રાધનપુર

કલ્યાણપુરના ઠાકોર પરિવારમાં દિવાળીએ માતમ છવાયો, કારે ટક્કર મારતા 3 જુવાનજોધ દીકરાના મોત

  • અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય યુવકો કુટુંબી ભાઈઓ હતા. જેથી પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.
  • ત્રણેય યુવકોને ટક્કર મારનાર કારનો પણ બૂકડો બોલાઈ ગયો હતો 

Nov 14, 2020, 12:53 PM IST

અલ્પેશ ઠાકોરે કર્યો ખુલાસો, ભાજપના કાર્યકરોમાં ન કરાવી શક્યો સ્વિકૃતિ

ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર સાયલાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પ્રચારની શરૂઆત પહેલાં અલ્પેશ ઠાકોરે ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરતાં અનેક ખુલાસા કર્યા હતા.  

Oct 22, 2020, 02:19 PM IST
Satalpur: Agariya Special Report PT3M2S

વિશેષ અહેવાલ: મીઠ પકવવા આવતા અગરિયાઓની દાસ્તા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ કાંઠા વિસ્તારમાં ત્રણ જિલ્લાને જોડતું રણ જે સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણને જોડતું હજારો એકર જમીનમાં રણ પથરાયેલ છે. જે રણ માં વર્ષ દરમ્યાન 50થી વધુ અગરિયાઓ પોતાના પરિવાર સાથે આવે છે મીઠું પકવવા માટે ત્યારે શું છે આ મીઠું પકવવા આવતા અગરિયાઓની દાસ્તા આવો જોઈએ અમારે આ વિશેષ અહેવાલમાં....

Feb 9, 2020, 10:00 AM IST
System Run After The Report Of Zee 24 Kalak PT3M40S

Zee 24 Kalakના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું

રાધનપુર તાલુકાના સાતુંન ગામે તળાવમાં નગરપાલિકા દ્વારા છોડતા દૂષિત પાણી તેમજ જીઆઇડીસીના કેમિકલ યુક્ત પાણી સાતુંન ગામના તળાવમાં ઠાલવવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હતા. માછલીઓના મોતથી ગ્રામજનોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થવા પામી છે. ગ્રામજનો દ્વારા અનેક રજુઆત પાલીકા સહિત ઉચ્ચ કક્ષાએ કરી હોવા છતાં કોઈ પગલાં આજ દિન સુધી ભરાયા નથી તેને કારણે હાલતો ગ્રામજનો ભયના ઓથા તળે જીવી રહ્યા છે.

Feb 4, 2020, 05:50 PM IST
Dirty water Issue at Patan PT3M1S

પાટણના રાધનપુર તાલુકાના સાતુન ગામે રોગચાળો ફેલાય તેવી ભીતિ

પાટણના રાધનપુર તાલુકાના સાતુન ગામે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. સાતુન ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. રાધનપુર નગરપાલિકાની ગટરનું ગંદુ પાણી તળાવમાં આવવાને કારણે માછલીઓના મોત થયા છે. આ મોતને કારણે રોગચાળો ફેલાય એવી શક્યતા છે.

Feb 3, 2020, 01:10 PM IST
10 Foot Gaping In Narmada Canal At Patan PT3M17S

પાટણમાં નર્મદાની કેનાલમાં 10 ફૂટનું ગાબડું, પાણીના વહેણથી રસ્તો ધોવાયો

પાટણના રાધનપુરની જાવંત્રી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે. ગાબડું પડતાં રસ્તો ધોવાયો અને પાસેના ખેતરમાં પાણી ભરાયું હતું.

Jan 23, 2020, 06:00 PM IST
Narmada canal break at Radhanpur PT1M37S

નર્મદાની કેનાલમાં વધુ એક ભ્રષ્ટાચારનું ગાબડું

નર્મદાની કેનાલમાં વધુ એક ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. વિગતો પ્રમાણે રાધનપુર તાલુકાના નવા ભિલોટ ગામથી નીકળતી કેનાલમાં પાંચ ફૂટનું ગાબડું પડ્યું છે. આ ગાબડાને કારણે બેથી ત્રણ ખેતરમાં પાણી ઘૂસ્યા છે. આમ, જગતના તાત પર એક બાદ એક આફત આવી રહી છે.

