દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો કોરોના મુક્ત, સારવાર બાદ બધા દર્દી ડિસ્ચાર્જ

દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 12 કેસ નોંધાયા હતા.   

Updated By: May 23, 2020, 10:32 AM IST
દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો કોરોના મુક્ત, સારવાર બાદ બધા દર્દી ડિસ્ચાર્જ

રાજુ રૂપારેલિયા/દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 13 હજારને પાર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 800થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ વચ્ચે ઘણા જિલ્લા કોરોનાથી મુક્ત થઈ રહ્યાં છે. બોટાદ બાદ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોનાથી મુક્ત બની ગયો છે. ત્યાં સારવાર લઈ રહેલા તમામ દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 

દ્વારકા જિલ્લો બન્યો કોરોના મુક્ત
દેવભૂમિ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 12 કેસ નોંધાયા હતા. તેમાંથી ચાર દર્દીઓને પહેલા ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે અન્ય બાકી રહેલા તમામ દર્દીઓ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આમ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બની ગયો છે. 

શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાત જિલ્લામાં ગઈકાલે સાંજે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી કુલ 13273 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 5880 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે. તો 802 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 9724 કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર