exit poll

Breaking News: દિલ્હીમાં મહેનત પર પાણી ફરી વળતા અમિત શાહે તાબડતોબ બોલાવી બેઠક

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ના એક્ઝિટ પોલ (EXIT POLL) આવી ગયા બાદ ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હી બીજેપીના તમામ સાંસદોની બેઠક બોલાવી છે. રાજ્યના તમામ 7 સાંસદ આજે રાત્રે બીજેપી (BJP) ના મુખ્યાલયમાં પહોંચીને પાર્ટી નેતા સાથે વિધાનસભા ઈલેક્શનને લઈને ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે દિલ્હીમાં થેયલા વોટિંગ બાદ આવેલા એક્ઝિટ પોલમાં બીજેપી બહુમતના આંકડાથી દૂર રહેશે તેવુ કહેવાયું છે. 

Feb 8, 2020, 08:39 PM IST

#MahaExitPollOnZee: સ્પષ્ટ બહુમતીથી દિલ્હીની ગાદી પર ફરી રાજ કરશે આમ આદમી પાર્ટી

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી અનેક ચેનલ/એજન્સીઓએ એક્ઝિટ પોલ (EXIT POLL) માં અનુમાન વ્યક્ત કર્યાં છે. તેના આંકડા પર નજર કરીએ તો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સતત બીજીવાર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર બનવાની આશા વ્યક્ત કરાઈ છે. જોકે, આ અનુમાન જો વાસ્તવિકતાની જમીન પર ઉતરી આવે છે તો તેનાથી સ્પષ્ટ થશે કે AAP ગત વિધાનસભાના ઈલેક્શનનો ચમત્કાર ફરીથી નહિ બતાવે. પરંતુ અંદાજે 50 સીટ મેળવી શકશે.

Feb 8, 2020, 08:12 PM IST

#MahaExitPollOnZee: દિલ્હીમાં BJP મારશે ઉંચી છલાંગ, પણ અમિત શાહની આશા પર ફરી વળશે પાણી

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) માટે શનિવારે સાંજે 6 વાગ્યા સુધી 54.55 ટકા વોટિંગ નોંધાયું છે. દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટ માટે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. ત્યારે મતદાન પૂરા થયા બાદ વિવિધ ચેનલના એક્ઝિટ પોલ (EXIT POLL) ના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઓ પોલ્સમાં આમ આદમી પાર્ટી (AAP) ને બહુમત મળતુ દેખાઈ રહ્યું છે. તો ગત ઈલેક્શનની સરખામણીમાં બીજેપી (BJP) ની સીટ વધતી પણ દેખાઈ રહી છે. જોકે, બીજેપી બહુમતથી દૂર રહી જશે તેવુ આંકડા કહે છે.

Feb 8, 2020, 07:54 PM IST

કોંગ્રેસ માટે બહુ જ ખરાબ સમાચાર લઈને આવ્યા EXIT POLLના આંકડા, ફરી તરસ્યુ રહી જશે...

દિલ્હી વિધાનસભા (Delhi Assembly Election 2020) ની કુલ 70 સીટ માટે મતદાન પૂરુ થઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યે અંદાજે 54.65 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે હવે ધીરે ધીરે તમામ એકિઝટ પોલ (EXIT POLL) ના આંકડા સામે આવી રહ્યાં છે. આ આંકડામાં આપ (AAP) અને બીજેપી (BJP) માટે તો શુભ સમાચાર છે, પરંતુ સૌથી ખરાબ સમાચાર કોંગ્રેસ માટે છે. એવુ લાગે છે કે, દિલ્હીમાં કોંગ્રેસ (Congress) ખાતુ ખોલવા માટે ફરીથી તરસ્યુ રહી જશે. અત્યાર સુધી ત્રણ ચેનલના એક્ઝિટ પોલના આંકડામાં કોંગ્રેસને એક પણ સીટ ન મળવાનુ અનુમાન લગાવાયું છે. 

Feb 8, 2020, 07:21 PM IST

#MahaExitPollOnZee: બધા EXIT POLLના આંકડા એક જ વાત કહે છે, ફરી બનશે કેજરીવાલની સરકાર

દિલ્દી વિધાનસભા ચૂંટણી બાદ એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા TIMES NOWએ આંકડા જાહેર કર્યા છે. જેના મુજબ, સતત બીજી વાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આ આંકડા અનુસાર, AAP ને 70 સીટમાંથી 44 સીટ મળવાની આશા છે. તો 26 સીટ પર જીતની સાથે બીજેપી હરણફાળ કૂદકો લગાવી શકે છે. પરંતુ બહુમતના આંકડા માટે જરૂરી 36 સીટના આંકડાથી દૂર રહી જશે. જોકે, એક્ઝિટ પોલમાં કોંગ્રેસનું એક પણ ખાતુ ન ખૂલવાની વાત કહેવામાં આવી છે. એક રીતે, TIMES NOWના અનુસાર, બીજેપી ટક્કર આપતી નજર તો આવી રહી છે, પરંતુ સત્તા તો કેજરીવાલની પાસે જ રહેશે. 

Feb 8, 2020, 06:59 PM IST

#VoteDaloDilli Live Updates: વોટિંગ કરવામાં દિલ્હીવાળાઓએ કંજુસાઈ દાખવી, સાવ ફિક્કુ રહ્યું મતદાન

દિલ્હી વિધાનસભા (Delhi Assembly Election 2020) ની 70 સીટ માટે મતદાન (voting) પૂરુ થઈ ગયું છે. 5.30 કલાક સુધી અંદાજે 53 ટકા વોટિંગ થયું છે. છેલ્લી 25 મિનીટમાં પણ દિલ્હીવાસીઓની સુસ્તી ઉડી ન હતી. સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ કરવામાં આવ્યું હતું. મતદાન કેન્દ્રોની બહાર લાંબી કતાર જોવા મળી હતી. રાજકીય દળોની હારજીતનો ફેંસલો ભલે 11 ફેબ્રુઆરીના રોજ થશે, પરંતુ વોટિંગ કરવાના મામલામાં દિલ્હી હારી ગયેલુ દેખાયું હતું. દિલ્હીવાસીઓએ વોટિંગના મામલે કંજુસાઈ દાખવી હતી. આજે મતદાન સાવ ફિક્કુ સાબિત થયું હતું. 2015માં કુલ વોટિંગ 67.12 ટકા રહ્યું હતું. ઈલેક્શન પંચના તમામ પ્રયાસો છતા દિલ્હીના વોટર્સ મતદાનને લઈને ઉત્સાહિત દેખાયા ન હતા.

Feb 8, 2020, 06:17 PM IST

#MahaExitPollonZEE: કેજરીવાલ કરશે હેટ્રીક કે ભાજપનો પૂરો થશે વનવાસ, જુઓ મહા Exit Poll

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) માં આ વખતે ફરી કેજરીવાલની ઝાડુ ચાલશે કે પછી 20 વર્ષઓ બાદ બીજેપીનું કમળ ખીલશે. અમિત શાહે કહ્યું કે, 70 સદસ્યોની વિધાનસભામાં આ વખતે બીજેપીને 45થી વધુ સીટ મળશે. તો અરવિંદ કેજરીવાલની પાર્ટીએ દિલ્હી પર પોતાનો દબદબો યથાવત રાખવાનો દાવો કર્યો છે. આ વખતે તમામ દળોએ જે અંદાજમાં ઈલેક્શન માટે પ્રચાર કર્યો છે, તેને ધ્યાનમાં રાખીને કોઈ પણ અંદાજ લગાવી શકાય નહિ કે, આ વખતે ઈલેક્શન ઈંટ કયા કરવત પર બેસશે. તેથી દરેક કોઈ આજે વોટિંગ પૂરુ થવાની રાહ જોઈને બેસ્યા છે. આ સાથે જ 11 ફેબ્રુઆરીના રોજ ઈલેક્શનના પરિણામનું પણ રાહ જોવા માંગાત નથી. 

Feb 8, 2020, 05:23 PM IST

ઝારખંડ ચૂંટણી: મહા EXIT POLLમાં ભાજપને નુકસાન, સત્તા ગુમાવે તેવી ભીતિ, JMMને લીડ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand Assembly Eleciton 2019) માં રાજ્યની 81 બેઠકો માટે શુક્રવારે ચૂંટણી પૂરી થઈ. છૂટી છવાઈ હિંસા વચ્ચે રાજ્યમાં પાંચ તબક્કાઓમાં મતદાન થયું. ગઈ કાલે છેલ્લા તબક્કાનું મતદાન થયું અને ત્યારબાદ એક્ઝિટ પોલ (Exit Poll) ના પરિણામો પણ સામે આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોનું માનીએ તો રાજ્યમાં હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા (JMM) વાળા ગઠબંધનને લીડ મળતી જોવા મળી રહી છે. જ્યારે રાજ્યની સત્તાધારી પાર્ટી ભાજપ (BJP) ને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. જો કે ઝારખંડમાં સત્તા કોણ બનાવશે તે તો 23મી ડિસેમ્બરે જ જાણવા મળશે. 

Dec 21, 2019, 08:14 AM IST
Samachar Gujarat 22102019 PT25M

સમાચાર ગુજરાત: જુઓ મહત્વના સમાચાર એક જ ક્લિકમાં

ગુજરાત (Gujarat)માં વિધાનસભા (Assembly Election 2019) ની ખાલી પડેલી 6 સીટ પર મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 55 ટકા મતદાન થયું હતું. ત્યારે આ તમામ 6 બેઠકો પર કોણ જીતશે તેની આતુરતાનો હવે અંત આવી રહ્યો છે. ઝી 24 કલાકના મહાએક્ઝિટ પોલ (Exit Poll) ના તારણ મુજબ તમામે તમામ 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) જીતશે. અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) સહિતના ભાજપના ઉમેદવારો સિક્સ લગાવશે.

Oct 22, 2019, 08:50 AM IST
Surat Journalist's View On Loksabha Election Exit Poll PT13M11S

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલ મુદ્દે શું કહી રહ્યા છે સુરતના પત્રકાર

લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે રાહ જોવાઈ રહી છે પરિણામની પરંતુ એ પહેલા જે એક્ઝિટ પોલ સામે આવ્યા તેમાં ફરી એક વખત સત્તાનું પુનરાવર્તન થઈ રહ્યું છે, તમામ એક્ઝિટ પોલના આંકડા અનુસાર ફરિવાર એનડીએની સરકાર બનવાના સંકેત છે અને કોંગ્રેસને સવાસો આસપાસ બેઠક મળી રહી છે તો અન્ય પક્ષોને પણ સવાસો આસપાસ બેઠક મળવાનું અનુમાન છે

May 22, 2019, 08:10 PM IST
Valsad Journalist's View On Loksabha Election Exit Poll PT12M20S

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલ મુદ્દે શું કહી રહ્યા છે વલસાડના પત્રકાર

લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે રાહ જોવાઈ રહી છે પરિણામની પરંતુ એ પહેલા જે એક્ઝિટ પોલ સામે આવ્યા તેમાં ફરી એક વખત સત્તાનું પુનરાવર્તન થઈ રહ્યું છે, તમામ એક્ઝિટ પોલના આંકડા અનુસાર ફરિવાર એનડીએની સરકાર બનવાના સંકેત છે અને કોંગ્રેસને સવાસો આસપાસ બેઠક મળી રહી છે તો અન્ય પક્ષોને પણ સવાસો આસપાસ બેઠક મળવાનું અનુમાન છે

May 22, 2019, 05:40 PM IST

‘અમે તોડ-ફોડની રાજનીતિના પક્ષમાં નથી, તેઓ જાતે તોડવા માગે છે સરકાર’: શિવરાજ સિંહ

એક્ઝિટ પોલના પરિણામ બાદ મધ્ય પ્રદેશમાં સતત ફ્લોર ટેસ્ટની માગ ઉઠી રહી છે. નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવે રાજ્યપાલને પત્ર લખી વિધાનસભા સત્ર બોલાવવા અને ફ્લોર ટેસ્ટ પર વિચાર કરવાની વાત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી કમલનાથે તેમની ચેલેન્જનો સ્વીકારતા મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ કરવાની વાત કરી હતી.

May 22, 2019, 03:10 PM IST

આગામી 24 કલાક મહત્વપૂર્ણ, સતર્ક અને સાવચેત રહો, ડરો નહીં: રાહુલ ગાંધીએ કોંગ્રેસ કર્યકર્તાઓને કહ્યું

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019)ની મત ગણતરીથી એક દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરી કોંગ્રેસ કાર્યકર્તાઓના નામે સંદેશ આવ્યો છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, આગામી 24 કલાક મહત્વપૂર્ણ છે

May 22, 2019, 02:23 PM IST
BJP Dinner Party And Celebration Preparation PT8M28S

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલ બાદ ભાજપે શરૂ કરી જશ્નની તૈયારી

