ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી: સુરત અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ સામે આવ્યા, સુરત- રાજકોટમાં કલમ 144 લાગૂ

ભારતમાં પણ કોરોનાના પીડિતોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી દેશમાં 180 લોકો કોરોનાના પોઝિટિવ જોવા મળ્યા છે. દેશમાં કોરોનાને કારણે કુલ 4 લોકોના મોત પણ થયા છે. ત્યારે ગુજરાતમાં બે કેસ પોઝિટિવ મળી આવ્યા છે. રાજકોટમાં યુએઈથી આવેલા પુરુષમાં કોરોનાના શંકાસ્પદ લક્ષ્ણો જોવા મળ્યા હતા. 

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી: સુરત અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ સામે આવ્યા, સુરત- રાજકોટમાં કલમ 144 લાગૂ

રક્ષિત પંડ્યા, રાજકોટ, તેજશ મોદી, સુરત : ભારતમાં પણ કોરોનાના પીડિતોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી દેશમાં 180 લોકો કોરોનાના પોઝિટિવ જોવા મળ્યા છે. દેશમાં કોરોનાને કારણે કુલ 4 લોકોના મોત પણ થયા છે. ત્યારે ગુજરાતમાં બે કેસ પોઝિટિવ મળી આવ્યા છે. રાજકોટમાં યુએઈથી આવેલા પુરુષમાં કોરોનાના શંકાસ્પદ લક્ષ્ણો જોવા મળ્યા હતા. જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. આ કેસ મામલે ગાંધીનગરમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કારણ કે આ કેસ ગુજરાતનો પ્રથમ કોરોના વાયરસનો કેસ બની શકે તેવી શંકા છે. 

— GujHFWDept (@GujHFWDept) March 19, 2020

ત્યારે ગુજરાતના સુરત અને રાજકોટમાં કોરોના વાયરસના બે કેસ પોઝિટીવ મળી આવ્યા છે. રાજ્યમાં 2 કેસ પોઝિટીવ નોધાયા છે. ગુજરાત સરકારે ટ્વીટ કર્યું છે કે રાજકોટ અને સુરતમાં 2 કેસ પોઝિટીવ મળ્યા છે. ગુજરાત અત્યારસુધી બાકાત હતું. આજે 2 પોઝિટીવ કેસ મળતાં જ હડકંપ મચી ગયો છે. સુરતમાં કોરોનાના પોઝીટીવ કેસના પગલે કલમ 144 લાગૂ કરી દેવાઇ છે. તો બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ચાર કરતા વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત સભા, સરઘસ કે રેલી કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધીના સમય માટે જાહેરનાનું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા ભંગ કરનાર સામે IPC કલમ 188 તથા GP એક્ટ કલમ 135 મુજબ કરવામાં કાર્યવાહી આવશે. 

ત્યારે ગુજરાતના સુરત અને રાજકોટમાં કોરોના વાયરસના બે કેસ પોઝિટીવ મળી આવ્યા છે. સુરતમાં 21 વર્ષની યુવતીનો કોરોના પોઝિટિવ આવ્યો છે, આ યુવતિ લંડનથી પરત ફરી હતી. યુવતીના પરિવારજનોને પણ કવોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજકોટના જંગલેશ્વરના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ 35 વર્ષનો યુવક સાઉદી અરેબિયાથી પરત આવ્યો હતો. યુવકના પરિવારના 15 લોકોને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે યુવકના પરિવારના ત્રણ સભ્યોને પણ કોરોનાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

કોરાનાના લીધે ભારતમાં 4 વ્યક્તિઓના મોત, પંજાબમાં એક વૃદ્ધે ગુમાવ્યો જીવ
પંજાબમાં કોરોના વાયરસને કારણે પ્રથમ મોતના મામલો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જર્મનીથી સમીપવર્તી પોતાના ગામ પઠલાવા પરત ફરેલા 70 વર્ષીય વૃદ્ધ વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે. ગામ પઠવાલા નિવાસી વ્યક્તિ જર્મનીથી ઇટાલીમાં 2 કલાકના રોકાણ બાદ પોતાના ગામ પઠવાલા પહોંચ્યા હતા. 

તેમને અચાનક છાતીમાં દુખાવો તથા પરસેવાને કારણે પરિવારજનોએ સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું છે. તેમના બ્લડના સેમ્પલ લીધા બાદ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

કોરોનાની શંકા ગોવા પર મૃતકના પરિવારજનોને કોરોનાથી બચાવની જાણકારી આપ્યા બાદ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે સોંપી દીધો છે. કોરોનાથી વૃદ્ધનું મોત થયા બાદ ગામ પઠલાવાને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. તેના કારણે ગામમાં કોઈ અવર-જવર કરી શકશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news