ચોમાસાનું આજથી વિધિવત્ત આગમન, આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી

નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે થયેલા વરસાદમાં રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાવણી પણ ચાલુ થઇ ચુકી છે. જો કે હજી સુધી વિધિવત્ત રીતે ચોમાસાનું આગમન થયું નથી.  રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાનું આજથી વિધિવત્ત આગમન, આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી

રાજકોટ : નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે થયેલા વરસાદમાં રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાવણી પણ ચાલુ થઇ ચુકી છે. જો કે હજી સુધી વિધિવત્ત રીતે ચોમાસાનું આગમન થયું નથી.  રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જેના પગલે હાલ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યા છે.રાજ્યમાં કાલથી નવસારી, વલસાડ, દમણ, દાદરાગર હવેલી, ભાવનગર, અમરેલી, વડોદરા, અમદાવાદ, નર્મદા, ગાંધીનગર અને ભરૂચ સહિતનાં જિલ્લાઓમાં વરસાદ થયો હતો. 

આગામી 3 દિવસોમાં હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળના ચોમાસાના આગમન બાદ મુંબઇનાં વરસાદ અંગે રાજ્યનાં ચોમાસાનો મદાર જોવા મળે છે. ગઇકાલે રાજ્યના મહેસાણા જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેર સહીતના મહાનગરોમાં પણ હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news