ઓડિયો ક્લિપ વાઈરલ કરીને છબીલ પટેલે કહ્યું, ‘મને ષડયંત્રનો ભોગ બનાવાયો છે’

 જયંતી ભાનુશાળીની હત્યાને એક મહિનાથી વધુ સમય થયો હોવા છતા પણ હજી સુધી પોલીસ આરોપીઓની પકડથી દૂર છે. ત્યારે આ કેસમાં કથિત આરોપી છબીલ પટેલની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ છે. ઓડિયો ક્લીપમાં છબીલ પટેલે પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. ઓડિયો ક્લિપમાં છબીલ પટેલે કહ્યું કે, મને કોઇ ષડયંત્રનો ભોગ બનાવાયો છે. મને પોલીસની કાર્યવાહીમાં પૂરેપૂરો વિશ્વાસ છે.
ઓડિયો ક્લિપ વાઈરલ કરીને છબીલ પટેલે કહ્યું, ‘મને ષડયંત્રનો ભોગ બનાવાયો છે’

હિતલ પારેખ/ગાંધીનગર : જયંતી ભાનુશાળીની હત્યાને એક મહિનાથી વધુ સમય થયો હોવા છતા પણ હજી સુધી પોલીસ આરોપીઓની પકડથી દૂર છે. ત્યારે આ કેસમાં કથિત આરોપી છબીલ પટેલની ઓડિયો ક્લીપ વાઇરલ થઇ છે. ઓડિયો ક્લીપમાં છબીલ પટેલે પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. ઓડિયો ક્લિપમાં છબીલ પટેલે કહ્યું કે, મને કોઇ ષડયંત્રનો ભોગ બનાવાયો છે. મને પોલીસની કાર્યવાહીમાં પૂરેપૂરો વિશ્વાસ છે.

ઉલ્લેખનીય છે કે, જયંતી ભાનુશાળી કેસનો આરોપી છબીલ પટેલ ઘટના બાદથી વિદેશમાં છે. પોલીસે આરોપી મનીષા ગોસ્વામી સાથે છલીબ પટેલની પણ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પોતે ધંધાકીય કામ અર્થે વિદેશમાં હોવાનો દાવો છબીલ પટેલે ઓડિયો ક્લિપમાં કર્યો છે. જોકે તેણે ઓડિયોમાં એમ પણ કહ્યું છે કે, ભારત આવવામાં જીવનું જોખમ છે. જેથી પોલીસ રક્ષણ આપવામાં આવે.

જયંતી ભાનુશાળીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 2 હત્યારાની થઈ ઓળખ

ઓડિયો ક્લિપમાં શું કહ્યું...
છલીબ પટેલે ઓડિયો ક્લિપમાં કહ્યું છે કે, ભારત આવીને પોલીસ સમક્ષ હાજર થઈશ જઈશ. પોલીસ કાર્યવાહીમાં સહકાર આપીશ. મને કોઈ ષડયંત્રનો ભોગ બનાવાયો છે. પરંતુ મને ભારત આવતા જીવનું જોખમ છે. તેથી મને પોલીસ રક્ષણ આપવું. છબીલ પટેલે ઓડિયો ક્લિપમાં વારંવાર વારંવાર પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું છે. તો પોતે વિદેશ ગયા બાદ આ હત્યા વિશે ખબર પડી તેવું તેનું કહેવું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news