110 પોલીસ કર્મચારીઓને DGP એવોર્ડ, દરેક પોલીસ કર્મચારીની છાતી ગર્વથી ફુલી જાય તેવા સમાચાર

હાલમાં રાજ્યના પોલીસ કર્મચારીઓ દ્વારા કોરોના મહામારી સામેની લડાઈમાં ખંત અને સાહસ સાથે ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેવી જ રીતે તમામ તહેવારોમાં, મહત્વના બંદોબસ્તમાં, કોઇ આદોલન કે કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો વખતે પોલીસ હંમેશા ખડેપગે હોય છે. પોલીસની આવી ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા રાજ્યની પોલીસમાંથી ઉમદા કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને DGP કમેન્ડેશન ડીસ્ક તરીકે ઓળખવામાં આવતાં ચંદ્રકથી નવાજવામાં આવ્યા. 
110 પોલીસ કર્મચારીઓને DGP એવોર્ડ, દરેક પોલીસ કર્મચારીની છાતી ગર્વથી ફુલી જાય તેવા સમાચાર

મૌલિક ધામેચા/ગાંધીનગર : હાલમાં રાજ્યના પોલીસ કર્મચારીઓ દ્વારા કોરોના મહામારી સામેની લડાઈમાં ખંત અને સાહસ સાથે ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેવી જ રીતે તમામ તહેવારોમાં, મહત્વના બંદોબસ્તમાં, કોઇ આદોલન કે કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો વખતે પોલીસ હંમેશા ખડેપગે હોય છે. પોલીસની આવી ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા રાજ્યની પોલીસમાંથી ઉમદા કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને DGP કમેન્ડેશન ડીસ્ક તરીકે ઓળખવામાં આવતાં ચંદ્રકથી નવાજવામાં આવ્યા. 

દેશના આસામ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, અને કેરાલા જેવા રાજ્યો તથા સીમા સુરક્ષા બળ અને CRPF જેવા પેરામિલેટરી દળોમાં આવો પદક આપવામાં આવે છે. ત્યારે ગુજરાત પણ આવા ચંદ્રક આપનાર 7મું રાજ્ય છે.જે પોલીસ કર્મચારીઓ દ્વારા થતી સારી કામગીરીને બીરદાવવામાં અને પોલીસ કર્મચારીની ફરજ નિષ્ઠાને સમાજમાં એક ઓળખ મળે તે માટે દર વર્ષે રાજ્ય પોલીસ વડા દ્વારા વિધિવત સન્માન આપવામાં આવે છે. 

ગુજરાતમાં પોલીસ દળમાંથી સારું કામ કરનાર અધિકારીઓ માટે આ “DGP’s Commendation Disc" એનાયત કરવાની પ્રથા વર્ષ-2020થી શરૂ કરવામાં આવી અને આ પદકને પોલીસ અધિકારી પોતાના યુનિફોર્મ ઉપર પણ લગાવી શકે છે. તમામ રેન્કના પોલીસ અધિકારી કર્મચારીઓમાંથી આ સન્માન માટે યોગ્ય અધિકારી કર્મચારી પસંદ કરવા માટેની એક પ્રક્રિયા નિયત કરવામાં આવેલ છે. ઉપરાંત, કેવા પ્રકારની કામગીરી બદલ આ ચંદ્રક આપી શકાય તે અંગેના ધોરણો પણ નિશ્ચિત થયેલ છે. જેમાં સાહસ અને વીરતાનું વિશેષ કામ, અધરા અને અટપટા ગુના ઉકેલવા, કુદરતી આફતો વખતે સારી બચાવ કામગીરી કરવી, નવતર અભિગમ અને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય સાથેની ખેતપૂર્વકની કામગીરી, સ્વચ્છ સર્વીસ રેકોર્ડ જેવા અનેક પાસાઓ તથા કાબેલીયત ધ્યાનમાં લઈને વિજેતાની પસંદગી કરવામાં આવે છે. આ સન્માન માટે પોલીસના ડ્રાયવરથી લઈને હથિયારી/બિનહથિયારી અને એસ.આર.પી. કોન્સટેબલથી લઈન તમામ ઉચ્ચ અધિકારીઓની પસંદગી થઈ શકે છે. 

આ ધોરણો અન્વયે સમગ્ર રાજ્યમાંથી ઉમદા કામગીરી કરનાર જવાનો અને અધિકારીઓના નોમીનેશન મંગાવવામાં આવેલ હતા અને તેના અધારે ગૃહ વિભાગ દ્વારા ઠરાવ્યા પ્રમાણેની ઉચ્ચ પોલીસ અધિકારીઓની એક પસંદગી સમિતિ દ્વારા વર્ષ 2020 માટે DGP's Commendation Disc મળવા યોગ્ય કુલ-110 કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પસંદગી પામેલા પોલીસ અધિકારીઓને આ ચંદ્રક આપવા માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. અધિકારીઓને તેમના પરિવારની હાજરીમાં, પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા દરેક વિજેતાને આ ચંદ્રક તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કુલ વિજેતાઓમાં અલગ-અલગ સવર્ગના પોલીસ અધિકારીઓ સામેલ છે, જેમાં DGP - ૩, ADDG - ૩, IG -5, DIG - 5, SP- 13, DYSP - 17, PI - 15, PSI - 14, ASI - 8 , હેડ કોન્સ્ટેબલ- 12, તથા કોન્સ્ટેબલ-15 નો સમાવેશ થાય છે. ચંદ્રક વિજેતા અધિકારીઓ અને પદક મેળવનાર તમામ અધિકારીઓને પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટિયા દ્વારા અભિનંદન અપાવામાં આવેલ હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news