Jan 5, 2020, 12:55 PM IST

પાટણ: રાધનપુરમાં ખેડૂતોએ ટ્રેન અટકાવાતા તંત્ર દોડતું થયું, પોલીસ આવતા ભાગદોડ

રાધનપુર તાલુકાના મહેમદાબાદ કોલપુર નજીક ખેડૂતોએ ફાટકના કારણે અવર જવરમાં મુશ્કેલી પડતી હોવાની રજુઆત સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 25 થી વધારે ખેડૂતો રેલના પાટા પર આડા પડીને ટ્રેન અટકાવી દીધી હતી.  ખેડૂતોએ તેમને પડતી તકલીફ અંગે અગાઉ આવેદનપત્ર પણ આપ્યું હતું. જો કે સમાધાન નહી થતા આજે અચાનક ખેડૂતોએ એકત્ર થઇને રેલ રોકો આંદોલન ચાલુ કર્યું હતું. ટ્રેનોને અટકાવાતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. જો કે પોલીસ અચાનક ઘસી આવતા દોડધામ મચી ગઇ હતી.

Jan 2, 2020, 06:28 PM IST
Extreme Drinking Water Problem In Kamalpur Village Of Radhanpur PT5M28S

મારું ગામ મારા સરપંચ: રાધનપુરના કામલપુર ગામમાં લોકોને પીવાના પાણીની ભારે સમસ્યા

પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને ત્યાર બાદ કમોસમી માવઠાથી ખેડૂતોને પાક વાવણીમાં ભારે નુકસાની સહિતના પ્રશ્નોને લઈ ખેડૂતો મુંઝાયા છે. ત્યારે ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ મારું ગામ મારા સરપંચ લઇને આજે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામની મુલાકાત લીધી હતી. જેમાં છેલ્લા ઘણા સમયથી મીઠા પાણીની અછત સર્જાવા પામી છે માટે નજીકમાં આવેલ બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તો ગ્રામજનોને પીવા માટે મીઠું પાણી સહિત પાક વાવણીમાં પણ ખેડૂતોને પાણી મળી રહે તેમ છે. ઉનાળામાં લોકોને અઠવાડિયામાં તંત્ર દ્વારા એક વાર પાણીનું ટેન્કર આપવામાં આવતું હોઇ. પાણી મેળવવા લોકોને ભારે પડાપડી કરવી પડે છે છતાં પુરતા પ્રમાણમાં પાણીના મળતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

Dec 22, 2019, 11:35 AM IST
Gamdu Jage Che Patan Radhanpur PT3M34S

ગામડું જાગે છે: પાટણના રાધનપુરમાં બેંક ધિરાણ ન આપતા ખેડૂતોમાં રોષ

ગામડું જાગે છે: પાટણના રાધનપુરમાં બેંક ધિરાણ ન આપતા ખેડૂતોમાં રોષ

Nov 20, 2019, 11:05 PM IST

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીના સામે આવ્યા હાર જીતના રસપ્રદ તારણો

ગુજરાતમા યોજાયેલી છ વિધાનસભાની ચુંટણી બંને પક્ષો માટે સમાન રહી હતી. ત્રણ બેઠક પર ભાજપાએ બાજી મારી અને ત્રણ પર કોંગ્રેસે બાજી મારી આ ચુંટણીમાં મતદારોનો બદલાયેલો મીજાજ સામે આવ્યો હતો

Nov 1, 2019, 04:27 PM IST
Alpesh Thakur thanks to Radhanpur masses after defeat, audio viral PT1M28S

હાર બાદ અલ્પેશ ઠાકોરે માન્યો રાધનપુરની જનતાનો આભાર, ઓડિયો વાયરલ

હાર બાદ અલ્પેશ ઠાકોરે માન્યો રાધનપુરની જનતાનો આભાર, ઓડિયો વાયરલ

Oct 26, 2019, 08:40 PM IST

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: કમળના કાંગરા ખર્યા, પંજાની પકડ બની મજબુત

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ બેઠકોના પરિણામ આવી ચુક્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મેચ ટાઇ રહી હતી બંન્નેને 3-3 બેઠકો મળી હતી, જો કે ભાજપનો વોટશેર ઘટ્યો હતો અને કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો થયો હતો

