લોકસભા પહેલાં મંત્રી મંડળમાં મોટા ફેરફારો થવાની ચાલેલી હવાનો ફૂગ્ગો ફૂટી ગયો

Narendra Modi: મોદી રાજભવનમાં મંત્રીમંડળ અને ધારાસભ્યો સાથે બેઠક કરશેની ચર્ચાઓ માત્ર ચર્ચાઓ જ રહી ગઈ છે. ઘણા નેતાઓ લીલી પેનથી સહી કરવાના ઘણા સમયથી સપનાં જોઈ રહ્યાં છે. જેઓના સપનાં હવે લોકસભાની ચૂંટણી સુધી પૂરા થાય તેવી કોઈ સંભાવના નથી.

લોકસભા પહેલાં મંત્રી મંડળમાં મોટા ફેરફારો થવાની ચાલેલી હવાનો ફૂગ્ગો ફૂટી ગયો

Karnataka Election Result 2023: આવતીકાલે કર્ણાટકનું રિઝલ્ટ જાહેર થશે. હાલમાં એક્ઝિટપોલમાં સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસને સફળતા મળે તેવી સમીકરણો વચ્ચે જેડીએસ કોના ખોળામાં બેસે છે એ સરકાર બનાવે તેવી સંભાવના છે. જેડીએસ એ કર્ણાટકમાં હુકમનો એક્કો બની શકે છે. ભાજપ અને કોંગ્રેસ બંને જેડીએસને મનાવવામાં લાગ્યા છે ત્યારે કર્ણાટક રિઝલ્ટના એક દિવસ પહેલાં મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ સમયે લોકસભા પહેલાં મંતરી મંડળમાં મોટા ફેરફારો થવાની ચાલેલી હવાનો ફુગ્ગો ફૂટી ગયો છે. 

મોદી રાજભવનમાં મંત્રીમંડળ અને ધારાસભ્યો સાથે બેઠક કરશેની ચર્ચાઓ માત્ર ચર્ચાઓ જ રહી ગઈ છે. ઘણા નેતાઓ લીલી પેનથી સહી કરવાના ઘણા સમયથી સપનાં જોઈ રહ્યાં છે. જેઓના સપનાં હવે લોકસભાની ચૂંટણી સુધી પૂરા થાય તેવી કોઈ સંભાવના નથી. હાલમાં ભૂપેન્દ્ર પટેલ નાના મંત્રી મંડળથી ગુજરાતનું સુકાન સંભાળી રહ્યાં છે પણ દિલ્હી હાઈકમાન્ડ નેતાઓને પદ આપવાના મૂડમાં નથી. આજે મોદી બેઠક કરે તેવી સંભાવનાઓ વચ્ચે રાજભવનમાં કોઈ મીટિંગ થઈ નથી. 

ગુજરાતના ભાજપ સંગઠન અને ધારાસભ્યોએ ઘણા દિવસોથી કર્ણાટકમાં અડિંગા જમાવ્યા હતા. જ્યાં પાર્ટી અને સંગઠનની જવાબદારી સ્વીકારી 2 દિવસ પહેલાં ભાજપના નેતાઓ ગુજરાત પરત ફર્યા છે. આ પહેલાં હવા ઉડી હતી કે કર્ણાટકના રિઝલ્ટ બાદ ભાજપ ગુજરાત સરકારમાં ફેરફારો કરી શકે છે. આ માટે મોદી 12મીએ આવવાના હોવાથી આ હવાને વધુ વેગ મળ્યો હતો. હાલમાં નાના મંત્રીમંડળમાં કામનું ભારણ મંત્રીઓ પર વધારે હોવથી સરકાર આ ભારણ ઘટાડીને રાહત આપે તેવી ચર્ચાઓનો ફિયાસ્કો થઈ ગયો છે. ગુજરાતમાં હાલમાં લોકસભાની તૈયારીઓ ચાલી રહી છે. પાટીલ કમલમમાં જિલ્લાદીઠ બેઠકો કરી રહ્યાં છે. 

આજે પીએમની મુલાકાત બાદ ભાજપમાં નવાજૂની થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ હતી. ભાજપ હાઈકમાન ગુજરાત ભાજપમાં સંગઠનને લઈને કેટલાક બદલાવો કરવાની હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ હતી. આ મામલે હાલ પક્ષમાં પણ સળવળાટ થઈ રહ્યો હતો. ગુજરાતની મુલાકાતમાં પ્રધાનમંત્રી કેટલાક નેતાઓ સાથે બેઠકો કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. પીએમ મોદીની મુલાકાત બાદ બોર્ડ નિગમમાં નિયુક્તિ થાય તેવી ગણતરી મંડાઈ રહી હતી. કારણે ગુજરાત સરકારમાં બોર્ડ નિગમમાં નિમણૂંક લાંબા સમયથી અટકેલી છે.

ત્યારે આ જાહેરાત કરે તેવા એડવાન્સમાં અંદાજો લગાવાયા હતા. જેને પગલે ઘણા નેતાઓના મોંઢામાં કોળિયો આવી ગયો હોવાનો અહેસાસ થયો હતો. મોદીની રાજભવનની મુલાકાત પર ઘણાની નજર હતી પરંતુ વાસ્તવિકતા એ છેકે મોદીને ગુજરાત ભાજપે ઝટકો આપ્યો છે મોદીએ ગુજરાતમાં આ મામલે કોઈ બેઠક જ કરી નથી. એટલે હવે લોકસભાની ચૂંટણી સુધી કોઈ ફેરફાર થાય તેવી સંભાવનાઓ ઘણી ઓછી છે. 

અગાઉ જ્યારે માર્ચ મહિનામાં પીએમ મોદી ગુજરાતના મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓએ પોતાનું રોકાણ ચાર કલાક લંબાવ્યુ હતું. આ દરમિયાન તેઓે ભાજપના નેતાઓ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગુપ્ત મીટિંગ કરી હતી. જેમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠકોનો દોર ચાલ્યો હતો. આ બાદ સંગઠનમાં નાના મોટા બદલાવ આવ્યા હતા. તેમજ સરકારની કાર્યશૈલીમાં પણ બદલાવ આવ્યો હતો. ત્યારે ફરી એકવાર પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને મોટા બદલાવ આવે તેવી ચર્ચાઓ હતી. ભાજપ સંગઠનમાં સીઆર પાટીલની ત્રણ વર્ષની ટર્મ જુલાઈ મહિનામાં પૂરી થઈ રહી છે. ત્યારે તેમની ટર્મમાં વધારા માટે પણ ચર્ચા થવાની શક્યતા હોવાનું ચર્ચાતું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news