‘ભાજપ’રાજમાં નેતાઓ બેફામ : બોપલ નગરપાલિકાના સભ્ય મહેશ પટેલે સોસાયટીના ચેરમેન પર હુમલો કર્યો

સત્તાના નશામાં રાચતા ભાજપી નેતાઓ, સભ્યોની દાદાગીરી હવે એટલી ખુલી ગઈ છે કે, તેઓ કાયદો પણ હાથમાં લઈ રહ્યાં છે. અમદાવાદના બોપલ વિસ્તારના નગરપાલિકાના સભ્ય મહેશ પટેલે સોસાયટીના ચેરમેન સાથે મારામારી કરીને બાદમાં તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. 

Updated By: Sep 2, 2019, 02:13 PM IST
‘ભાજપ’રાજમાં નેતાઓ બેફામ : બોપલ નગરપાલિકાના સભ્ય મહેશ પટેલે સોસાયટીના ચેરમેન પર હુમલો કર્યો

ઉદય રંજન/અમદાવાદ :સત્તાના નશામાં રાચતા ભાજપી નેતાઓ, સભ્યોની દાદાગીરી હવે એટલી ખુલી ગઈ છે કે, તેઓ કાયદો પણ હાથમાં લઈ રહ્યાં છે. અમદાવાદના બોપલ વિસ્તારના નગરપાલિકાના સભ્ય મહેશ પટેલે સોસાયટીના ચેરમેન સાથે મારામારી કરીને બાદમાં તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. 

સુરત : 500 કરોડના ડાયમંડ ગણેશની સ્થાપના કરાઈ, સાઉથ આફ્રિકાની ખાણમાંથી મળ્યા હતા

અમદાવાદની બોપલ નગરપાલિકાના સભ્ય મહેશ પટેલ વિવાદમાં આવ્યા છે. મહેશ પટેલની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવી છે. આરોહી ક્લબ ઓનર સોસાયટીની સભ્ય મીટીંગમાં મહેશ પટેલે મારામારી કરી હતી. સોસાયટીમાં ગેરકાયદે દબાણે દૂર કરવા ચર્ચાની મામલે મીટિંગ યોજાઈ હતી. સોસાયટીના કોમન પ્લોટમાં ભાજપના નેતા મહેશ પટેલ દ્વારા ચેરમેન પર દબાણ કરાયું હતું. જેમાં મહેશ પટેલે સોસાયટીના ચેરમેન સ્નેહલ પ્રવિણભાઈ પટેલ પર હુમલો કર્યો હતો. ભાજપ નેતા મહેશ પટેલ, સુરેશ જોયતારામ પટેલ, ધર્મેશ પટેલ ઉર્ફે કાલી અને વિકાસ પટેલ દ્વારા ચેરમેન મહેશ પટેલ પર હુમલો કરાયો હતો.  

https://lh3.googleusercontent.com/-kmahyPHVnWU/XWzV_NTBXAI/AAAAAAAAI-A/j9XE7DU8WJUKwVNDWiWYu3HTxbYk1414ACK8BGAs/s0/Ahm_bjp_leader_attack.jpg

(મહેશ પટેલ સાથે સોસાયટી ચેરમેન પર હુમલો કરનાર અન્ય આરોપીઓની તસવીરો)

દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસની સામે બનાવેલ ભવ્ય 132 કરોડના ગુજરાત ભવનનું આજે PM મોદી ઉદઘાટન કરશે
 
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ચેરમેન પર મહેશ પટેલ દ્વારા લુખ્ખી દાદાગીરી કરીને કેવી રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અગાઉ પણ મહેશ પટેલ પર ફરિયાદ થયેલ છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું ભાજપમાં આવી ગુંડાગીરીવાળી છાપ ધરાવતા નેતાઓ જ સામેલ થાય છે, કે ભાજપના નેતાઓને સત્તાનો પાવર છે. સમગ્ર મામલે નગરપાલિકાના સભ્ય મહેશ પટેલ સહિત 4 લોકો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :