બાય બાય 2018: ગુજરાતમાં ન્યૂયરની ઠેર-ઠેર પાર્ટીઓ, યુવાઓએ કર્યું વેલકમ 2019

રાજ્યમાં અનેક જગ્યાએ યુવાઓ દ્વારા પાર્ટીનું આયોજન, ડીજેના તાલે યુવાધન ઝુમી રહ્યું છે. 

Kuldip Barot - | Updated: Jan 1, 2019, 12:00 AM IST
બાય બાય 2018: ગુજરાતમાં ન્યૂયરની ઠેર-ઠેર પાર્ટીઓ, યુવાઓએ કર્યું વેલકમ 2019

અમદાવાદ: 31 ડિસેમ્બરને લઇને દેશભરનું યુવાધન 2018ના છેલ્લા દિવસની ઉજવણી કરીને આવનાર 2019ના વર્ષને વેલકમ કરવા માટેના કાઉન્ટ ડાઉન્ટને શરૂ કરી ચૂક્યા છે. દેશ સહિત મોટી સંખ્યામાં લોકો ન્યૂયરની ઉજવણીમાં લાગી ગયા છે. અનેક લોકો પાર્ટી તેમજ DJના તાલે નાચી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં યુવાઓ દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદમાં લોકોમાં અનોખો ઉત્સાહ 
અમદાવાદના સીજી રોડ, એસજી હાઇવે જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. લોકો ન્યૂયરનું સેલીબ્રેટ કરતા નજરે ચડી રહ્યા છે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યુવાનો, બાળકો તથા મહિલાઓ મોટી સંખ્યામાં નવા વર્ષને ઉજવવા માટે રોડ પર ઉતર્યા હતા. નવરંગ પુરા ખાતે લોકોની અવર જવર વધાત વાહનો અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. 

New-Yers-2

ઠેર-ઠેર પાર્ટીઓમાં યુવાઓનો થનગનાટ 
અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં યુવાઓ દ્વારા ડી.જે પાર્ટીનું આયોજન કરી વર્ષ 2018ને બાયબાય કરવામાં આવી રહ્યું છે.