ગુજરાતમાં ફરી ગ્રીષ્માકાંડ થતા રહી ગયો, સગા માસીના દીકરાએ એકતરફી પ્રેમમાં બહેનને ચાકુના 18 ઘા માર્યા

Junagadh News : કેશોદમાં એકતરફી પ્રેમમાં સગી માસીના દીકરાએ યુવતી પર હુમલો કર્યો... સાસણથી કેશોદ આવી યુવતી પર 18 જેટલા ઘા માર્યા.... યુવતીને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલ ખસેડાઈ...
 

ગુજરાતમાં ફરી ગ્રીષ્માકાંડ થતા રહી ગયો, સગા માસીના દીકરાએ એકતરફી પ્રેમમાં બહેનને ચાકુના 18 ઘા માર્યા

The young man cut the girl throat : જૂનાગઢના કેશોદમાં એકતરફી પ્રેમમાં યુવતી પર જીવલેણ હુમલો કર્યો છે. યુવકે જે યુવતી પર હુમલો કર્યો, તે બીજી કોઈ નહિ પણ સગી માસીની દીકરી હતી. માસીના દીકરા પર પ્રેમનું એવુ ઝુનુન સવાર થઈ ગયુ હતું કે, તેણે સગી માસીના દીકરાએ તીક્ષ્ણ હથિયારના 18 જેટલા ઘા માર્યા હતા. પિતરાઈ ભાઈએ સાસણથી કેશોદ આવીને યુવતી પર હુમલો કર્યો હતો. તેને લગ્ન માટે બોલાચાલી કરી યુવતી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેથી યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં યુવતીને કેશોદ હોસ્પિટલ ખસેડાઈ હતી, બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હુમલાને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.   

કેશોદ માં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા છે. હુમલો કરનાર બીજો કોઈ નહિ, પણ સગા માસીનો દીકરો જ નીકળ્યો હતો. જેણે યુવતી પર 18 જેટલા તીક્ષણ હથિયારના ઘા માર્યા હતા. સાસણનો કિશનગિરી સગી માસીના દીકરીના એક તરફી પ્રેમમાં પાગલ હતી. તેથી સાસણથી કેશોદ આવી યુવતીના ધરે જ છરીના ઘા માર્યા હતા. તેણે પહેલા લગ્ન માટે બોલાચાલી કરી હતી, બાદમાં યુવતી પર હુમલો કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news