આણંદમાં છઠ પૂજાની ઉજવણી; આવતીકાલે આ રીતે 36 કલાકથી ચાલતા ઉપવાસનું થશે સમાપન

આણંદ શહેરમાં રહેતા બિહાર સમેત ઉત્તર પૂર્વીય રાજ્યોના મૂળ રહીશોએ માતેશ્વરી સોસાયટીમાં એકત્ર થઇ ને મોડી સાંજે ડુબી રહેલા સૂર્યને ફળ પ્રસાદ અને જળ નો અર્ધ્વ આપી ને છઠ પુજાનો પ્રારંભ કર્યો હતો.

આણંદમાં છઠ પૂજાની ઉજવણી; આવતીકાલે આ રીતે 36 કલાકથી ચાલતા ઉપવાસનું થશે સમાપન

બુરહાન પઠાણ/આણંદ: બિહાર સહીત ઉત્તર પૂર્વના રાજ્યોમાં છઠ પર્વનું અનેરું મહત્વ રહેલું છે અને છઠ પર્વની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આણંદ શહેરમાં રહેતા બિહાર અને ઉત્તર પૂર્વીય રાજ્યોના મૂળ રહીશો એ પણ એકત્ર થઇ છઠ પૂજા કરી ડૂબતા સૂર્યને અર્ધ્વ ચઢાવીને પુજાનો પ્રારંભ કર્યો હતો. આવતીકાલે સવારે ઉગતા સૂર્યને અર્ધ્વ આપી પુજાનું સમાપન કરાશે. 

આણંદ શહેરમાં રહેતા બિહાર સમેત ઉત્તર પૂર્વીય રાજ્યોના મૂળ રહીશોએ માતેશ્વરી સોસાયટીમાં એકત્ર થઇ ને મોડી સાંજે ડુબી રહેલા સૂર્યને ફળ પ્રસાદ અને જળ નો અર્ધ્વ આપી ને છઠ પુજાનો પ્રારંભ કર્યો હતો, અહીંયા લાંબો ખાડો ખોદી તેમાં પાણી ભરવામાં આવ્યું હતું અને શેરડી રોપવામાં આવી હતી અને ખાડામાં કમર સુધીના પાણીમાં ઉભા રહીને છઠ પૂજા કરી ડુબતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવ્યું હતું.

આવતીકાલે વહેલી સવારે ઉગતા સૂર્યનું પ્રથમ કિરણ ફુટવાની સાથે જ ઉગતા સૂર્યને અર્ધ્વ આપીને પાછલા 36 કલાકથી ચાલતા ઉપવાસનું સમાપન કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news