કસ્ટોડિયલ ડેથ મામલો: સોનુ યાદવનું નિવેદન બદલવા માટે મળી ધમકી, રક્ષક જ ભક્ષક

સુરત પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓના કારણે એક યુવકનો જીવ ગયો છે, તો બીજી તરફ વધુ એક નિર્દોષનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે, આજે પોતાનો જન્મદિવસ હોવા છતાં આ યુવક ડરી ડરીને રહેવા મજબુર બન્યો છે. વાત છે સોનું યાદવની જેની નજર સામે જ સુરતની ખટોદરા પોલીસે ઓમપ્રકાશ પાંડેને માર માર્યો હતો અને પોલીસના ટોર્ચરથી તેનું મોત થયું હતું. સોનુંને પોલીસે ખુબ ફટકાર્યો હતો અને બાદમાં ધમકી પણ આપી હતી, જોકે ડર્યા વગર પોલીસ સામે ફરિયાદ કરનાર સોનુંને હજુ ડર છે કે તેની સાથે કઈ પણ થઇ શકે છે.
 

કસ્ટોડિયલ ડેથ મામલો: સોનુ યાદવનું નિવેદન બદલવા માટે મળી ધમકી, રક્ષક જ ભક્ષક

તેજશ મોદી/સુરત: સુરત પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓના કારણે એક યુવકનો જીવ ગયો છે, તો બીજી તરફ વધુ એક નિર્દોષનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે, આજે પોતાનો જન્મદિવસ હોવા છતાં આ યુવક ડરી ડરીને રહેવા મજબુર બન્યો છે. વાત છે સોનું યાદવની જેની નજર સામે જ સુરતની ખટોદરા પોલીસે ઓમપ્રકાશ પાંડેને માર માર્યો હતો અને પોલીસના ટોર્ચરથી તેનું મોત થયું હતું. સોનુંને પોલીસે ખુબ ફટકાર્યો હતો અને બાદમાં ધમકી પણ આપી હતી, જોકે ડર્યા વગર પોલીસ સામે ફરિયાદ કરનાર સોનુંને હજુ ડર છે કે તેની સાથે કઈ પણ થઇ શકે છે.

સોનું યાદવને પોલીસે આપી હતી ધમકી 
જીહાં સોનું યાદવ નામનો આ એક જ યુવક છે, જેની નજર સામે જ ખટોદરા પોલીસ મથકના ડી સ્ટાફ દ્વારા ચોરીના કેસમાં શંકાના આધારે ઓમપ્રકાશ પાંડે નામના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જોકે સોનું ને પણ આજ મામલે પૂછપરછ માટે પોલીસ ઉઠાવી લાવી હતી, અને તેને પણ માર મારવામાં આવ્યો હતો, પરતું તેની સામે કોઈ ગુનો ન બનતો હોવાથી તેને જવા દેવામાં આવ્યો હતો, સાથે જ ધમકી પણ આપવામાં આવી હતી કે જો કોઈને પણ ફરિયાદ કરી તો ચોરીના ગુનામાં ફીટ કરી દેવામાં આવશે.

ગર્ભવતી મહિલાને અચાનક રીક્ષામાં ઉપડી પ્રસુતાની પીડા, રીક્ષા ચાલકે બચાવી બે જીંદગી

પોલીસે ફરિયાદ દબાવા લગાવ્યું હતું એડીચોટીનું જોર
સોનુએ હિંમત રાખીને ચાર પોલીસકર્મીઓ સામે ફરિયાદ આપી હતી, જોકે પોલીસે ફરિયાદ દબાવવા એડી ચોટીનું જોર પણ લગાવ્યું હતું, પરતું સોનું ટસનો મસ ના થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી પડી હતી. અને એક આરોપી પોલીસકર્મીની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ સોનુનું કહેવું છે કે તેના અને તેના પરિવાર પર સતત દબાણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પોલીસ ઇન્સપેક્ટર સહિત કોસ્ટેબલ મારા ઘરે આવે છે અને ઉચા અવાજે વાતો કરે છે, તેમનો સુર ધમકી ભર્યો છે, પરતું હું વિશ્વાસ અપાઉ છું કે હું મારા નિવેદનથી પલટીશ નહીં પરતું હું ક્યાં સુધી ડરી ડરીને જીવશ, પોલીસની કામગીરીના કારણે ઘરની બહાર નીકળવાનો પણ મને ડર લાગે છે. 

નિવેદન બદલવા માટે કરવામાં આવી રહ્યું છે દબાણ
સોનુનું કહેવું છે કે ઓમપ્રકાશને મારી સામે કુલદીપસિંહએ પટ્ટા થી ફટકાર્યો હતો. અને મેં જે બન્યું છે તે સાચું કહ્યું છે, હું પોલીસ કહેશે ત્યાં નિવેદન આપવા આવીશ પરતું મારી એક જ વિનંતી છે કે પોલીસ મારા ઘરે ન આવે, કારણ કે અમે ગરીબ છીએ પોલીસ ઘરે આવે છે તો પરિવાર ડરી રહ્યો છે. મને લાગે છે કે પોલીસ મારા પર દબાણ લાવવામાં આવી રહ્યું છે કે હું નિવેદન બદલી નાખું. સોનુનું કહેવું છે કે આજે મારો જન્મદિવસ છે પરતું તે પરિવાર સાથે ઉજવણી નથી કરી રહ્યો પરતું સત્ય માટે લડી રહ્યો છે.

 

પોલીસ રક્ષકને બદલે બની રહી છે ભક્ષક
સોનુનો ડર એટલા માટે વ્યાજબી છે કે પોલીસ કઈ હદ સુધી જઈ શકે છે તે તેને નજરે નજર જોયું છે, તેની સામે જ રામ પ્રકાશ પાંડેને બેરહેમી પૂર્વક માર મારવામાં આવ્યો હતો, અને બાદમાં તેનું મોત થયું હતું, ખુદ સોનુંને પણ પોલીસે ફટકાર્યો હતો, અને બાદમાં ધમકી પણ આપી હતી. જોકે હજુ પણ તેને ડરાવવામાં આવી રહ્યો છે, આમ પોલીસ જ્યારે રક્ષક બનવાના બદલે ભક્ષક બને તો સામાન્ય વ્યક્તિ કોના પર ભરોસો મુકે, ત્યારે જવાબદાર પોલીસ અધિકારી અને કમર્ચારીઓને કડક સજા થાય તે જરૂરી છે,  પરતું સવાલ એ છે કે શું પોલીસ પોતાના વિભાગના કમર્ચારીઓને કડક સજા કરાવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે ખરી?

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news