સુરત: MARUTI ની ગાડીમાંથી ઉંટગાડી બનાવી, કંપનીની આંખ ઉઘાડવા અનોખો પ્રયાસ

શહેરના વરાછા વિસ્તારમાં કારને ઊંટ સાથે બાંધી ફેરવતા જોઈ લોકો પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા હતા. યુવકે ખરીદેલી મારુતિ કમ્પનીની કારને એક વર્ષમાં જ કાટ લાગી જતાં તેમજ તેના રિપેરિંગ માટે બે માસથી ધક્કા ખવડાવતા યુવાન આટલી હદ્દે ઉશ્કેરાઈ જઈ કમ્પનીના વરાછા વિસ્તારમાં આવેલ સર્વિસ સ્ટેશન સુધી કારને ઊંટની પાછળ બાંધી ફેરવતા કંપનીના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. 
સુરત: MARUTI ની ગાડીમાંથી ઉંટગાડી બનાવી, કંપનીની આંખ ઉઘાડવા અનોખો પ્રયાસ

ચેતન પટેલ/સુરત: શહેરના વરાછા વિસ્તારમાં કારને ઊંટ સાથે બાંધી ફેરવતા જોઈ લોકો પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા હતા. યુવકે ખરીદેલી મારુતિ કમ્પનીની કારને એક વર્ષમાં જ કાટ લાગી જતાં તેમજ તેના રિપેરિંગ માટે બે માસથી ધક્કા ખવડાવતા યુવાન આટલી હદ્દે ઉશ્કેરાઈ જઈ કમ્પનીના વરાછા વિસ્તારમાં આવેલ સર્વિસ સ્ટેશન સુધી કારને ઊંટની પાછળ બાંધી ફેરવતા કંપનીના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. 

વરાછાનાં રણજિત નગર ખાતે રહેતાં યોગેશ અંટાણાએ વર્ષ 2019માં મારુતિની કાર ખરીદી હતી. પણ આ કારમાં કાટ લાગવા લાગ્યો હતો. આ અંગે યોગેશે કમ્પનીના વર્કશોપમાં બોડી રિપ્લેસ માટે ફરિયાદ કરી હતી. પરંતુ વર્કશોપના કર્મીઓ એપ્રુવલ અંગે વાત કહી હતી. જેણે બે મહિના થઈ ગયા હતા. છેલ્લા બે મહિનાથી ધક્કા ખવડાવતા હોવાનું યોગેશે આરોપ પણ કર્યો હતો. આખરે છેવટે યોગેશે પોતાની કારને ઊંટ સાથે બાંધી વરાછા રોડ પર ફેરવી હતી. યોગેશ કારધારકે ઊંટ કારને વર્કશોપમાં લઈ જતાં વર્કશોપના કારધારક વચ્ચે રકઝક પણ થઈ અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે કોઈ પોલીસ ફરિયાદ દાખલ હાલ થઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news