ગુજરાતમાં વધી રહ્યો છે ચાંદીપુરા વાયરસનો કહેર, હવે અમદાવાદ અને કચ્છમાં સામે આવ્યા એક-એક કેસ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાંદીપુરા વાયરસ ચિંતાનું કારણ બની ગયો છે. વિવિધ જગ્યાએ બાળકો આ વાયરસનો ભોગ બની રહ્યાં છે. હવે કચ્છ અને અમદાવાદમાં પણ એક-એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 

ગુજરાતમાં વધી રહ્યો છે ચાંદીપુરા વાયરસનો કહેર, હવે અમદાવાદ અને કચ્છમાં સામે આવ્યા એક-એક કેસ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આ વાયરસે લોકોની ચિંતા વધારી છે. ખાસ કરીને બાળકો આ વાયરસના શિકાર બની રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા પણ સતત વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે અમદાવાદ અને કચ્છમાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ બંને જગ્યાએ ચાંદીપુરા વાયરસના એક-એક કેસ સામે આવ્યા છે. 

અમદાવાદ શહેરના ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ
અમદાવાદ શહેરમાં પણ હવે ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે. શહેરમાં ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદની SMS હોસ્પિટલમાં દાખલ બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 6 વર્ષીય બાળકની સારવાર ચાલી રહી છે અને તો ઓક્સીજન હેઠળ છે. અમદાવાદમાં હાલમાં 7 શંકાસ્પદ કેસ હતા, જેમાં ત્રણના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 

આ સાત બાળકમાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવી ગયો છે, જ્યારે ત્રણ બાળકના રિપોર્ટ આવવાના બાકી છે. હોસ્પિટલમાં દાખલ બાળકોમાં એક સરદારનગર તો એક અમરાઈવાડી વિસ્તારનો રહેવાસી છે. 

કચ્છમાં ચાંદીપૂરા વાયરસની એન્ટ્રી!
કચ્ચ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે. કચ્છના નખત્રાણાના દેવપરની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દોઢ વર્ષની બાળકીની સારવાર જી.કે જનરલ હોસ્પિટલમાં ચાલી રહી છે. ચાંદીપુરાનો પોઝિટિવ કેસ આવતા નખત્રાણા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. તાલુકામાં દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.

જેને લઇ ને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે આ વાયરસનો પ્રથમ કેસ કચ્છમાં પોઝિટિવ આવ્યો છે. નખત્રાણાના દેવપરની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા બાદ તેના રિપોર્ટ પરીક્ષણ માટે મોકલ્યા હતા જે રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news