માત્ર એક ડિસમિસથી સેકન્ડોમાં ખેલ ખતમ! 6 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, આ ટેક્નિક જાણીને ગોથે ચઢશો!

અમદાવાદ અને ગાંધીનગર સહિત સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જ બોડકદેવ વિસ્તારના ભાઈકાકા નગર પાસેથી એક મકાનમાં થયેલી ઘરફોડ ચોરી સહિત છ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

 માત્ર એક ડિસમિસથી સેકન્ડોમાં ખેલ ખતમ! 6 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, આ ટેક્નિક જાણીને ગોથે ચઢશો!

મૌલિક ધામેચા/ અમદાવાદ: બોડકદેવ પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જ બોડકદેવ વિસ્તારના ભાઈકાકા નગર પાસેથી એક મકાનમાં થયેલી ઘરફોડ ચોરી સહિત છ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓ કોઈ સામાન્ય નથી. પરંતુ ચોરી કરવામાં માસ્ટર માસ્ટરમાઈડ ગેંગના સાગરીતો અને રીઢા ગુનેગારો છે. જેમને બોડકદેવ પોલીસે ઝડપી લઇ 6 જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓને નામ છે ગૌરવ ઉર્ફે ગુલ્લુ રામૈયા અને હિરેન મકવાણા. 

અમદાવાદમાં રહી છૂટક મજૂરી કામ કરી ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપતા આ બંને આરોપીઓને પોલીસે ઉદયપુર રાજસ્થાન થી ઝડપી પાડ્યા છે. જેને પગલે તાજેતરમાં જ ભાઈ કાકાનગર થલતેજ વિસ્તારમાં આવેલા કૃપા મનન એપાર્ટમેન્ટના એક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છેકે આરોપી ગૌરવ ઉર્ફે ગુલ્લુ રામૈયા અને હિરેન મકવાણા અગાઉ પણ ગાંધીનગર વિસ્તારમાં આ જ મોડશ ઓપરેન્ડી થી અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. પકડાયેલા બંને આરોપીઓની મોડેશ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ કોઈપણ મકાન કે દુકાનમાં રહેલા તાળાઓને માત્ર એક ડિસમિસથી તોડી નાખતા. અને રેકી કર્યા વગર જ ગરફોડ ચોરી કરતા જેથી કોઈને શંકા પણ ન જાય. અને ચોરી કર્યા બાદ સીધા રાજસ્થાન ફરાર થઈ જતા જ્યાં ચોરી કરેલ મુદ્દામાલની વહેંચણી કરી લેતા હતા. જોકે હાલમાં બોડકદેવ વિસ્તારના મકાનમાંથી 35 લાખથી વધુની મત્તાની ચોરી કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી પોલીસે સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત ગુનામાં વાપરેલું વાહન પણ કબજે કરી કુલ ₹18.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મહત્વનું છે કે તાજેતરમાં જ ઘરફોડ ચોરીની  આ ઘટના બનતા બોડકદેવ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજેન્ટ્સ ની મદદથી તપાસ કરતા એક વિહિકલ શંકાસ્પદ રીતે નજરે પડ્યું અને તેના આધારે અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. ત્યારે હવે આરોપીઓ પાસેથી વધુ મુદ્દામાલ રિકવર થાય અને અન્ય કોઈ ગુનાઓ આરોપીઓએ આચરેલે છે કે કેમ ? તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news