કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષના પદને લઈ વિવાદ, નવ નિયુક્ત અધ્યક્ષે કહ્યું- બાવળીયાએ સમાજને તોડવાનું કામ કર્યું

અખિલ ભારતીય કોળી સમાજના (All India Koli Samaj) રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી કુંવરજી બાવળીયાએ (Kunwarji Bavaliya) મુક્ત થવાનો નિર્ણય કર્યો છે. તેઓએ વીડિયો બનાવી આ અંગેની જાહેરાત કરી હતી

કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષના પદને લઈ વિવાદ, નવ નિયુક્ત અધ્યક્ષે કહ્યું- બાવળીયાએ સમાજને તોડવાનું કામ કર્યું

હિતલ પારેખ/ ગાંધીનગર: અખિલ ભારતીય કોળી સમાજના (All India Koli Samaj) રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી કુંવરજી બાવળીયાએ (Kunwarji Bavaliya) મુક્ત થવાનો નિર્ણય કર્યો છે. તેઓએ વીડિયો બનાવી આ અંગેની જાહેરાત કરી હતી. ત્યારે હવે કોળી સમાજના (Koli Samaj) રાષ્ટ્રીય અધ્યક્ષના પદને લઇને વિવાદ શરૂ થઈ ગયો છે. જો કે, નવ નિયુક્ત અધ્યક્ષે કહ્યું કે, કુંવરજી બાવળીયાએ સમાજને તોડવાનું કામ કર્યું છે. તેમની પ્રવૃતિ સંગઠન વિરોધી હતી.

કુંવરજી બાવળીયા (Kunwarji Bavaliya) કહે છે કે, સમય આપી નહોતો શકતો એટલે કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ (National President post) મુક્તિ લીધી છે. ત્યારે કોળી સમાજના (Koli Samaj) નવ નિયુક્ત અધ્યક્ષ અજીત પટેલે (Ajit Patel) દાવો કર્યો છે કે, કુંવરજી મંત્રી બનવા જ ભાજપમાં જોડાયા હતા. કુંવરજી બાવળીયાએ સમાજને તોડવાનું કામ કર્યું છે. તેમની પ્રવૃતિ સંગઠન વિરોધી હતી. મંત્રી બનીને પોતાના લાભ માટે જ કામ કર્યું છે. કુંવરજી બાવળીયાએ સમાજના ભાગલા પાડ્યા છે. સમાજના બંધારણ વિરૂદ્ધ બાવળીયાએ કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી 2017 માં દેશના જુદા જુદા 17 રાજ્યના પ્રતિનિધિ તરફથી સર્વસંમતીથી સોપી હતી. 2020 માં મારા કાર્યકાળના 3 વર્ષ પુર્ણ થતા આ સમય દરમિયાન કોરોનાને કારણે આ સમય દરમિયાન કોરોનાની સ્થિતીને ધ્યાને લઇને 1 વર્ષ બાદ માટે મને વિશેષ એક્સટેન્શન દ્વારા જવાબદારી સોંપાઇ હતી. જો કે સરકારમાં કેબિનેટ મંત્રી કરી જવાબદારી ઉપરાંત પાણી પુરવઠ્ઠા, પશુપાલન અને ગામગૌ નિર્માણ વિભાગની જવાબાદારી પણ મારા પર હોવાથી કામનું ભારણ વધારે રહે છે.

સ્થાનિક લોકસેવાના પ્રશ્નો, અલગ અલગ સંસ્થામાં જોડાયેલો હોવાના કારણે વ્યસ્ત રહુ છું. રાષ્ટ્રીય સંગઠનમાં જેટલું કામ થવું જોઇએ તેમાં હું પહોંચી નહોતો વળતો. જેના કારણે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી માંથી હું મુક્ત થઇ રહ્યો છું. આ જવાબદારી કોઇ અન્ય યોગ્ય વ્યક્તિને મળે અને મને મુક્ત કરવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news