નેપાળી સંસદે વિવાદિત નક્શાને આપી મંજૂરી, બંધારણ સંશોધન બિલ પાસ

નેપાળ કેબિનેટની બેઠકમાં ભૂમિ સંસોધન મંત્રાલયે નેપાળના આ સંશોધિત નક્શાને જારી કર્યો હતો. બેઠકમાં હાજર કેબિનેટ સભ્યોએ તેનું સમર્થન કર્યું હતું. 
 

નેપાળી સંસદે વિવાદિત નક્શાને આપી મંજૂરી, બંધારણ સંશોધન બિલ પાસ

કાઠમંડુઃ નેપાળની સંસદમાં વિવાદિત નક્શામાં સંશોધનનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. નવા નક્શામાં ભારતના ત્રણ ભાગ કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને સામેલ કરવામાં આવ્યા છે. 275 સભ્યો વાળી નેપાળી સંસદમાં આ વિવાદિત બિલના સમર્થનમાં 258 મત પડ્યા છે. 

મહત્વનું છે કે ભારત અને નેપાળમાં સરહદ વિવાદને કારણે સંબંધ તણાવપૂર્ણ ચાલી રહ્યો છે. 8 મેએ રક્ષા મંત્રી રાજનાથ સિંહે લિપુલેખથી ધારાચૂલા સુધી બનાવેલા માર્ગનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ નેપાળે લિપુલેખને પોતાનો ભાગ ગણાવતા વિરોધ કર્યો હતો. 18 મેએ નેપાળનો નવો નક્શો જારી કરવામાં આવ્યો હતો. તેમાં ભારતના ત્રણ વિસ્તાર લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીને પોતાનો ભાગ દર્શાવ્યો હતો. 

નેપાળ કેબિનેટની બેઠકમાં ભૂમિ સંસોધન મંત્રાલયે નેપાળના આ સંશોધિત નક્શાને જારી કર્યો હતો. બેઠકમાં હાજર કેબિનેટ સભ્યોએ તેનું સમર્થન કર્યું હતું. 

— ANI (@ANI) June 13, 2020

18 મેએ જારી થયો હતો નક્શો
નેપાળે 18 મેએ એક નવો નક્શો જારી કર્યો, જેમાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતાનો ભાગ દર્શાવ્યો હતો. આ પગલાથી ભારત અને નેપાળની દોસ્તીમાં વિખવાદ શરૂ થઈ ગયો હતો. ભારતે સતત તેનો વિરોધ કર્યો પરંતુ નેપાળ આ પગલા પર ચોંટી ગયું છે. 

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભારત પર ગેરકાયદેસર કબજાનો આરોપ લગાવ્યો હતો. સાથે દાવો કર્યો હતો કે તે પોતાની જમીન પરત લઈને રહેશે. 11 જૂને નેપાળની કેબિનેટે 9 લોકોની એક કમિટીની રચના કરી છે. જે જમીન પર નેપાળ આટલા દિવસથી દાવો કરી રહ્યું છે અને ભારતની સાથે વિવાદ કરી રહ્યું છે. તે જમીન પર પોતાના અધિકારનું નેપાળ પાસે કોઈ પ્રમાણ નથી. 

સાંસદે કર્યો હતો વિરોધ
આ બિલની વિરુદ્ધ નેપાળમાં જનતા સમાજવાદી પાર્ટીના સંસદ સરિતા ગિરીએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે સંશોધન બિલ પરત લેવા અને જૂના નક્શાને જારી રાખવાની માગ કરી હતી. 

સરિતા ગિરીએ પહેલાના નક્શાને જાળવી રાખવા માટે બિલમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને સ્પીકર અગ્નિ પ્રસાદ સપકોટાએ અનુચ્છેદ 112 હેઠળ સંશોધનનો અસ્વીકાર કર્યો હતો. અનુચ્છેડ 112 સ્પીકરને સંશોધનને અસ્વીકાર કરવાની શક્તિ આપે છે. બાદમાં સાંસદ સરિતા ગિરીના ઘર પર હુમલો થયો હતો. તેમના ઘર પર કાળા ઝંડા લગાવીને દેશ છોડવાની ચેતવણી આપવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news