ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણી પર પણ જોવા મળશે કોરોનાની અસર

કોરોનાની અસર રાજ્યસભા ચૂંટણી પર જોવા મળશે. કોરોનાના પોઝિટિવ આવેલા ધારાસભ્યો અને હોમ કોરોન્ટાઈન થયેલા ધારાસભ્યોને અલગ ચોક્કસ સમયે રાજ્યસભામાં મતદાન કરવા સમય ફાળવવામાં આવી શકે છે. આ સાથે જ્યારે મતદાન કરવા આવશે ત્યારે પીપીઈ કીટ પહેરીને મતદાન કરવા દેવામાં આવશે.
ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણી પર પણ જોવા મળશે કોરોનાની અસર

હિતલ પારેખ, ગાંધીનગર: કોરોનાની અસર રાજ્યસભા ચૂંટણી પર જોવા મળશે. કોરોનાના પોઝિટિવ આવેલા ધારાસભ્યો અને હોમ કોરોન્ટાઈન થયેલા ધારાસભ્યોને અલગ ચોક્કસ સમયે રાજ્યસભામાં મતદાન કરવા સમય ફાળવવામાં આવી શકે છે. આ સાથે જ્યારે મતદાન કરવા આવશે ત્યારે પીપીઈ કીટ પહેરીને મતદાન કરવા દેવામાં આવશે.

રાજ્યસભાની ચૂંટણીના મામલે કોરોના મહામારીને લઇ તકેદારીના પગલા લેવાશે. વિધાનસભા પ્રવેશ પહેલા મેડિકલ ટીમ પતપાસ કરશે. મેડિકલ ટીમ દ્વારા ધારાસભ્યોની થર્મલ ગનથી તપાસ થશે. ત્યારબાદ સભ્યોને સેનિટાઈઝર આપવામાં આવશે. સભ્યો પાસે માસ્ક નહી હોય તો તેમને માસ્ક પર આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણીના આગળના દિવસે અને ચૂંટણી પહેલા બે વાર મતદાન સ્થળનું સેનિટાઈઝેશન કરવામાં આવશે.

સેનિટાઇઝેશન અને મેડિકલ તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ તહેનાત રહેશે. રાજ્યસભા ચૂંટણી મામલે કેન્દ્રીય ચૂંટણી પંચ સાથે ગુજરાત ચુંટણી આયોગની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે રાજ્યસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં સ્પેશિયલ ઓબસર્વર ઉપસ્થિત રહેશે. દિલ્હીથી આવતીકાલે સ્પેશિયલ ઓબસર્વર ગુજરાત આવશે.

રાજ્યસભા ચૂંટણીને લઇન ગુજરાતમાં મતદાનથી મતગણતરીની પ્રક્રિયા પૂણ થાય ત્યાં સુધી સ્પેશિયલ ઓબસર્વર ઉપસ્થિત રહેશે. હાલ મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી કૃષ્ણન ઓબસર્વર સાથે અન્ય એક સ્પેશિયલ ઓબસર્વર અધિકારી ઉપસ્થિત રહેશે. સમગ્ર મતદાન પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પ્રથમવાર વીડિયોગ્રાફી સાથે સીસીટીવી કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવશે. પ્રથમવાર વેબકાસ્ટિંગ દ્વારા દિલ્હીથી પણ અધિકારીઓ નજર રાખશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news