કોંગ્રેસના ઉમેદવાર પાસે પૈસા નથી! ગેનીબેને ડિપોઝીટ ભરવા લોકો પાસેથી માંગ્યો ફાળો
Geniben Thakor : બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવારે લોકોને કરી અપીલ... ચૂંટણીમાં ડિપોઝીટ ભરવા લોકોને ફાળો આપવા અપીલ
Trending Photos
Loksabha Election બનાસકાંઠા : બનાસની બેન તરીકે પ્રખ્યાસ ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. સ્પષ્ટ વક્તા તરીકેની તેમની છાપ, તેમજ પોતાની નિવેદનબાજીને કારણે તેઓ હંમેશા લોકોના ફેવરિટ બની રહે છે. ત્યારે હવે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી ડિપોઝીટ ભરવા લોકોને ફાળો આપવા અપીલ કરી છે. દરેક લોકોને ઓછામાં ઓછા 11 રૂપિયા અને વધુમાં વધુ યથાશક્તિ મુજબ ફાળો આપવા ગેનીબેને અપીલ કરી છે.
ગેનીબેન ઠાકોર ડિપોઝીટ ભરવા માટે રૂપિયા ભરવાના મુદ્દે ફરી ચર્ચામાં આવ્યા છે. ગેનીબેને ડિપોઝીટ ભરવા માટે લોકો પાસેથી ફાળો માંગ્યો છે. ગેનીબેને પોતાના એકાઉન્ટમાં પૈસા નાખવા માટે QR કોડ સોશિયલ મીડિયામાં અપીલ કરતી પોસ્ટ મૂકી છે. આમ, લોકોએ આપેલા ફાળાના પૈસાથી ગેનીબેન ચૂંટણીની ડિપોઝીટ ભરશે.
રાજસ્થાનની જેમ ગુજરાતમાં સરકાર બદલો
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઝંઝાવતી પ્રચારની શરૂઆત કરી છે. ત્યારે તેમણે તાજેતરમાં જ એક નિવેદનમાં કહ્યુ હતું કે, બહેનોને ખબર છે કે રોટલો એક જ બાજુ રાખીએ તો દાઝી જાય એને ફેરવવો પડે. રાજસ્થાનમાં તમે જુઓ કે 5 વર્ષે સરકાર બદલાય એટલે બધા કાબુમાં રહે. વિધાનસભામાં 182 ધારાસભ્યો માંથી કોઈ નહતું બોલ્યું અને આજે પણ ન બોલી શકે એ સૌથી પહેલા મેં વિધાનસભામાં વાત મૂકી હતી કે લવમેરેજમાં દીકરીના માતાપિતાની સમંતી ફરજિયાત હોવી જોઈએ તેવો કાયદો બનાવો. દીકરીના લગ્નની નોંધણીમાં તેના ગામના લોકોની જ સાક્ષીમાં સહી હોવી જોઈએ. મારી વાતને લઈને ગુજરાતના મુખ્યમંત્રીને પણ કહેવું પડ્યું કે આવો કાયદો લાવવાની જરૂર છે. કેમકે સૌથી વધારે પ્રશ્નો અત્યારે પાટીદાર સમાજમાં છે. દીકરીઓની અછત કે ઘણાં બધાં પ્રશ્નો. રાજ્યનો ગૃહ મંત્રી પણ આ બાબતે બોલે એ નાની વાત ન કહેવાય.
આ ઉપરાંત તાજેતરમાં જ તેઓએ ઘુંઘટ પર રાજકારણ જમાવ્યુ હતું. પોતાના વિરોધી ઉમેદવાર રેખાબેનને ઘુંઘટને લઈને આડે હાથ લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે