આજથી કોંગ્રેસની 2 દિવસીય તાલીમ શિબિરનો પ્રારંભ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર

આ ઉપરાંત લોકસભાની ચૂંટણીની ધ્યાને રાખી જનમિત્રો દ્વારા મતદાર યાદીમાં સુધારણા અંગેની સમજ પણ આપવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આ વખતે મતદારો સુધી પહોંચવા માટે પેજ મીત્ર અને શક્તિ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આજથી કોંગ્રેસની 2 દિવસીય તાલીમ શિબિરનો પ્રારંભ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર

વડોદરા: આવનારી 2019ની ચૂંટણીને લઈને મોટાભાગના રાજકિય પક્ષોની ગતિવિધિઓ વધી છે ત્યારે વડોદરા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા બે દિવસીય તાલીમ શિબિરની આજે શરૂઆત કરવામાં આવી છે. આ તાલીમ શબિરમાં વડોદરા કોંગેસ સમિતિના જનમિત્રો સહિત શહેર કોંગ્રેસના હોદેદારો તેમજ યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં વિશેષ અતિથિ તરીકે હાજર બીશ્વ રંજન મોહન્તિએ કાર્યકરો અને જનમિત્રોને માર્ગદર્શન આપ્યું હતું.

આગામી લોકસભા 2019 ની ચૂંટણી ને લઈને દેશના મોટાભાગના રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારોમાં કોંગ્રેસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા ખાતે હરણી વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ ખાતે શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે બે દિવસીય વિશેષ કાર્ય શિબિર યોજાઈ છે. આ શિબિરમાં કોંગેસ દ્વારા જે જનમિત્રો બનાવવામાં આવ્યા છે તેમની ભૂમિકા અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે સાથે સાથે સરકારી લાભો આમ જનતા કેવી રીતે મેળવી શકે તે અંગેની માહિતી જનમિત્રોને આપવામાં આવશે.

આ ઉપરાંત લોકસભાની ચૂંટણીની ધ્યાને રાખી જનમિત્રો દ્વારા મતદાર યાદીમાં સુધારણા અંગેની સમજ પણ આપવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આ વખતે મતદારો સુધી પહોંચવા માટે પેજ મીત્ર અને શક્તિ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના થકી કોંગ્રેસ વધુ લોકો સુધી પોતાની વાત લઈ જઈ શકે અને મતદારોને કોંગ્રેસ તરફ આકર્ષી શકે તેવા પ્રયાસ કરવામાં આવશે. 

મધ્ય ગુજરાત પ્રભારી બીશ્વ રંજન મોહન્તિએ જણાવ્યું હતું કે આ તાલીમ શિબિરમાં ભાગ લીધા બાદ જનમિત્રો ઘરે ઘરે જઈને કોંગ્રેસ ના જનમિત્રો સાચા અર્થમાં પ્રજાના મિત્ર બનશે. કેન્દ્ર સરકારની યોજનાઓની ખામીઓ વિશે જનમિત્ર સ્વયં અભ્યાસ કરશે અને પ્રજાની સાથે રહીને સ્થાનિક વ્યક્તિઓને મદદરૂપ બનશે. જન મિત્રો આવનારા સમયમાં તેના વિસ્તરમાં યોજાનારા જાહેર સમારંભો, ધાર્મિક કાર્યક્રમો, શાળાના કાર્યક્રમો,ઉત્સવોમાં હાજર રહીને તે આયોજનમાં સહભાગી થશે. મોહન્તિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ તાલીમ શિબિરને કારણે કોંગ્રેસ કાર્યકરો અને જનમિત્રોના ઉત્સાહ માં વધારો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news