ટ્રેડ શોમાં સીએમના પત્ની અંજલી રૂપાણીએ મેડિકલ ચેકઅપ કરાવતા નીકળી આ બીમારી

 ગાંધીનગર ખાતે યોજાયોલા ગ્લોબલ ટ્રેડ શોના ત્રીજા દિવસે અનેક મહાનુભાવોએ મુલાકાત લીધી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી તથા રાજ્યના સનદી અધિકારીઓની પત્નીઓએ આજે ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે કોરિયાના એક ડોમમાં પોતાનું બોડી ચેકઅપ કરાવ્યું હતું. 
ટ્રેડ શોમાં સીએમના પત્ની અંજલી રૂપાણીએ મેડિકલ ચેકઅપ કરાવતા નીકળી આ બીમારી

ગૌરવ પટેલ/અમદાવાદ : ગાંધીનગર ખાતે યોજાયોલા ગ્લોબલ ટ્રેડ શોના ત્રીજા દિવસે અનેક મહાનુભાવોએ મુલાકાત લીધી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી તથા રાજ્યના સનદી અધિકારીઓની પત્નીઓએ આજે ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે કોરિયાના એક ડોમમાં પોતાનું બોડી ચેકઅપ કરાવ્યું હતું. 

કોરિયાના ડોમ ખાતે અંજલી રૂપાણીએ આધુનિક મશીન પર ફુલ બોડી ચેક અપ કરાવ્યું હતું. આ મશીનમાં કોઇ પણ પ્રકારનું લોહી લીધા વિના શરીરમાં રહેલા રોગ તેમજ વધુ ચરબી સ્નાયુ વગેરેની માહિતી મળે છે. ત્યારે અંજલી રૂપાણીએ પણ પોતાના શરીર વિશે માહિતી લેવાનું ચૂક્યા ન હતા. તેઓએ બોડી ચેક કરાવ્યું, જેમાં તેમના ડાબા પગમાં સોજાની સમસ્યા અને શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. તેમની સાથે અન્ય અધિકારીઓની પત્નીઓએ પણ તેમનું મેડિકલ ચક અપ કરાવ્યું હતું. ઇન્ટરનેશલ ડોમ બાદ તેઓએ ગુજરાત ટુરિઝમ વિભાગના ડોમ અને એમએસએમઇ ડોમ તથા સેનાના પ્રદર્શનના ડોમની મુલાકાત લીધી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news