કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોરને હાઇકમાન્ડનું તેંડુ, દિલ્હી તરફ કર્યું પ્રસ્થાન

 કોંગ્રેસમાં પક્ષ પ્રત્યે છેલ્લા કેટલાક સમયથી નારાજ દેખાઇ રહેલા કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દિલ્હી જવા માટે રવાના થયા છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે મારી વાત રજૂ કરવા માટે દિલ્હી જઇ રહ્યો છું. ગુજરાતમાં કોઇ નેતા કે પાર્ટીનો વિરોધ નથી પણ જ મુદ્દાને આધારે સમર્થન આપ્યું હોય તે પ્રમાણે મારે લોકોને ન્યાય અપાવો જરૂરી છે. 

કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોરને હાઇકમાન્ડનું તેંડુ, દિલ્હી તરફ કર્યું પ્રસ્થાન

ગૌરવ પટેલ/અમદાવાદ: કોંગ્રેસમાં પક્ષ પ્રત્યે છેલ્લા કેટલાક સમયથી નારાજ દેખાઇ રહેલા કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દિલ્હી જવા માટે રવાના થયા છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે મારી વાત રજૂ કરવા માટે દિલ્હી જઇ રહ્યો છું. ગુજરાતમાં કોઇ નેતા કે પાર્ટીનો વિરોધ નથી પણ જ મુદ્દાને આધારે સમર્થન આપ્યું હોય તે પ્રમાણે મારે લોકોને ન્યાય અપાવો જરૂરી છે. 

મારા લોકોને સન્માન નથી મળી રહ્યું અને મારા હાથ કાપવામાં આવી રહ્યા છે. રાજનીતી કરીને ગુજરાતમાં મારા હાથ તોડવામાં આવી રહ્યા છે. સમાજને મારે પૂરતો ન્યાય આપવો પડે છે. અને દિલ્હીથી હાઇકમાન્ડ દ્વારા મને બોલાવતા હુ ચર્ચા કરવા માટે જઇ રહ્યો છું. મહત્વનું છે, કે તેની સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય પણ તેમની સાથે દિલ્હી જવા નિકળી ગયા છે.

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા, નીતિન પટેલે કર્યું સ્વાગત, રેશ્માએ કહ્યું બીજા 5 તૈયાર

ગુજરાત કોંગ્રેસ વર્ષોથી ચાલી આવતા જૂથવાદને કારણે બદનામ છે, આ વખતે યુવા નેતા અલ્પેશ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે. ન્યૂઝ18 સાથે વાતચિતમાં અલ્પેશ ઠાકોરે મનની વાત કરી હતી. અલ્પેશે કહ્યું કે મને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો છે. પાર્ટીના નેતાઓ મારા હાથ તોડવામાં લાગ્યા છે. હું દિલ્હી જાવ છું અને અહમદ પટેલ અને રાજીવ સાતવને મળીને સમગ્ર હકિકત જણાવીશ. પત્રકારે જ્યારે અલ્પેશને પુછ્યું કે શું તમે અન્ય પાર્ટીમાં જોડાઇ જશો, તો જવાબમાં અલ્પેશે કહ્યું કે હાલ રાહ જોવી ઉચિત છે.

નીતિન પટેલે કહ્યું તમામ લોકો માટે દરવાજા ખુલ્લા
અત્રે ઉલ્લે્ખનીય છે કે, આ અંગે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ભાજપનાં દરવાજા દરેક વ્યક્તિ માટે ખુલ્લા છે. ભાજપ એ નિર્મળ વહેતી ગંગા છે. તેમાં કોઇ પણ પણ જોડાઇ શકે છે. કોંગ્રેસનો પહેલાથી જ ઇતિહાસ રહ્યો છે કે તે ચોક્કસ લોકો અને ચોક્કસ પરિવાર સાથે જ ન્યાય કરી શકે છે અન્યો સાતે હંમેશા અન્યાય જ થાય છે. માટે જો અલ્પેશ ભાજપમાં જોડવા ઇચ્છે તો તેનું સ્વાગત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news