રેસિડેન્શિયલ અથવા કમર્શિયલ પ્રોજેક્ટ થઈ શકે. તેના એનઓસી માટે મેં ફાયર ઓફિસર ઠેબાના 70 હજાર રૂપિયા આપ્યા હતા. 

તેમણે આગળ કહ્યું કે, ત્યારે હું સાંસદ નહોતો, મહાનગરપાલિકામાં કોણ પૈસા નથી લેતું. બધાનો ત્રાસ છે. 200 કરોડની જમીન હોય અને કામ અટકાવી દે. આ લોકો એનઓસી માટે બધા પાસેથી રૂપિયા લે છે. આ માટે બિલ્ડર એસોસિયેશનને પૂછો. 

આમ, રામ મોકરિયાએ પ્લાન નક્કી કરવા માટે 70 હજાર ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું. પણ, આગળ મોકરિયાએ કહ્યું હતું કે, રૂપિયા આપવા છતા મારો પ્લાન મંજૂર થયો ન હતો. બાદમાં હું સાંસદ બન્યો, એટલે મેં ફાયર ઓફિસર ઠેબાને ફોન કર્યો હતો. તેથી તેમને બ્રહ્મજ્ઞાન થતા તેમણે મારા રૂપિયા પરત કર્યા હતા. 

અધિકારીઓનો પૂછપરછનો દોર શરૂ
રાજકોટ આગકાંડ મામલે IAS અને IPS અધિકારીઓના નિવેદન લેવાશે. અધિકારીઓના નિવેદન લેવા 2થી 3 દિવસ તબક્કાવાર અધિકારીઓને બોલાવાશે. પોલીસ ભવનમાં SITના અધ્યક્ષની ચેમ્બરમાં બોલાવવામાં આવશે. જેમાં કેટલાક અધિકારીઓને આજે અને કેટલાકને આવતીકાલે બોલાવાશે. આ વચ્ચે રાજકોટના ચીફ ફાયર ઓફિસરને CID ક્રાઈમનું સમન્સ મળ્યું છે. TPO અને ડેપ્યુટી ફાયર ઓફિસર બાદ હવે ચીફ ફાયર ઓફિસરનો વારો છે. જેથી આઈ. વી. ખેર પહોંચી ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news