ગેનીબેન ઠાકોરે નિભાવ્યું વચન, માતા વગરની દીકરીના ધામધૂમથી લગ્ન કરાવીને કન્યાદાન કર્યું

વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોરોનાકાળમાં મૃત્યુ પામેલ માતાની દીકરીને દત્તક લઈ તેના આજે ધામધૂમથી લગ્ન કરાવી તેનું કન્યાદાન કર્યું હતું. ભારે ઠાઠમાઠથી તેમણે પ્રસંગ યોજીને દીકરીને વળાવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત અનેક કોંગ્રેસના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને દીકરીને આર્શીવાદ આપ્યા હતા. 

ગેનીબેન ઠાકોરે નિભાવ્યું વચન, માતા વગરની દીકરીના ધામધૂમથી લગ્ન કરાવીને કન્યાદાન કર્યું

અલકેશ રાવ/બનાસકાંઠા :વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કોરોનાકાળમાં મૃત્યુ પામેલ માતાની દીકરીને દત્તક લઈ તેના આજે ધામધૂમથી લગ્ન કરાવી તેનું કન્યાદાન કર્યું હતું. ભારે ઠાઠમાઠથી તેમણે પ્રસંગ યોજીને દીકરીને વળાવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત અનેક કોંગ્રેસના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને દીકરીને આર્શીવાદ આપ્યા હતા. 

કોરોના કાળમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક સંતાનોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા, તો કેટલાય પરિવાર વિખેરાઈ ગયા હતા. ત્યારે કોરોના સમયે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હોસ્પિટલમાં દાખલ લોકોના ખબર અંતર પૂછવા વાવ રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યારે ત્યાં ભાભરના ઉચોસણ ગામના કોરોનાગ્રસ્ત હંસાબેન ઠાકોર ત્યાં દાખલ હતા અને તેમને ગેનીબેન ઠાકોરને કહ્યું હતું કે, મારી દીકરીના લગ્ન કરાવવાની મારી ઈચ્છા છે, પણ કદાચ હું જીવી શકું તેમ નથી. ત્યારે ગેનીબેન ઠાકોરે તેમને વચન આપ્યું હતું કે, હું તમારી દીકરીના લગ્ન ધામધૂમથી કરાવીશ. આ વચન લઈને હંસાબેન ઠાકોરનું નિધન થયુ હતું. 

માતાનું અવસાન થતા ગેનીબેન ઠાકોરે તેમની દીકરી સંગીતા ઠાકોરને દત્તક લીધી હતી. જ્યારે હવે કોરોના કાળ લગભગ પૂરો થઈ ગયો છે, ત્યારે સંગીતા ઠાકોરના આજે ગેનીબેન ઠાકોરે ઉચોસણ ગામે ધામધૂમથી લગ્ન કર્યા હતા અને તેનું કન્યાદાન કર્યું હતું.

આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત અનેક કોંગ્રેસના ધારાસભ્યો સહિત લોકો દત્તક દીકરી સંગીતા ઠાકોરને આશીર્વાદ આપવા આવી પહોંચ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ ગેનીબેનના કાર્યને બિરદાવ્યું હતું. દીકરીના કન્યાદાન કરાવીને ગેનીબેન ઠાકોરે કહ્યુ કે, મેં દીકરીને દત્તક લીધી હતી અને આજે તેના લગ્ન કરાવ્યા છે. તો જગદીશ ઠાકોરે કહ્યુ કે, ગેનીબેને દત્તક લીધેલ દીકરીના આજે લગ્ન કરાવીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભાજપ માત્ર તાયફા કરે છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news