અત્યાર સુધી તમે ગ્રાઉન્ડમાં કરી હશે ક્રિકેટ પ્રક્ટિસ, હવે કરી શકો છો છત પર
વડોદરાએ ભારત દેશને અનેક મોટા ક્રિકેટરો આપ્યા છે. હાલમાં પણ ભારતીય ક્રિકેટ ટીમમાં પંડયા બંધુઓ રમી રહ્યા છે. આ તમામ ક્રિકેટરો વડોદરામાં જ વિવિધ ક્રિકેટ એકેડમીઓ ક્રિકેટ શીખી ભારતીય ટીમ સુધી પહોચ્યા છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરામાં અનેક ક્રિકેટ એકેડમીઓ આવેલી છે. જે તમામ ક્રિકેટ એકેડમીઓ ખુલ્લા મેદાનમાં છે પરંતુ શું તમે કોઈ દિવસ છત પર ક્રિકેટ એકેડમી હોવાનું સાંભળ્યું છે ખરૂ. ગુજરાતમાં પ્રથમ વખત વડોદરામાં છત પર ક્રિકેટ એકેડમી શરૂ કરવામાં આવી છે. ત્યારે કેવી છે છત પર ક્રિકેટ એકેડમી જુવો...
વડોદરાએ ભારત દેશને અનેક મોટા ક્રિકેટરો આપ્યા છે. હાલમાં પણ ભારતીય ક્રિકેટ ટીમમાં પંડયા બંધુઓ રમી રહ્યા છે. આ તમામ ક્રિકેટરો વડોદરામાં જ વિવિધ ક્રિકેટ એકેડમીઓ ક્રિકેટ શીખી ભારતીય ટીમ સુધી પહોચ્યા છે. ત્યારે વડોદરામાં મિલીન વારવડેકરે ક્રુગારા નામથી છત પર ક્રિકેટ એકેડમી શરૂ કરી છે. જે ગુજરાતમાં પ્રથમ ક્રિકેટ એકેડમી બની છે. તો દેશમાં ત્રીજા નંબરની ક્રિકેટ એકેડમી બની છે.
ક્રિકેટ એકેડમી 8000 સ્કવેર ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવી છે. જેમાં 8 પીચ બનાવી છે. જેમાં 3 બોલીંગ મશીન પીચ છે. જયારે 3 મેન્યુઅલ પીચ છે. એકસાથે 35 ખેલાડીઓ પ્રેકટીસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. છત પર બોલ બાઉન્સ અને સ્પીન થઈ શકે તે માટે ગ્રીન ટર્ફ પાથરવામાં આવી છે. તેમજ ચારેય તરફ જાળીઓ લગાવવામાં આવી છે જેથી બોલ છત પરથી નીચે ન જાય.
છત પર ક્રિકેટ એકેડમી બનતા જ ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પ્રેકટીસ માટે પહોચી હતી. રાધા યાદવે નેટસમાં બોલીંગની પ્રેકટીસ કરી. છત પર ક્રિકેટ એકેડમી બનાવવાનો આઈડિયા રાધા યાદવના કોચ પ્રફૂલ નાયકને આવ્યો. પ્રફૂલ નાયક મુંબઈમાં પહેલા ક્રિકેટ કોચીંગ આપતા હતા. ત્યારબાદ તેઓ વડોદરામાં ક્રિકેટ કોચીંગ આપવા લાગ્યા. પરંતુ વડોદરાના ખેલાડીઓ બેઝીક ક્રિકેટમાં કાચા હોવાથી તેમને મિલીન વારવડેકર સાથે મળી છત પર ક્રિકેટ એકેડમી શરૂ કરાવી. છત પર ક્રિકેટ એકેડમી શરૂ કરવાનો મુખ્ય ઉદેશ્ય ખેલાડીઓનું બેઝીક ક્રિકેટ મજબુત થાય.
વધુમાં વાંચો: પુલવામા એટેક પર ગુજરાતના મંત્રી ગણપત વસાવાનું મોટું નિવેદન, 'પાકિસ્તાનને ઠોકી દો, પછી ભલે...'
મહત્વની વાત છે કે ક્રિકેટ એકેડમીમાં કેમેરા પણ લાગ્યા છે. જેથી ખેલાડી પોતે કઈ રીતે રમે છે તે પણ જોઈ શકે. તો રાત્રે લાઈટસમાં અને વરસાદમાં પણ રમી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. મહિલા ક્રિકેટર રાધા યાદવે આવી એકેડમી શીખાઉ ખેલાડીઓને મદદરૂપ સાબીત થશે તેમ કહ્યું. અત્યાર સુધી ક્રિકેટ મેદાન પર જ લોકો શીખતા હતા. પરંતુ વડોદરામાં હવેથી છત પર પણ લોકો ક્રિકેટ શીખી રહ્યા છે. ત્યારે ક્રિકેટમાં આવી અવનવી તરકીબો ભારતને હજી સારા ક્રિકેટરો આપી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે