આનંદો! સરકારી કર્મચારીઓનાં ભથ્થામાં થયો વધારો, મળશે આટલો મોટો ફાયદો

ગુજરાતમાં હાલમાં જાણે આંદોલનોનો યુગ આવ્યો હોય તેવી સ્થિતી પેદા થઇ છે. રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસુલી વિભાગનાં કર્મચારીઓ બાદ શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા પણ હડતાળ કરવામાં આવી હતી. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ હડતાળની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જો કે નાયબ મુખ્યપ્રધાન દ્વારા આરોગ્ય વિભાગનાં કર્મચારીઓની માંગણીઓ યોગ્ય હોવાનાં કારણે મંજુર રાખવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી. જેને સંવેદનશીલ સરકાર દ્વારા મંજુર રાખવામાં આવી છે. 

આનંદો! સરકારી કર્મચારીઓનાં ભથ્થામાં થયો વધારો, મળશે આટલો મોટો ફાયદો

અતુલ તિવારી/ અમદાવાદ : ગુજરાતમાં હાલમાં જાણે આંદોલનોનો યુગ આવ્યો હોય તેવી સ્થિતી પેદા થઇ છે. રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસુલી વિભાગનાં કર્મચારીઓ બાદ શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા પણ હડતાળ કરવામાં આવી હતી. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ હડતાળની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જો કે નાયબ મુખ્યપ્રધાન દ્વારા આરોગ્ય વિભાગનાં કર્મચારીઓની માંગણીઓ યોગ્ય હોવાનાં કારણે મંજુર રાખવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી. જેને સંવેદનશીલ સરકાર દ્વારા મંજુર રાખવામાં આવી છે. 

રાજ્યની સરકારી હોસ્પીટલમાં કાર્યરત નર્સિંગ સંવર્ગના કર્મચારીઓની યુનિફોર્મ એલાઉન્સ તેમજ વોશિંગ એલાઉન્સમાં વધારો કરવાની માગને આખરે આરોગ્ય વિભાગ દ્વારા સ્વીકારી લેવાઈ છે. રાજ્ય સરકારના આ હિતલક્ષી નિર્ણયનો સીધો લાભ આશરે 20 હજાર જેટલા નર્સ તરીકે કાર્યરત કર્મચારીઓને થશે. આ અંગે વાત કરતા આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે યુનિફોર્મએ નર્સની ઓળખ છે ત્યારે તેના માટેના એલાઉન્સમાં છેલ્લે વર્ષ 2012માં વધારો કરાયો હતો. ત્યારે કર્મચારીઓની રજૂઆત ધ્યાને લેતા હવે કર્મચારીઓને યુનિફોર્મ એલાઉન્સરૂપે 350 રૂપિયાને બદલે 490 આપવામાં આવશે, તેમજ વોશિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવતા 150 રૂપિયાને બદલે હવે 210 રૂપિયા આપવામાં આવશે. યુનિફોર્મ તેમજ વોશિંગ એલાઉન્સમાં કરાયેલા વધારાનો સીધો લાભ કર્મચારીઓને ચાલુ મહિનાથી મળતો થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news