CM એ અસરગ્રસ્તોને કહ્યું ડરશો નહીં સરકાર તમારી સાથે છે, રાહત કામગીરી માટે કામે લાગી આખી સરકાર


ગઇકાલે PM મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ, આજે CM Rupani વાવાઝોડાથી અત્યંત પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યાં છે. CM રૂપાણી આજે વાવાઝોડાથી ગંભીર રીતે અસરગ્રસ્ત એવા ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યાં છે.

CM એ અસરગ્રસ્તોને કહ્યું ડરશો નહીં સરકાર તમારી સાથે છે, રાહત કામગીરી માટે કામે લાગી આખી સરકાર

ઝી બ્યૂરો, ગાંધીનગરઃ CM Rupani આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે નિરિક્ષણ કરી રહ્યાં છે. વાવાઝોડાથી અત્યંત પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરી કેટલી નુકસાની થઈ છે તેનો ડેટા મેળવવા પણ સ્થાનિક કક્ષાએ અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે. સચિવ કક્ષાના સિનિયર આઈએએસ અધિકારીઓને રાહત કામગીરીને પુરજોશથી કરવાની સુચના પણ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, ગઇકાલે PM મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ, આજે CM Rupani વાવાઝોડાથી અત્યંત પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યાં છે. મુખ્યમંત્રી રૂપાણી આજે ગુજરાતના ઉના, જાફરાબાદ અને રાજુલાનાં વિસ્તારોનું નિરિક્ષણ કરશે. યુદ્ધનાં ધોરણે જનજીવન પૂર્વવત કરવા ઉચ્ચઅધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે. કલેક્ટરોને પર સમગ્ર સ્થિતિ પર સતત વોચ રાખવાની સુચના અપાઈ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડા ને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે. તદ્દનુસાર મુખ્યમંત્રીએ આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તૌકતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી. તેમણે અસરગ્રસ્ત ગ્રામજનો સાથે પણ સંવેદનાપૂર્વક સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો. મુખ્યમંત્રી સાથે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ અગ્રણીઓ પણ જોડાયા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 20, 2021

વાવાઝોડા બાદ સિનિયર IAS અધિકારીઓ ને રાહત કામગીરી સંદર્ભે જવાબદારી સોંપાઈ. ગીર સોમનાથ મા અધિક મુખ્ય સચિવ શ્રમ અને રોજગાર વિપુલ મિત્રા ભાવનગર માં શહેરી વિકાસ વિભાગ ના અધિક મુખ્ય સચિવ મુકેશપુરી ને જવાબદારી સોંપવામાં આવી. જૂનાગઢ સામાન્ય વહીવટ વિભાગ ના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, અમરેલી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ ને સોંપાઈ જવાબદારી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news