Oct 24, 2019, 10:16 PM IST
Radhanpur Raghu Desai Spacial talk PT9M2S

રાધનપુર વિજેતા ઉમેદવાર રઘુ દેસાઇ અને થરાદના ગુલાબસિંહ સાથે ખાસ વાતચીત

રાધનપુર વિજેતા ઉમેદવાર રઘુ દેસાઇ અને થરાદના ગુલાબસિંહ સાથે ખાસ વાતચીત

Oct 24, 2019, 08:30 PM IST

રાધનપુરે હંમેશા પક્ષપલટુઓને નકાર્યા: અલ્પેશને હરાવી ઇતિહાસ જાળવી રાખ્યો

ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીનો જંગ જામ્યો હતો જો કે હવે પરિણામો આવ્યા બાદ સ્થિતી સ્પષ્ટ થઇ ચુકી છે.

Oct 24, 2019, 06:07 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી : આખરે અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત

અમદવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભાની પેટાચૂંટણી માટે બે પાટીદારો નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. છેલ્લી ક્ષણ સુધી અમરાઈવાડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ રહ્યો હતો. મોટાભાગના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ જ આગળ રહ્યા હતા, પરંતુ અંતિમ રાઉન્ડમાં આગળ નીકળી જઈને ભાજપના જગદીશ પટેલ પેટાચૂંટણી જીત્યા હતા. 

Oct 24, 2019, 05:10 PM IST

ઊત્તર ગુજરાતમાં જીત માટે એડીચોટીનું જોર લગાવવાના ચક્કરમાં પરંપરાગત થરાદ બેઠક પણ ભાજપે ગુમાવી

ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં ત્રણ બેઠકો કોંગ્રેસને ફાળે, અને ત્રણ બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. સમગ્ર 6 બેઠકો પર નજર કરીએ તો, 6માંથી 4 બેઠકો ઉત્તર ગુજરાતની હતી. થરાદ, ખેરાલુ, બાયડ, રાધનપુર સીટ ઉત્તર ગુજરાતની હતી. માત્ર એક લુણાવાડા જ મધ્ય ગુજરાતની હતી. હાલ પરિણામોને તારવીએ તો સ્પષ્ટ દેખાય છે કે, ઉત્તર ગુજરાતમાં ભાજપને પોતાની જીતનો દાવો ભારે પડ્યો છે. રાધનપુર અને બાયડમાં આયાતી ઉમેદવાર લાવવા છતા પણ ભાજપ જીત્યું ન હતુ, ઉપરથી પરંપરાગત ગણાતી થરાદ બેઠક પણ હાથમાંથી ગઈ છે. 

Oct 24, 2019, 04:50 PM IST

ભાજપની પક્ષપલટાની અને રૂપિયાની લાલચ આપવાની નીતિને જનતાએ બ્રેક લગાવી : અમિત ચાવડા

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં જંગ માટે અતિમહત્વની એવી બાયડ અને રાધનપુર બેઠકો પર ભાજપની હાર થઈ છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા બંને ઉમેદવારો ટિકીટ ફાળવીને ભાજપે હારને આમંત્રણ આપ્યું હોય તેવો અહેસાસ હાલ ભાજપના નેતાઓને થઈ રહ્યો હશે. તો બીજી તરફ જીત બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય કોંગ્રેસ નેતાઓ અને કર્યકરો હાજર ફટકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસમાં જીતનું જશ્ન જોવા મળ્યું. ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, જે ઉમેદવારો પ્રજા-પક્ષકારો સાથે દ્રોહ કરે છે અને પક્ષ પલટો કરે છે તેઓને પ્રજાએ જાકારો આપ્યો છે.

Oct 24, 2019, 04:14 PM IST

લીલી પેનથી સહી કરવાના સપના રગદોળાયા, રાધનપુરની જનતાએ અલ્પેશ ઠાકોરને જાકારો આપ્યો

કોંગ્રેસ પક્ષ પરથી વિધાનસભાની સીટ જીતનાર અલ્પેશ ઠાકોરને ગણતરીના મહિનામાં જ રાધનપુરની જનતાએ જાકારો આપ્યો છે. 

Oct 24, 2019, 03:36 PM IST