અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર વધુ એક અકસ્માત : બસ પલટી મારી જતા 30 મુસાફરો ઈજાગ્રસ્ત
Ambaji Accident : અંબાજી દર્શન કરી પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના યાત્રિકોની બસ પલટી... 30થી વધુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા... ફસાયેલા 2 મુસાફરોને 2 કલાકના રેસક્યૂ બાદ બહાર કાઢવામાં આવ્યા
Trending Photos
Ambaji Temple : અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન છે. આ ઝોન પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્યારે આજે અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના બસના મુસાફરોને અકસ્માત નડ્યો હતો. અંબાજીના ત્રિશુલીયા ઘાટી પર ખાનગી બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 30 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, તેમને નાની-મોટી ઈજા પહોંચી હતી. તો બે મુસાફરો બુરી રીતે બસમાં ફસાયા હતા, જેઓને બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આ્વયા હતા.
સૌરાષ્ટ્રના કેટલાક શ્રદ્ધાળુઓ છેલ્લાં 20 દિવસથી યાત્રા પર નીકળ્યા હતા. ખાનગી બસમાં જામનગર, મોરબી અને રાજકોટના લગભગ 50 જેટલા મુસાફરો સવાર હતા. જેઓ અંબાજી દર્શન કર્યા બાદ મોઢેરા જઈ રહ્યા હતા, ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી બસ પલટી ગઈ હતી. બસ પલટી ખાઈ જતા મોટાભાગના મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા. જેમાં લગભગ 30 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.
ઘાયલોને 108 મારફતે દાંતાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બે મુસાફરો બસમાં ફસાયા હતા, જેઓને બે કલાકની મહેનત બાદ રેસ્ક્યૂ કરીને બહાર કઢાયા હતા.
ઘટનાની જાણ થકતા બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો પોલીસનો કાફલો પણ ઈજાગ્રસ્તોની મદદે પહોંચ્યો હતો. 108 ની ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અંબાજી પાસેનો ત્રિશુલિયા ઘાટ પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્રિશુલીયા દેવી ઘાટી ઉપર લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે