પાટણ પાલિકા વિવાદ: ઉપ પ્રમુખે ઉચ્ચારી આંદોલનની ચીમકી, કહ્યું- પ્રમુખ નશામાં ભાન ભૂલ્યા

પાટણ પાલિકા પરિસર ખાતે નવીન ભવનનું ઉદ્ઘાટન પૂર્વે પાલિકાના ઉપ પ્રમુખે બાંધ કામ મામલે ગેરરીતીની રજુઆત પાલિકા ચીફ ઓફિસરને કરી હતી. ત્યારબાદ હવે નવીન ભવનમાં લગાવવામાં આવેલ તકતીમાં નામ માટે હવે વિવાદ ઉભો થવા પામ્યો છે

પાટણ પાલિકા વિવાદ: ઉપ પ્રમુખે ઉચ્ચારી આંદોલનની ચીમકી, કહ્યું- પ્રમુખ નશામાં ભાન ભૂલ્યા

પ્રેમલ ત્રિવેદી/ પાટણ: પાટણ પાલિકા પરિસર ખાતે નવીન ભવનનું ઉદ્ઘાટન પૂર્વે પાલિકાના ઉપ પ્રમુખે બાંધ કામ મામલે ગેરરીતીની રજુઆત પાલિકા ચીફ ઓફિસરને કરી હતી. ત્યારબાદ હવે નવીન ભવનમાં લગાવવામાં આવેલ તકતીમાં નામ માટે હવે વિવાદ ઉભો થવા પામ્યો છે. જેમાં પાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખ સામ સામે આવી જતા આક્ષેપ, પ્રતિ આક્ષેપોને લઈ હવે મામલો ગરમાવા પામ્યો છે.

પાટણ પાલિકા પરીસર ખાતે નવીન બનાવવામાં આવેલ ભવનમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા તકતી મુકવામાં આવી જેમાં પાલિકા પ્રમુખ અને સત્તાધારી પક્ષના નેતા તરીકે તેમના ભાઈનું નામ લખવામાં આવ્યું પણ પાલિકા ઉપ પ્રમુખનું નામ લખવામાં ન આવતા ભારે વિવાદ સર્જવા પામ્યો છે. અને તેનો વિરોધ ઉઠાવી પાલિકા ઉપ પ્રમુખ લાલેશ ઠક્કરે પત્રકાર પરિસદ યોજી હતી.

જેમાં પાટણ નગર પાલિકાના નવા ભવનમાં તકતીમાં પ્રોટોકોલ મુજબ ઉપ પ્રમુખનું નામ હોવું જોઈએ પણ નામ ન લખી પ્રોટોકોલનો પ્રમુખે ભંગ કર્યો છે. પ્રમુખ પર ગંભીર આક્ષેપો કરતા ઉપ પ્રમુખે જણાવ્યું હતું કે, પ્રમુખ નશામાં ભાન ભૂલ્યા છે અને આગામી સોમવાર સુધીમાં પ્રોટોકોલ મુજબ તકતી નહિ બદલાય તો શહેરના પ્રબુદ્ધ નાગરિકોને સાથે રાખી પાલિકા પરિસર ખાતે મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પાલિકા ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ સત્તાને લઈ ભાન ભૂલ્યા છે અને નશામાં થોડા સમય અગાઉ પાલિકાના ચીફ ઓફિસર સાથે જાહેર માર્ગ પર અસભ્ય વર્તન કર્યું હતું તે કેટલું યોગ્ય છે. ત્યારે આ મામલે ભાજપના આગેવાનોએ અટકાવવા જોઈએ અને આ બધું સહન ન થતા પ્રજા સમક્ષ સાચી વાત લઈને આવવું પડ્યું.

પાટણ પાલિકાના ઉપ પ્રમુખ દ્વારા પ્રમુખ પર ગંભીર આક્ષેપો કરવામાં આવતા આજે પ્રમુખ મહેન્દ્ર પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને પ્રમુખે જણાવ્યું હતું કે જેને પીળીયો થયો હોય તેને બધું પીળું દેખાય. ઉપ પ્રમુખને કયા પ્રકારનો નશો હોય તે મને ખબર નથી પણ મારા પર આક્ષેપો કરી મારી પ્રતિષ્ઠાને જે હાની પહોંચાડી છે જે મામલે હું બદનક્ષીની ફરિયાદ અને દાવો પણ કરવાનો છું અને ઉપ પ્રમુખ જે પ્રોટોકોલની વાત કરે છે તે પાલિકામાં રજુ કરે તેમ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news