જો તમે સીમકાર્ડ લેવા જાવ અને તમારું ફિંગર પ્રિન્ટ નથી થતું તો ચેતી જજો! પૈસાની લાલચે થઈ રહ્યા છે મોટા 'કાંડ'
તાજેતરમાં જ અમદાવાદના વાડજ વિસ્તારમાં આંગડિયાની લૂંટ થઈ હતી જે કેસમાં ક્રાઈમ બ્રાન્ચ એ તપાસ કરતા ગુનામાં વપરાયેલ ચાર સીમકાર્ડ ડમી હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી.
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ: જો તમે સીમકાર્ડ લેવા માટે જાઓ છો અને એક વખતમાં જો તમારું ફિંગર પ્રિન્ટ નથી થતું તો ચેતી જજો. કારણ કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એવા આરોપીની ધરપકડ કરી શકે જે ફિંગર પ્રિન્ટના નામે ડમી સીમકાર્ડ બનાવી લોકોને વેચતા હતા.
ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં ઉભેલા આ ત્રણેય આરોપીઓના નામ હંસરાજ પરમાર , વિશાલ વાઘેલા અને પ્રવીણ પરમાર છે. આરોપી હંસરાજ અને વિશાલ અમદાવાદના નરોડાના રહેવાસી છે અને આરોપી પ્રવીણ સરદાર નગર વિસ્તારમાં રહેતો હતો. પકડાયેલ તમામ આરોપીઓ ડમી સિમકાર્ડ કૌભાડમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
આરોપી હંસરાજ છેલ્લા આઠ વર્ષથી મોબાઇલ એસેસરી અને મોબાઈલ રીપેરીંગ દુકાન ધરાવે ધંધો કરે છે. જ્યારે આરોપી વિશાલ અને પ્રવીણ છેલ્લા બે વર્ષથી સીમ કાર્ડ ડિસ્ટ્રીબ્યુશન નું કામ કરતા હતા. વધુ પૈસા કમાવાની લાલચમાં આ ત્રણે આરોપીઓએ ડમી સીમકાર્ડ વેચી કાળાબજાર શરૂ કર્યા હતા. જોકે આરોપીઓનું આ કાળા બજારે લાંબુ ન ચાલ્યું અને અંતે પોલીસના સકંજામાં આવી ગયા.
મહત્વનું છે કે તાજેતરમાં જ અમદાવાદના વાડજ વિસ્તારમાં આંગડિયાની લૂંટ થઈ હતી જે કેસમાં ક્રાઈમ બ્રાન્ચ એ તપાસ કરતા ગુનામાં વપરાયેલ ચાર સીમકાર્ડ ડમી હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી.જેમાં ક્રાઇમ બ્રાન્ચે હંસરાજની દુકાન માંથી સીમ એક્ટિવેટ થયું હોવાની માહિતી મળી હતી. આરોપી હંસરાજની સધન પૂછપરછ ડમી સીમકાર્ડના કૌભાંડ નો પર્દાફાશ થયો હતો. આરોપીઓની ગુનો આચરવાની એમ ઓ પર નજર કરીએ તો આરોપી હંસરાજ વિશાલ અને પ્રવીણ પાસેથી કોરા સીમ કાર્ડ લેતો હતો.
હંસરાજ ની દુકાને જે પણ ગ્રાહક સીમકાર્ડ લેવા આવે તો ફિંગર પ્રિન્ટ ફેલ ગયું હોવાનું કહી બે વખત ફિંગર પ્રિન્ટ લઈને એક જ ગ્રાહક નામે બે સીમકાર્ડ એક્ટિવેટ કરતો હતો જેમાંથી એક સીમકાર્ડ આરોપી હંસરાજ તેની પાસે રાખતો અને એક સીમકાર્ડ ગ્રાહકને આપતો હતો.10 થી વધુ ડમી સીમકાર્ડ ભેગા થઈ ગયા બાદ 500 રૂપિયામાં આ સીમકાર્ડ વિશાલ અને પ્રવીણને વેચતો હતો. જ્યારે વિશાલ અને પ્રવીણ 500 રૂપિયામાં લીધેલા આ સીમકાર્ડ 5,000 ની કિંમત સુધી લોકોને વેચતા હતા.અત્યાર સુધીમાં આ આરોપીઓએ 250થી વધુ ડમી સીમકાર્ડ વેચ્યા હોવાની કબુલાત કરી છે.
હાલ તો ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી સીમકાર્ડ કઈ જગ્યા એ અને કોને કોને આપ્યા છે અને આપેલા આ સીમ કાર્ડ ગેરકાયદેસર પ્રવુતિમાં વપરાય છે કે કેમ તે દિશા માં તપાસ શરૂ કરી છે.જોકે આ તમામ તથ્યો આરોપીઓના રિમાન્ડ બાદ જ સામે આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે