Good News : ગુજરાત સરકારના આ વિભાગના કર્મચારીઓને મોટો ધન લાભ! ભથ્થામાં વધારાની જાહેરાત

Big Decision : જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો... જેલ સહાયકોને 3500 રૂપિયાનો વધારો આપાયો... જેલ સિપાહીને 4 હજારરૂપિયાનો વધારો અપાયો... સુબેદરને 5 હજાર રૂરિયાનો વધારો અપાયો
 

Good News : ગુજરાત સરકારના આ વિભાગના કર્મચારીઓને મોટો ધન લાભ! ભથ્થામાં વધારાની જાહેરાત

Gujarat Government : ગુજરાતના સરકારી કર્મચારીઓમાં આ દિવાળીએ મોટી ખુશીઓ આવી છે. આ દિવાળી તેમની ઝોળીમાં અનેક ખુશીઓ લઈને આવી છે. ત્યારે ગુજરાત સરકારે જેલ પરિવારોના ઘરે આનંદનો દીપ પ્રજ્વલિત કરતો મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કરીને તેમના ઘરે દિવાળી પર્વમાં આનંદનો આવકાર થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે જેલના કર્મચારીઓ માટે ખરી દિવાળીએ પગાર વધારાની જાહેરાત કરાઈ છે. 

વર્ગ-૩ના કર્મચારીઓ માટે જે તા.૨૯.૦૮.૨૦૨૨ થી મંજૂર થયેલ તેજ ધોરણે તે તારીખ થી લાભ આપવામાં આવશે 

જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં નીચે મુજબનો વધારો લાગુ થશે :

  • જેલ સહાયક - રૂ.૩૫૦૦/- , અગાઉ ન હતું 
  • સિપાઈ - રૂ.૪૦૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું 
  • હવાલદાર - રૂ.૪૫૦૦/-, અગાઉ ૬૦ રૂ હતું
  • સુબેદાર - રૂ.૫૦૦૦/- અગાઉ ૬૦ રૂ હતું 

 

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 11, 2023

 

ફીક્સ પગારના જેલ સહાયકોને રૂ.૧૫૦/- લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને રૂ.૬૬૫/- રજા પગાર ચુકવવામાં આવશે.
જેલ પ્રભાગના વર્ગ-૩ના કર્મચારીઓને વોશીંગ અલાઉન્સ પેટે ચુકવવામાં આવતા રૂ.૨૫/-માં વધારો કરીને રૂ.૫૦૦/- ચુકવવામાં આવશે.

દિવાળી પર જેલ પરિવારના દરેક સદસ્યના ચહેરા પર પ્રસન્નતા અને સંતોષનું સ્મિત આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ઉલ્લેનીય છે કે, દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મોટી લોટરી લાગી છે. ફિક્સ પેના કર્મચારીઓના ભથ્થામાં વધારો કરાયો છે. તો બીજી તરફ અનેક વિભાગના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાતો કરાઈ છે. આ ઉપરાંત અનેક વિભાગમાં બઢતી અને બદલીથી અધિકારીઓ ખુશખુશ થઈ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news