ભાઇને ભાભી સાથે થયો પ્રેમ: સરફરાજે પોતાના જ ભાઇ સાથે કરી નાખ્યો મોટો કાંડ...

લીલાપર રોડ ઉપર ગુરુવારે મોડીરાત્રિના ધરાર પ્રેમીએ તેના કૌટુંબિક ભાઈની પત્ની બાબતે તેના ઘરે જઈને ઝઘડો કર્યો હતો. "મને તારી પત્ની મને ગમે છે તું તારી પત્નીને મૂકી દે.." તેમ કહ્યું હતું અને ત્યાર બાદ મહિલાના પતિ અને તેના કૌટુંબિક ભાઈની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ધરાર પ્રેમીએ તેના જ કૌટુંબિક ભાઈને છરી ઝીંકી દીધી હતી. જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા યુવાનનું મોત નિપજયુ હતું. બનાવ હત્યામાં પલટયો હતો. આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Updated By: Oct 16, 2021, 11:39 AM IST
ભાઇને ભાભી સાથે થયો પ્રેમ: સરફરાજે પોતાના જ ભાઇ સાથે કરી નાખ્યો મોટો કાંડ...
પ્રતિકાત્મક તસ્વીર

હિમાંશુ ભટ્ટ/મોરબી: લીલાપર રોડ ઉપર ગુરુવારે મોડીરાત્રિના ધરાર પ્રેમીએ તેના કૌટુંબિક ભાઈની પત્ની બાબતે તેના ઘરે જઈને ઝઘડો કર્યો હતો. "મને તારી પત્ની મને ગમે છે તું તારી પત્નીને મૂકી દે.." તેમ કહ્યું હતું અને ત્યાર બાદ મહિલાના પતિ અને તેના કૌટુંબિક ભાઈની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ધરાર પ્રેમીએ તેના જ કૌટુંબિક ભાઈને છરી ઝીંકી દીધી હતી. જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા યુવાનનું મોત નિપજયુ હતું. બનાવ હત્યામાં પલટયો હતો. આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

સિંહ ક્યારે માણસ પર હુમલો નથી કરતો, તો આ શું હતું? અમરેલીમાં બાળકી પર સિંહના ઘાતક હૂમલાથી મોત

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા લીલાપર રોડ ઉપર સ્મશાનની બાજુમાં રહેતા ઇમરાનશા ઉમરશા શાહમદાર જાતે ફકીર (૨૫) નામના યુવાનની ગુરુવારે મોડીરાત્રીના છરીના ઘા મારીને તેના જ કૌટુંબિક ભાઈ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જે અંગે લીલાપર રોડ ઉપર જ રહેતા મૃતકના મોટાભાઈ જાવિદશા ઉમરશા શાનદાર જાતે ફકીરે (૩૨) એ મોરબીના મકરાણીવાસમાં રહેતા સરફરાજ ફિરોજશા શાહમદાર નામના તેના જ કૌટુંબિક ભાઈની સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે હાલમાં પોલીસે આરોપી સરફરાજ ફિરોજશા શાહમદારની ધરપકડ કરી છે. આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે.

BOTAD: મોગલ માંની સાક્ષીએ લગ્ન કર્યા, બીજા દિવસે પ્રેમી રમઝાન સાથે પતિની જ હત્યા કરી

હાલમાં મૃતકના ભાઈએ જે ફરિયાદ કરી તેના અનુસાર આરોપી સરફરાજ ફિરોજશા શાહમદાર મૃતક તેનો કૌટુંબિક ભાઇ છે. મૃતક ઇમરાનશા ઉમરશા શાહમદારના પત્ની સાહિદાબેન તેને પસંદ હોય "તારી પત્ની મને પસંદ છે તું એને છોડી દે" તેમ કહીને મૃતક ઈમરાનશા સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન ઇમરાનશા ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. ઇમરાનશા ઉમરશા શાહમદારને છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. તેનું મોત નીપજયું હતું. અત્રે ઉલેખનીય છે કે, મૃતક ઇમરાનના સાહિદાબેન સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેઓને કોઈ સંતાન ન હતું.

રૂપાલની પલ્લી કે જ્યાં ઘીની નદીઓ વહે છે, આશ્ચર્યજનક રીતે આ ઘીનો ડાઘ કપડા પર પડતો નથી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક ઇમરાનશા શાહમદાર અને હત્યારા સરફરાઝના પિતા માસીયાઇ ભાઈ છે. જેથી આરોપી વારંવાર મૃતક ઇમરાનશાના ઘરે આવતો જતો હતો. દરમિયાનમાં મૃતકના પત્ની સાહિદાબેન તેને ગમી ગયા હોય અને તે બાબતને લઈને તેને પોતાના જ કૌટુંબિક ભાઈ ઉપર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી છે. જેથી કરીને કૌટુંબિક ભાઈની હત્યા કરનારા યુવાનની હાલમાં પોલીસે ધરપકડ કરેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube