જબરૂ હો!! અમદાવાદમાં જેલમાં બંધ પતિના નામે પત્નીએ ડિલિવરી બોય પાસે કર્યું મોટો કાંડ!
અમદાવાદના વાડજ પોલીસ ની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીના નામ રાજુ ચાવડા તથા હિતેશ ઉર્ફે મેમરી ચાવડા છે. જે ઓ વેપારી ઓને પરેશાન કરી વ્યવસાય કરવા માટે ખંડણી વસૂલતા હતા.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ગેસ સિલિન્ડરના સપ્લાયર પાસેથી ખંડણી વસૂલી માર મારવાના ગુનામાં વાડજ પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી. તો અન્ય ફરાર મહિલાની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે મહિલાનો પતિ જેલમાં હોવાથી પત્ની તેના નામે ધમકી ઓ આપી રૂપિયા વસૂલતી હતી. સાથે જ આરોપીઓએ કોની કોની પાસેથી રૂપિયા પડાવ્યા છે.
અમદાવાદના વાડજ પોલીસ ની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીના નામ રાજુ ચાવડા તથા હિતેશ ઉર્ફે મેમરી ચાવડા છે. જે ઓ વેપારી ઓને પરેશાન કરી વ્યવસાય કરવા માટે ખંડણી વસૂલતા હતા. આવા જ એક વેપારી દિનેશભાઈ પરમાર કે જેઓ ગેસ સિલિન્ડરની ડીલેવરી નું કામ કરે છે. તેમ ને રોકી તેમની પાસેથી દર મહિને દસ હજાર રૂપિયાનો હપ્તો અને એક ગેસ સિલિન્ડર મફત આપવાની માંગણી કરી ધમકીઓ આપી હતી. રાજુ ચાવડા અને હિતેશ ચાવડાની સાથે વર્ષા મેવાડા નામની એક મહિલાની પણ સંડોવણી સામે આવી છે. જે ખંડણી વસૂલવા માટે ધમકી આપતી હતી. જોકે ગુનો નોંધાતા વર્ષા ફરાર થઈ ગઈ છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી.
ફરિયાદી એ નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ કરતા હકીકત સામે આવી કે, ઝડપાયેલા આરોપીઓ છેલ્લા બે વર્ષથી આ રીતે ખંડણી વસૂલતા હતા. ઉપરાંત જો ક્યારે ખંડણી ન આપવામાં આવે તો ધમકી આપી ધંધો બંધ કરાવી દેવાની તથા મારજુડ પણ કરતા હતા. સાથે જ આરોપીઓની પૂછપરછમાં હકીકત સામે આવી ગઈ. ફરાર આરોપી વર્ષના મેવાડાનો પતિ ભરત મેવાડા અગાઉ આચરેલા ગુનામાં જેલમાં હતો અને તે જ વાતનો લાભ ઉઠાવી તેના પતિના નામે ધમકી આપી રૂપિયા પડાવતી હોવાનું સામે આવ્યું છે.
વાડજ પોલીસે મારામારી ખંડણી અને ધમકીના ગુનામાં તપાસ કરતા ઝડપાયેલા આરોપી રાજુ ચાવડા અને હિતેશ ચાવડા નો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યું છે, અને આરોપીઓના ડરથી લોકો પોલીસ ફરિયાદ ન કરતી હોવાનું પણ પોલીસ માની રહી છે. સાથે જ આરોપીઓએ અન્ય કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે