અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહીને લઇ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે પાટણ, પાલનપુર, ગાંધીનગર, દાહોદ, વલસાડ, નવસારી, સુરત, જામનગર અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

 અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો, શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ઝી બ્યુરો/ગાંધીનગર: અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો બાદ મોડી સાંજે મોડી શહેરના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. તેમાં પ્રહલાદ નગર રોડ પર પર પવન સાથે ધોધમાર વરસાદનું આગમન શરૂ થયુ છે. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે કમોસમી વરસાદ.. સેટેલાઈટ, એસજી. હાઈવે, રાણીપ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે.

ગાંધીનગરમાં કરા સાથે વરસાદ
ગાંધીનગરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા તેમજ કરા સાથે વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની આગાહીને લઇ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે પાટણ, પાલનપુર, ગાંધીનગર, દાહોદ, વલસાડ, નવસારી, સુરત, જામનગર અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે વહેલી સવારથી વાતાવરણ બરાબર રહ્યું હતું. જોકે, બપોર બાદ અમરેલી અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક કરા સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના 28 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલીના સાવરકુંડલામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. કચ્છના ગાંધીધામમાં 1.2 ઈંચ વરસાદ, અમરેલીના બાબરામાં 1 ઈંચ જેટલો વરસાદ અને ઉના, દેત્રોજ, ભચાઉમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news