BSFની ગાડી અને કપડા પહેરી દારૂની હેરાફેરી કરતા બે ઇસમની ધરપકડ

જિલ્લામાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવી ટેકનિકો અપનાલવામાં આવી રહી છે. ત્યારે જિલ્લામાં બુટલેગર દ્વારા એક નવી જ મોડસ ઓપરેન્ટી અપનાવામાં આવી રહી છે. નેનાવા ચેકપોસ્ટથી BSFની હરાજી કરેલી ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યા છે.

BSFની ગાડી અને કપડા પહેરી દારૂની હેરાફેરી કરતા બે ઇસમની ધરપકડ

અલ્કેશ રાવ/બનાસકાંઠા: જિલ્લામાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવી ટેકનિકો અપનાલવામાં આવી રહી છે. ત્યારે જિલ્લામાં બુટલેગર દ્વારા એક નવી જ મોડસ ઓપરેન્ટી અપનાવામાં આવી રહી છે. નેનાવા ચેકપોસ્ટથી BSFની હરાજી કરેલી ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યા છે.

નિવૃત BSFના જવાનની ગાડીમાં વિદેશી દારૂ સાથે પોલીસે બે ઇસમોને ઝડપી લીધા છે. પોલીસે ઝડપેલા આ બુટલેગરોએ BSFના કપડા પહેરીને દારૂની હેરાફેરી કરવાની ટેકનિક અપનાવી હતી. નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે BSFની ગાડીમાં દારૂની હેરાફેરીને ઝડપી લીધી છે.

નવસારી: આદિવાસી સમાજના વિરોધમાં ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

પોલીસે BSFની ગાડી સહિત લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો પણ ઝડપાયો હતો. ધાનેરા પોલીસે આ બે ઇસમોને ઝડપી લઇને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બોર્ડર સિક્યોરીટી ફોર્સની હરાજી કરેલી ગાડીમાં દારૂની હેરાફેરી કરવાનો બુટલેગરોનો આ કિમીયો પણ પોલીસે ઝડપી લીધો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news