મેં તો મહેસુલ અને પોલીસ ખાતું બદનામ છે એવું કહ્યું હતું: CM રૂપાણી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 64માં રાષ્ટ્રીય અધિવેશનની સીએમ વિજય રૂપાણી મહેસુલી કર્મચારીઓની નારાજગી પર ગઇકાલે આપેલા તેમના નિદવન પાછું ખેંચતા કહ્યું કે મહેસુલ વિભાગ અને પોલીસ ખાતું સૌથી વધારે બદનામ છે એવું કહ્યું હતું.

મેં તો મહેસુલ અને પોલીસ ખાતું બદનામ છે એવું કહ્યું હતું: CM રૂપાણી

અમદાવાદ: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 64માં રાષ્ટ્રીય અધિવેશનની સીએમ વિજય રૂપાણી અને ઇસરોના પૂર્વ ચેરમેન તેમજ ABVPના રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તે રિવરફ્રન્ટ ખાતે શરૂઆત કરવામાં આવી હતી. આ અધિવેશનમાં ભાગ ભારતભરમાંથી હજારો વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. આ ખાસ પ્રસંગે સંબોધતા સીએમ રૂપાણીએ કહ્યું કે, હું સીએમ પછી છું પહેલા જૂનો કાર્યકર્તા છું. હું મારા પરિવારમાં આવ્યો હોઉં તેવું લાગે છે. મને વિશ્વાસ છે આપણે ભારતનું ભવિષ્ય ઝડપથી બદલીશું. આ સાથે જ મહેસુલી કર્મચારીઓની નારાજગી પર ગઇકાલે તેમના આપેલા નિદવન પાછું ખેંચતા સીએમ રૂપાણીએ જણાવ્યું કે મહેસુલ વિભાગ અને પોલીસ ખાતું સૌથી વધારે બદનામ છે એવું કહ્યું હતું.

સીએમ રૂપાણીએ ગઇકાલે ઓન લાઇન બીન ખેતી હુકમોના વિતરણ કાર્યક્રમમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં સૌથી વધારે મહેસુલ વિભાગ અને પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર થતો આવ્યો છે. સીએમ રૂપાણીના આ નિવેદનને લઇ મહેસુલી કર્મચારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે મહેસુલી કર્મચારી મહામંડળના પ્રમુખ દેવેશ પટેલે જણાવ્યું હતું કે, સીએમ રૂપાણીએ રેવન્યુ કર્મચારીઓ માટે નિવેદન આપ્યું છે. તે નિવેદન તદ્દન યોગ્ય નથી. આ અંગે તમામ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે અને જો આ નિવેદન પાછું ખેંચવામાં નહીં આવે તો રાજ્ય વ્યાપી આંદોલન કરવામાં આવશે. જો અમારા પર વિશ્વાસ ન હોય તો NA કેમ અમને આપી છે.

મહેસુલી કર્મચારીઓની નારજગીના મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 64માં અધિવેશનમાં સીએમ રૂપાણી તેમના નિવેદનને પાછું ખેંચતા જણાવ્યું હતું કે, ગઇકાલે વાત કર્યા મુજબ મેં મહેસુલી કર્મચારીઓ પર કોઈ બ્લેમ કર્યા નથી. મેં માત્ર એટલું જ કહ્યું હતું કે, મહેસુલ વિભાગ અને પોલીસ ખાતું સૌથી વધારે બદનામ છે. મેં કોઈપણ કર્મચારી કે કોઈપણ અધિકારીને કહ્યું ન હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ગઇકાલે સીએમ રૂપાણીએ રાજ્યમાં મહેસુલ વિભાગ અને પોલીસ ખાતામાં પારાવાર ભ્રષ્ટાચાર હોવાનો સ્વિકાર કર્યો હતો. ઓન લાઇન બીન ખેતી હુકમોના વિતરણ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસુલ ખાતામાં થતો આવ્યો ત્યાર બાદ પોલીસ વિભાગ આવે છે.

વધુમાં સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, લોકોની માનસિકતાએ ભ્રસ્ટાચારને સ્વીકારી લીધો છે. સરકારે આ બાબતે કોઈ કામ ના કર્યું. ભ્રષ્ટાચારને લીગલ કરી દેવાની પણ લોકો મજાક કરતા આવ્યા છે. આજથી 20 -25 વર્ષ અગાઉ કોઇ નાગરિક અધિકારી કે કર્મચારીને પૈસા આપેતો અધિકારી આભડછેટ માનતો અને કહેતો કે મારે ઘરે બૈરી છોકરા છે. ત્યારે આજે સ્થિતિ 360 ડિગ્રી ઉંધી થઇ ગઇ છે. જો કોઇ નાગરીક સરકારી કચેરીમાં કામ પુર્ણ કર્યા બાદ કોઇ પણ પ્રકારનો વ્યવહાર કર્યા વિના ઉભો થાય તો અન્ય કર્મચારી તેને રોકે અને કહે અમારા ઘરે બૈરી છોકરા છે તેનું તો કંઇક વિચારો. આજે એવું છે કે અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચારને સ્વીકારી લીધો છે.

આજદિન સુઘી સરકારે ભ્રષ્ટ્રાચાર નિવારવા કોઇ પગલાં લીધાં નથી. અમારી સરકાર ભ્રષ્ટાચાર નિવારવા માટે સતત આયોજન અને ચિંતન કરી રહી છે. ઓન લાઇન એન એ અંગે રૂપાણીએ કહ્યુ કે ઓનલાઇન એનએ થતા કેટલાક લોકોને ખૂંચી રહ્યું છે. કેટલીક જિલ્લા પંચાયતોને તો પોતાની દુકાન બંધ થઇ ગઈ હોવાનું લાગ્યું હોવાથી કોર્ટમાં ગયા છે. સરકાર ભ્રષ્ટાચાર ચલાવા માંગતી નથી કડક હાથે કામ લેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news