પેટાચૂંટણી News

વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 135 ફોર્મ ભરાયા
Oct 17,2020, 21:21 PM IST
બ્રિજેશ મેરજાની આવક ત્રણ વર્ષમાં બમણી થઇ ગયાનો કોંગ્રેસનો આક્ષેપ
 માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવારોને મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાની આવક ત્રણ વર્ષમાં વધી ગયેલ છે. જેથી ટંકારા પડધરીના કોંગી ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ તેની પાસે આવક બમણી કરવા માટેની કઈ જડી બુટી છે તેની વિગત માંગી છે. હાલમાં કોરોનાના કાળમાં ચૂંટણી યોજાઇ રહી છે, ત્યારે બ્રિજેશભાઇ મેરજાના પાપે નાયબ મામલતદારો કોરોના પોજીટીવ આવેલ છે તેવો આક્ષેપ કરેલ છે. મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા હાલમાં પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર છે. તેમણે મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. 
Oct 16,2020, 23:21 PM IST
પેટાચૂંટણી 2020:લાંબા મનોમંથન બાદ કોંગ્રેસે પાંચ બેઠકો પર મજબુત કરતા વફાદારોને ટિકિટ
Oct 12,2020, 18:05 PM IST
ગઢડા પેટાચૂંટણીને ધ્યાને રાખી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ
Oct 10,2020, 19:13 PM IST
દેશના PM પ્રધાનમંત્રી નહી પરંતુ પરિધાનમંત્રી બની ચુક્યા છે,કોંગ્રેસની વર્ચ્યુઅલ રેલી
ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે વર્ચ્યુઅલ રેલી યોજી પેટા ચુંટણીના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા. કોંગ્રેસ કાર્યાલયથી ગુજરાત કોંગ્રેસના મુખ્ય નેતાઓએ રેલીનું સંબોધન કરી ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા. રાજયમાં ખેડૂત વિદ્યાર્થી યુવા મહિલા અને મધ્યમ વર્ગીય પરિવારોની સ્થિતિને ઉજાગર કરવામાં આવી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રેલીને સંબોધન કરતાં કહ્યુ કે, સમાજના તમામ વર્ગ અને વિસ્તારના લોકો સરકારની નિતિ અને નિયતથી ત્રસ્ત છે.  પ્રજાના આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાની નિતિના કારણે કોરોનાનુ આગમન થયું અને નમસ્તે ભાઉના કારણે સમગ્ર ગુજરાતમાં ફેલાયો તો લોકડાઉનથી લોકોના ધંધા રોજગાર છીનવાયા કોરેનામાં લોકોને આશા હતી કે સરકારની સારી આરોગ્ય સેવા મળશે.
Oct 9,2020, 18:09 PM IST
પહેલા રોજગારી પછી ચૂંટણી : સરકારી નોકરીમાં ભરતી માટે યુવાનોની પેટાચૂંટણી બહિષ્કારની
ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ અભિયાન શરૂ કરાયું છે. સાથે જ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે. શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી 10 લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે. સરકારે જાહેર કરેલા મહેકમ મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ યુવાનો દ્વારા કરાઈ છે. જો ચૂંટણીની તારીખ જાહેર કરી શકાતી હોય તો પરીક્ષાની તારીખોનું એલાન કેમ ન કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. વધુમાં વધુ ટ્વિટના માધ્યમથી પોતાનો અવાજ સરકારના કાન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કરાયો છે. ત્યારે વધુમાં વધુ ટ્વિટ થતા જ ટ્વિટર પર આ હેશટેગ ટ્રેન્ડિંગમાં આવી ગયું છે. અત્યાર સુધી આ હેશટેગમાં 26 હજારથી વધુ ટ્વિટ થઈ ચૂકી છે. 
Jul 16,2020, 15:42 PM IST
હાર્દિક પટેલનું મોટું નિવેદન, 2022માં ર/૩ બહુમતી સાથે કોંગ્રેસ સરકાર બનાવશે
પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે પોતાના આગામી આયોજન અંગે સીધી વાત કરી. તેમણે કહ્યું કે, મારો ટાર્ગેટ ગુજરાતના ૧૬ હજાર ગામડા ફરવાનો છે. તેમના પ્રશ્નો અને વેદનાને વાચા આપવાનો છે. કોઇ પણ વ્યક્તિની સફરની શરૂઆત સામાજિક અને રાજકીય હોય, હું એ જ કાર્યની શરૂઆત કરુ છું. જેમાં મને સફળતા મળે. આંદોલનની શરૂઆત કરી અને એમાં અમને સફળતા પણ મળી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત તેનો વિરોધ કરી રહ્યા હતા. અમારો પ્રયાસ ગુજરાતના તમામ ગામડાઓને સમૃધ્ધ કરવાનો છે. માત્ર અમદાવાદ કે ગાંધીનગર નહિ, મારે કોગ્રેસ પાર્ટીમાં આવી લોકોની સેવા કરવી હોય તો કરી શકાય.
Jul 14,2020, 12:01 PM IST

Trending news