એરફોર્સ ચીફ સાથે વિંગ કમાન્ડર અભિનંદને ઉડાવ્યું MIG 21, જુઓ VIDEO 

ભારતીય વાયુસેનાના પઠાણકોટ એરબેસથી આજે એરચીફ માર્શલ બીએસ ધનોઆ સાથે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને MIG 21 ઉડાવ્યું.

એરફોર્સ ચીફ સાથે વિંગ કમાન્ડર અભિનંદને ઉડાવ્યું MIG 21, જુઓ VIDEO 

પઠાણકોટ: ભારતીય વાયુસેનાના પઠાણકોટ એરબેસથી આજે એરચીફ માર્શલ બીએસ ધનોઆ સાથે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને MIG 21 ઉડાવ્યું. આ દરમિયાન એર ચીફ ધનોઆ મુખ્ય પાઈલટ અને કમાન્ડર અભિનંદને પાઈલટની ભૂમિકામાં વિમાન ઉડાવ્યું. બંનેએ લગભગ અડધા કલાક સુધી ઉડાણ ભરી.

— ANI (@ANI) September 2, 2019

ઉડાણ બાદ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે 6 મહિના બાદ અભિનંદનનું વાયુસેનામાં સ્વાગત છે. મિગ 21ની સ્વોર્ડનમાં અભિનંદનનું ફરીથી સ્વાગત છે. અભિનંદનની સાથે મિગ 21માં ઉડાણ ભરવી સુખદ હતું. મેં અભિનંદનના પિતા સાથે પણ ઉડાણ ભરી હતી. અમારા બંનેમાં 3 સમાનતા છે. અમે બંનેએ વિમાનમાંથી ઈન્જેક્ટ કર્યું હતું, અમે બંનેએ પાકિસ્તાન વિરુદ્ધ લડાઈ લડી હતી. હું કારગિલમાં લડ્યો અને અભિનંદન બાલાકોટમાં લડ્યો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે પાકિસ્તાની વિમાનોએ 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. જેને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવી હતી. આ દરમિયાન ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાની એફ-16 ફાઈટર વિમાનને તોડી પાડ્યું હતું. ત્યારબાદ જો કે તેમનું વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ બધા વચ્ચે પાકિસ્તાનની સરહદે તેઓ લેન્ડ થયા હતા અને તેમને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધા હતાં. ભારતે કૂટનીતિક જીત મેળવીને તેમને પાકિસ્તાન પાસેથી છોડાવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news