અમદાવાદ: સિવિલનાં કોવિડ સેન્ટરમાંથી રજા અપાયા બાદ યુવાન ગુમ થયો !

કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ 19 હોસ્પિટલનાં દર્દીને રજા આપવામાં આવ્યા બાદ ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ છે. 27 મેના રોજ રજા આપવામાં આવ્યા બાદ અજયસિંહ દશરથસિંહ રાજપુત ગુમ થઇ ગયા હતા. જેના પગલે શાહીબાગ પોલીસ સ્ટેશન ટ્રોમા પોલીસ ચોકીને આ અંગે જાણ કરવામાં આવી છે. જેના પગલે પોલીસ દ્વારા હાલ પ્રાથમિક રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ: સિવિલનાં કોવિડ સેન્ટરમાંથી રજા અપાયા બાદ યુવાન ગુમ થયો !

અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ 19 હોસ્પિટલનાં દર્દીને રજા આપવામાં આવ્યા બાદ ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ છે. 27 મેના રોજ રજા આપવામાં આવ્યા બાદ અજયસિંહ દશરથસિંહ રાજપુત ગુમ થઇ ગયા હતા. જેના પગલે શાહીબાગ પોલીસ સ્ટેશન ટ્રોમા પોલીસ ચોકીને આ અંગે જાણ કરવામાં આવી છે. જેના પગલે પોલીસ દ્વારા હાલ પ્રાથમિક રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

કોવિડ 19 હોસ્પિટલમાં એક વ્યક્તિને દાખલ કરવામાં આવ્યો હતો હતો. જો કે તેના બીજા દિવસે 27 મેનાં દિવસે રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા આ અંગે યુવાનનાં સગાસંબંધીઓને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ મુદ્દે તપાસ કરતા પરિવારજનોને થઇ હતી. 11 જૂને ખબર પડતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જો કે હજી સુધી આ અંગે યુવાનોનો કોઇ અતોપતો નથી. 

હાલ તો શાહીબાગ પોલીસ દ્વારા આ મુદ્દે કોઇ વિધિવત્ત ફરિયાદ દાખલ કરવામાં આવી નથી પરંતુ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પણ 15 દિવસ માટે દર્દીને પોતાનાં ઘરે ક્વોરન્ટાઇન રહેવાનું હોય છે. જો કે હાલ તો તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news