પરિણામ પહેલાં આવેલા એક્ઝિટ પોલથી ભાજપમાં ઉત્સાહ, ભાજપ અધ્યક્ષ અમિત શાહે ડીનર પાર્ટીનું કર્યું આયોજન, NDAના નેતાઓને અપાયું આમંત્રણ, જુદી જુદી 35 વાનગીઓ પીરસાશે

May 21, 2019, 09:25 PM IST
Amit Chavda's Reaction On Loksabha Election's Exit Poll PT6M29S

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલ મુદ્દે શું કહ્યું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને તમામ એક્ઝિટ સામે આવી ગયા છે. એક્ઝિટ પોલથી મળેલા આંકડા અનુસાર ગુજરાતમાં ફરીથી ભાજપની બહુમતિ સાથે સરકાર બનશે જ્યારે કૉંગ્રેસને ગણતરીની જ સીટો મળશે..ત્યારે કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી અને જીતનો દાવો કર્યો.

May 21, 2019, 08:30 PM IST

આ 3 રાજ્યોમાં છૂપાયેલું છે NDAની સફળતાનું મોટું રહસ્ય, પરંતુ એક્ઝિટ પોલ કરી રહ્યાં છે ભ્રમિત!

લોકસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાના મતદાન બાદ જેટલા પણ એક્ઝિટ પોલ બહાર પડ્યા તેના તારણોમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા એનડીએને શાનદાર બહુમતી મળતી દર્શાવી છે. પરંતુ એક્ઝિટ પોલના પરિણામો એક રીતે અનેક સવાલો પણ ઊભા કરી રહ્યાં છે. હકીકતમાં આ વખતે લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ અટકળો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાને લઈને થઈ રહી છે. આ ત્રણેય રાજ્યોને લઈને તમામ એક્ઝિટ પોલ વહેંચાયેલા છે. સૌથી મજેદાર સ્થિતિ ઉત્તર પ્રદેશની છે. અહીં મુખ્ય મુકાબલો મહાગઠબંધન અને ભાજપ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. પરંતુ એક્ઝિટ પોલમાં તેને લઈને મોટો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. 

May 21, 2019, 04:20 PM IST
BJP Dinner Party And Celebration Preparation PT6M53S

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલ બાદ ભાજપે શરૂ કરી જશ્નની તૈયારી

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલમાં મોટોભાગના પોલ ભાજપ સરકાર બનાવતા હોવાનું બતાવે છે તો આને પગલે ભાજપે જશ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે

May 21, 2019, 04:05 PM IST
Vadodara Journalist's View On Loksabha Election Exit Poll PT12M14S

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલ મુદ્દે શું કહી રહ્યા છે વડોદરાના પત્રકાર

લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે રાહ જોવાઈ રહી છે પરિણામની પરંતુ એ પહેલા જે એક્ઝિટ પોલ સામે આવ્યા તેમાં ફરી એક વખત સત્તાનું પુનરાવર્તન થઈ રહ્યું છે, તમામ એક્ઝિટ પોલના આંકડા અનુસાર ફરિવાર એનડીએની સરકાર બનવાના સંકેત છે અને કોંગ્રેસને સવાસો આસપાસ બેઠક મળી રહી છે તો અન્ય પક્ષોને પણ સવાસો આસપાસ બેઠક મળવાનું અનુમાન છે

May 21, 2019, 03:10 PM IST
BJP Dinner Party And Celebration Preparation PT3M55S

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલ બાદ ભાજપે શરૂ કરી જશ્નની તૈયારી

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલમાં મોટોભાગના પોલ ભાજપ સરકાર બનાવતા હોવાનું બતાવે છે તો આને પગલે ભાજપે જશ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે

May 21, 2019, 03:00 PM IST
Loksabha Election Exit Poll Rajendrasinh Thakor PT2M45S

જુઓ લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલ પર રાજેન્દ્રસિંહ ઠાકોરે શું કહ્યું

લોકસભાની ચૂંટણીના પરિણામ 23મેના રોજ જાહેર થવાના છે ત્યારે સાબરકાંઠાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર પાસે પહોંચી ઝી 24 કલાકની ટીમ, પરિણામોને લઈને તેમની શું અપેક્ષા છે તે અંગે અમારી ટીમે રાજેન્દ્રસિંહ સાથે ખાસ વાતચીત કરી હતી.

May 20, 2019, 10:10 PM IST