કેટ દ્વારા ચાઇનીઝ વસ્તુઓ પર પ્રતિબંધની માંગ, 500 વસ્તુઓ પર પ્રતિબંધ મુકવા તૈયાર કર્યું લિસ્ટ
કેટના ગુજરાત ઓર્ગેનાઇઝ સેક્રેટરીનુ કહેવુ છે કે સરકાર દ્વારા ચાઇનાની વસ્તુઓ બોર્ડર પર અટકાવી દેવામા આવી છે.જો કે સત્તાવાર હજી કોઇ જાહેરાત કરવામા આવી નથી.
Trending Photos
ચેતન પટેલ, સુરત: સમગ્ર દેશમા ચાઇના એપ બાદ હવે કેટ દ્વારા ચાઇનાની વસ્તુઓ પર પ્રતિબંધની માંગ ઉભી કરી છે. આ સાથે ચાઇનાની વસ્તુઓ પર લાગતી ડયૂટી વધારવાની પણ માંગ કરવામા આવી છે. કેટના ગુજરાત ઓર્ગેનાઇઝ સેક્રેટરીનુ કહેવુ છે કે સરકાર દ્વારા ચાઇનાની વસ્તુઓ બોર્ડર પર અટકાવી દેવામા આવી છે.જો કે સત્તાવાર હજી કોઇ જાહેરાત કરવામા આવી નથી.
હાલ ચાઇનાની અવળચડાઇને કારણે યુધ્ધની પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચાઇનાની એપ પર પ્રતિબંધ મુકવાનો મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. ત્યારે હવે કેટ પણ લડી લેવાના મુડમા જોવા મળી રહ્યુ છે. કેટ દ્વારા કેન્દ્ર સરકારને 500 વસ્તુઓનુ લીસ્ટ તૈયાર કરવામા આવ્યુ છે. આ લિસ્ટ કેન્દ્ર સરકારને સુપરત કરી આપવામા આવ્યુ છે.
તેઓની એક જ માંગ છે કે આ તમામ વસ્તુ પર પ્રતિબંધ મુકવામા આવે અથવા તો તેમના પર ડયુટી વધારવામા આવે કે જેથી તે માલ વેચી શકે નહિ. જો ચાઇનાનો માલ આવતો બંધ થશે તો ભારતમા રોજગારીનુ સ્તર વધશે , સાથોસાથ આત્મનિર્ભર ભારતનું નિર્માણ પણ થશે.
બીજી તરફ ગુજરાત રાજયના કેટના સેક્રેટરી બરકતભાઇએ જણાવ્યુ હતુ કે હાલમા સરકાર પર લડી લેવાના મુડમા દેખાઇ રહી છે. ચાઇનાનો માલ તેની જ બોર્ડર પર અટકાવી દેવામા આવ્યો છે. આ સાથે કેટલોક માલ બંદર પર તો કેટલોક રસ્તામા જ છે. જો કે આ અંગે સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે