નવા પ્રદેશ પ્રમુખની શોધમાં ભાજપ, શું પાટીદાર-સવર્ણ પ્રમુખની થિયરી રિપીટ કરશે?

ભાજપમાં સંગઠન સંરચના સાથે જ નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની પણ અટકળો શરૂ થઇ ચૂકી છે. ભાજપની શરૂઆતથી જ પક્ષ પર પાટીદારો અને સવર્ણોનું પ્રભુત્વ રહ્યું છે અને મોટાભાગનો સમય પક્ષ સવર્ણોના પક્ષ તરીકે ઓળખાયો છે, ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પણ પાટીદારોનો દબદબો જોવા મળ્યો છે. ત્યારે આ વખતે પણ પાટીદાર પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતાઓ જોવા રહી છે. ભાજપમાં હાલ તો નવા સંગઠનને લઇને કામગીરી શરૂ થઇ ચૂકી છે. હાલ બૂથ સમિતિઓની રચના થશે. ત્યાર બાદ મંડલ અને જિલ્લા પ્રમુખો અને નવેમ્બર મહિનામાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતનો કાર્યક્રમ નક્કી કરાયો છે. જોકે પ્રદેશ પ્રમુખની પસંદગી ચૂંટણીના બદલે સર્વસંમતિથી કરવામાં આવશે. જેમાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ બેસીને નિર્ણય કરશે તેવું ભાજપના નેતાઓ માની રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી હંમેશા નેતૃત્વની સહમતિથી થતી હોય છે.
નવા પ્રદેશ પ્રમુખની શોધમાં ભાજપ, શું પાટીદાર-સવર્ણ પ્રમુખની થિયરી રિપીટ કરશે?

બ્રિજેશ દોશી/અમદાવાદ :ભાજપમાં સંગઠન સંરચના સાથે જ નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની પણ અટકળો શરૂ થઇ ચૂકી છે. ભાજપની શરૂઆતથી જ પક્ષ પર પાટીદારો અને સવર્ણોનું પ્રભુત્વ રહ્યું છે અને મોટાભાગનો સમય પક્ષ સવર્ણોના પક્ષ તરીકે ઓળખાયો છે, ત્યારે પક્ષના પ્રમુખ તરીકે પણ પાટીદારોનો દબદબો જોવા મળ્યો છે. ત્યારે આ વખતે પણ પાટીદાર પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતાઓ જોવા રહી છે. ભાજપમાં હાલ તો નવા સંગઠનને લઇને કામગીરી શરૂ થઇ ચૂકી છે. હાલ બૂથ સમિતિઓની રચના થશે. ત્યાર બાદ મંડલ અને જિલ્લા પ્રમુખો અને નવેમ્બર મહિનામાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતનો કાર્યક્રમ નક્કી કરાયો છે. જોકે પ્રદેશ પ્રમુખની પસંદગી ચૂંટણીના બદલે સર્વસંમતિથી કરવામાં આવશે. જેમાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ બેસીને નિર્ણય કરશે તેવું ભાજપના નેતાઓ માની રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી હંમેશા નેતૃત્વની સહમતિથી થતી હોય છે.

અત્યાર સુધીના ભાજપના પ્રદેશ પ્રમુખો પર નજર કરીએ તો...

  • કેશુભાઇ પટેલ
  • મકરંદ દેસાઇ
  • એ. કે.પટેલ
  • શંકરસિંહ વાઘેલા
  • કાશીરામ રાણા
  • વજુભાઇ વાળા
  • રાજેન્દ્રસિંહ રાણા
  • પરષોત્તમ રૂપાલા
  • આર. સી. ફળદુ
  • વિજય રૂપાણી
  • જિતુ વાઘાણી

1980માં ભાજપની સ્થાપના થયા બાદથી લઈને અત્યાર સુધી ગુજરાતમાં 11 પ્રદેશ પ્રમુખો બન્યા હતા. જેમાં પાટીદારોનું પ્રભુત્વ સીધી રીતે જ જોવા મળ્યું. કેશુભાઇ પટેલ, એ કે પટેલ, પરષોત્તમ રૂપાલા, આર સી ફળદુ અને જીતુ વાઘાણી એમ પાંચ પાટીદાર પ્રમુખો બન્યા. 2 ઓબીસી, 1 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય અને 1 લઘુમતિ (જૈન વણિક) સમાજના પ્રમુખ બન્યા. જોકે ભાજપના નેતાઓ કહે છે કે, અમે કોઇ એક સમાજનું નહિ પણ તમામ સમાજને સાથે લઇને ચાલીએ છીએ. તેમ છતાં પ્રદેશ પ્રમુખોની યાદી પર નજર કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખોમાં પાટીદારો અને સવર્ણોનું પ્રભુત્વ જોવા મળ્યું છે. ફક્ત 2 જ ઓબીસી નેતા પ્રદેશ પ્રમુખ બની શક્યા. જો કે હજુ સુધી કોઇ એસસી/એસટી સમાજના નેતા પ્રદેશ પ્રમુખના પદ સુધી પહોંચી શક્યા નથી.

ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઇને અનેક અટકળો ચાલી રહી છે. પરંતુ જે પ્રમાણે પાર્ટીએ હજુ સુધી પ્રદેશ પ્રમુખો આપ્યા છે તે રીતે જોતા આ વખતે પણ પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર નેતા આવે તેવી શક્યતાઓ સૌથી વધુ છે. તેનું મુખ્ય કારણ છે કે, પાર્ટી હંમેશા પાટીદારોને સરકાર અથવા સંગઠનમાં પ્રભુત્વ આપતી રહી છે. સરકારના વડા જ્યારે પાટીદાર નથી, ત્યારે સંગઠનની જવાબદારી પાટીદારને અપાશે તે નિશ્ચિત છે. હવે આ પાટીદાર નેતા ઉત્તર ગુજરાતમાંથી આવશે કે સૌરાષ્ટ્રમાંથી તેના પર સૌની નજર છે.

શેર કરતા જ સોશિયલ મીડિયા પર છવાયો નોરાનો પિંક ડ્રેસ લૂક, લાગે છે દુનિયાની સુપરક્યૂટ બાર્બી

આ તમામ પ્રદેશ પ્રમુખોમાં કાશીરામ રાણા, વજુભાઇ વાળા બે વાર પ્રદેશ પ્રમુખ બન્યા હતા, તો આર.સી. ફળદુ અને રાજેન્દ્રસિંહ રાણા સતત 2 ટર્મ પ્રદેશ પ્રમુખ રહ્યા. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે જાડેજાએ આ વિશે કહ્યું કે, સર્વસંમતિથી નામ નક્કી થશે. ભાજપમાં કોઇ એક સમાજ નહિ પણ તમામ સમાજોને પ્રતિનિધિત્વ અપાય છે. 

કયા પાટીદાર નેતાઓ પર નજર

  • સૌરાષ્ટ્રમાંથી મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા અને જિતુ વાઘાણી લેઉવા સમાજનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ મોટા નેતાઓ પાર્ટી પાસે છે.
  • ઉત્તર ગુજરાતમાંથી રજની પટેલ, કે સી પટેલ પાટીદાર ચહેરા છે.
  • પ્રદેશ પ્રમુખની જવાબદારી મોટા ભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વચ્ચે વહેંચાયેલી રહી છે.

ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીને મંત્રી બનવાની ઇચ્છા હોવાના કારણે તેમના સ્થાને નવા પ્રમુખની અટકળો શરૂ થઇ છે. જોકે હજુ સુધી કેન્દ્રીય નેતૃત્વ તરફથી આ બાબતે કોઇપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પાર્ટીના હોદ્દેદારો અત્યારે તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વાત કરી રહ્યા છે, પણ સંગઠનમાં આ બાબતને લઇને તમામ લોકો રાહ જોઇ રહ્યા છે કે નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news