All India Rain Forecast: દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જાહેર કરાયું છે ઓરેન્જ એલર્ટ

હવામાન ખાતાએ મુંબઈ સહિત મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં મંગળવારે ભારે વરસાદની ચેતવણી ઉચ્ચારી છે. આ માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જો કે રાજ્યમાં ભારે વરસાદની હાલની જે સ્થિતિ છે તે સપ્તાહના અંતમાં ઓછી થઈ શકે છે. કાંઠા અને પશ્ચિમ મહારાષ્ટ્રના વિસ્તારોમાં મુંબઈ, થાણા, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પુના, કોલ્હાપુર, સતારા જિલ્લા છે જે છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદનો માર ઝીલી રહ્યા છે. બુધવારે થાણા, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, કોલ્હાપુર, સતારા, પુના, યવતમાલ, ચંદ્રપુર અને ગઢચિરોલીમાં ઓરેન્જ એલર્ટ રહેશે. 

All India Rain Forecast: દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જાહેર કરાયું છે ઓરેન્જ એલર્ટ

Weather Forecast Today: હવામાન ખાતાએ મુંબઈ સહિત મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં મંગળવારે ભારે વરસાદની ચેતવણી ઉચ્ચારી છે. આ માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જો કે રાજ્યમાં ભારે વરસાદની હાલની જે સ્થિતિ છે તે સપ્તાહના અંતમાં ઓછી થઈ શકે છે. કાંઠા અને પશ્ચિમ મહારાષ્ટ્રના વિસ્તારોમાં મુંબઈ, થાણા, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પુના, કોલ્હાપુર, સતારા જિલ્લા છે જે છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદનો માર ઝીલી રહ્યા છે. બુધવારે થાણા, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, કોલ્હાપુર, સતારા, પુના, યવતમાલ, ચંદ્રપુર અને ગઢચિરોલીમાં ઓરેન્જ એલર્ટ રહેશે. 

IMD મુજબ ગુરુવારે રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, કોલ્હાપુર, સતારા, પુણે,  ચંદ્રપુર અનો ગોંદિયા માટે સપ્તાહના અંત સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગ્રીન કે યલ્લો એલર્ટ ઝોનમાં પાછા જવાની શક્યતા છે. હાલ ચોમાસાની તીવ્રતા ઓછી થઈ છે. જેનાથી લોકોને થોડી રાહત મળશે. છેલ્લા 10 દિવસથી મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને તટીય કોંકણ, પશ્ચિમી, ઉત્તરી અને પૂર્વ વિસ્તાર ભારે વરસાદ સામે ઝઝૂમી રહ્યા છે. જેના કારણે પૂર, પહાડી ભૂસ્ખલન, ખેતરો, ઘરો જાહેર સંપત્તિઓનો મોટોભાગ જળબંબાકાર થયો છે. આ ઉપરાંત વરસાદની વિભિન્ન ત્રાસદીઓના કારણે 75થી વધુ લોકોના જીવ ગયા છે. 

કર્ણાટકમાં ભારે વરસાદથી પૂરની આશંકા
દક્ષિણ પશ્ચિમ મોનસુનના કારણે કર્ણાટકમાં પૂરનું જોખમ છે. ભારે વરસાદના કારણે અનેક નાની નદીઓ ઉછાળા મારી રહી છે. અધિકારીઓએ રાજ્યના નવ જિલ્લા બેલગાવી, ધારવાડ, ઉત્તર કન્નડ, હાવેરી, હાસન, શિવમોગા, ઉડ્ડુપી, દક્ષિણ કન્નડ અને કોડાગુમાં આજે શાળા કોલેજોમાં રજાની જાહેરાત કરી છે. હવામાન વિભાગે રાજ્યના ત્રણ તટીય જિલ્લાઓ ઉડ્ડુપી, દક્ષિણ  કન્નડ, અને ઉત્તર કન્નડ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

રાજ્યમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યના કેટલાક વિસ્તારોમાં અસ્થાયી રીતે વીજ પૂરવઠો ખોરવાવાના કારણે, ટ્રાફિક જામ થવાના કારણે તથા કાચા તથા અસુરક્ષિત સંરચનાઓને નુકસાન થવાની આશંકા છે. ચિક્કમંગલુરુ, કોડાગુ, શિમોગા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બેલગાવી, હાવેરી, કલબુર્ગી, વિજયપુરા અને હાસન માટે યલ્લો એલર્ટ છે. 

કુલ્લુ મનાલી NH ખોરવાયો
પૂર બાદ છેલ્લા 16 દિવસથી કુલ્લુ મનાલી નેશનલ હાઈવે ખોરવાયેલો છે. હાઈવે પર અનેક જગ્યાએ રસ્તાનું નામોનિશાન મટી ગયું છે. ફરીથી તેને બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. હાઈવેના 8 કિમી હિસ્સા પર રિસ્ટોરેશનનું કામ ચાલુ છે. હાલ NHAI સિંગલ લેન બહાલીમાં લાગ્યું છે. પરંતુ ઉછાળા મારતી બિયાસ નદી અને ભૂસ્ખલન સતત પરેશાની પેદા કરી રહ્યા છે. 

પ્રયાગરાજમાં પણ ગંગા-યમુનાનું જળસ્તર વધ્યું
યુપીની વાત કરીએ તો પ્રયાગરાજમાં ગંગા-યમુનાના જળસ્તરમાં છેલ્લા 24 કલાકમાં 10-10 સેમી વધારો થયો છે. આ સતત 12મો દિવસ છે જ્યારે સંગમનગરીમાં  બંને નદીઓનું જળસ્તર વધવાનું ચાલુ છે. મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદનું પાણી યમુનાની સહાયક નદીઓના માધ્યમથી અહીં પહોંચી રહ્યું છે. વારાણસીમાં પણ પ્રશાસન સાવધાન છે. 

દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાન ઉપર
દિલ્હીમાં યમુનાનું જળસ્તર સતત ખતરના નિશાન ઉપર વહી રહ્યું છે. જૂની દિલ્હીના ઓલ્ડ રેલવે બ્રિજને બંધ કરાયો છે. યમુનાનું જળસ્તર સોમવારે સવારે ખતરાના નિશાન 205.33 મીટરથી એક મીટર ઉપર વહી રહ્યું હતું. જેના કારણે અધિકારીઓએ લોઢાના પુલ પર ટ્રાફિક બંધ કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news