નવરાત્રિને લઈને પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર: મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો મોટો નિર્ણય

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે, ત્યારે પ્રથમ નવરાત્રિથી જ દર્શનના સમયમાં ફેરફાર કરાશે. એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4.00 કલાકે મંદિર દર્શન માટે ખુલશે. બાકીના દિવસોમાં સવારે 5.00 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખુલશે.

નવરાત્રિને લઈને પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર: મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો મોટો નિર્ણય

Navratri 2023: ઝી બ્યુરો/પંચમહાલ: આસો નવરાત્રિ દરમ્યાન પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો હોય છે. આ સમયગાળા દરમ્યાન ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોના માઈભક્તો પણ પાવાગઢ ખાતે દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે આસો નવરાત્રિ દરમ્યાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનનો સમયગાળો નક્કી કરાયો છે. આસો નવરાત્રીને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે, ત્યારે પ્રથમ નવરાત્રિથી જ દર્શનના સમયમાં ફેરફાર કરાશે. એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4.00 કલાકે મંદિર દર્શન માટે ખુલશે. બાકીના દિવસોમાં સવારે 5.00 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખુલશે. જ્યારે તમામ દિવસોએ રાત્રે 9.00 કલાકે મંદિરના દ્વાર દર્શન માટે બંધ કરવામાં આવશે. નવરાત્રિમાં સવારે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પાવાગઢ મંદિર ખુલ્લું રહેશે.

માઈભક્તો માટે મળતી માહિતી અનુસાર, પાવાગઢ ખાતે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી દર્શનનો સમય નક્કી કરાયો છે. આસો નવરાત્રિના 9 દિવસ દરમ્યાન મંદિર સવારના પાંચથી રાત્રિના આઠ સુધી દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે. નવરાત્રિના પ્રથમ દિવસે તથા રવિવાર અને આઠમના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંદિર દર્શન માટે ખુલ્લું મુકાશે.

પાવાગઢ ખાતે નવરાત્રિમાં મોટેભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં માઈભક્તો દર્શન માટે ઉમટતા હોય છે. અહીંથી ભક્તો પોતાના રાજ્યોમાં પાવાગઢથી અખંડ જ્યોત લઇને પોતના વતનમાં જવાનું માહાત્મ્ય છે. જ્યાં અહીંથી લઇ જવાયેલ અખંડ જ્યોતની નવરાત્રિના નવ દિવસ સુધી પૂજા અર્ચના થાય છે અને બાદમાં તેનું વિસર્જન થાય છે. તેથી પાવાગઢમાં નવરાત્રિમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news