બર્થડે પર તલવારથી 6 કેક કાપતો યુવક ગણતરીના કલાકોમાં પકડાયો, Viral થયો હતો Video

સુરત (Surat) માં ફરી એકવાર જાહેરમાં તલવાર વડે કેક કાપતો (Cake cutting) વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. એક યુવકે તલવારથી 6 કેક કાપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં ઝડપથી વાયરલ થયો હતો. ત્યારે ઝી 24 કલાકના અહેવાલના પગલે સુરત લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં કેક કટિંગ કરનાર યુવકને જેલભેગો કર્યો છે. 

Dipti Savant - | Updated: Nov 14, 2019, 03:04 PM IST
બર્થડે પર તલવારથી 6 કેક કાપતો યુવક ગણતરીના કલાકોમાં પકડાયો, Viral થયો હતો Video

ચેતન પટેલ/સુરત :સુરત (Surat) માં ફરી એકવાર જાહેરમાં તલવાર વડે કેક કાપતો (Cake cutting) વીડિયો વાયરલ (Viral Video) થયો હતો. એક યુવકે તલવારથી 6 કેક કાપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં ઝડપથી વાયરલ થયો હતો. ત્યારે ઝી 24 કલાકના અહેવાલના પગલે સુરત લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં કેક કટિંગ કરનાર યુવકને જેલભેગો કર્યો છે. 

ગુજરાત સરકારના મોટા 3 મહત્વના નિર્ણયો : કરોડો વાહનચાલકોને થશે ફાયદો

સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમા બર્થ ડે સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં સુરતના લિંબાયત વિસ્તારમા કેટલાક યુવાનો દ્વારા જાહેરમાં તલવાર વડે 6 જેટલી કેક કંટિગ કરવામાં આવી હતી. અંગ્રેજીમાં MACK ખેલી 6 બર્થડે કેક કાપતા યુવકનો આ વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ઝી 24 કલાક દ્વારા પ્રસારિત કરવામા આવ્યો હતો. વીડિયો પ્રસારિત થતા જ સુરત પોલીસ હરકતમા આવી ગઇ હતી. અને વિડિયોના આધારે તલવાર વડે કેક કંટિગ કરનાર માધવ સુરતી નામના યુવાનની ધરપકડ કરી હતી. હાલ લિંબાયત પોલીસે માધવ સુરત વિરુદ્ધ ગુનો નોંધી તેને કોર્ટમા રજુ કરવાની કાર્યવાહી શરુ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સુરતના ઉમરા વિસ્તારમા આ જ રીતે બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન કેટલાક યુવાનો દ્વારા જાહેરમા ફાયરીંગ કરવામા આવ્યુ હતુ. જેમાં પોલીસે એક યુવાનની ધરપકડ કરી હતી.

https://lh3.googleusercontent.com/-Dr0zXgmv0Zg/Xc0eCK6hIAI/AAAAAAAAJyQ/it5hZtRAMc0nmRRj43VGYEH1rwit7iQUwCK8BGAsYHg/s0/Surat_cake_cutting_zee.jpg

બાઈક ચોરીની 2 ઘટનાના CCTV : તસ્કરોએ લોક તોડવાની પણ તસ્દી ન લીધી, હાથથી ઉંચકીને ઉપાડી ગયા...

ઉલ્લેખનીય છે કે, સુરતમાં અગાઉ પણ તલવારથી કેક કાપવાની હરકત થઈ હતી. અગાઉ જાહેરમાં દારૂની બોટલ સાથેની કેક કાપવા તેમજ ઉજવણી દરમિયાન ફાયરિંગ કરવા અંગે અડાલજ અને ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. સુરતમા આ પ્રકારના ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, અને નવી જનરેશન તેનું આંધળુ અનુકરણ કરી રહી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube