Pakistan Political Crisis: ઇમરાન ખાનના દેશ છોડવા પર પ્રતિબંધ, ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ

Pakistan Political Crisis: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાકિસ્તાનના સંસદમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન સામે આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે. પાકિસ્તાનના સંસદની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

Pakistan Political Crisis: ઇમરાન ખાનના દેશ છોડવા પર પ્રતિબંધ, ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ

Pakistan Political Crisis: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાકિસ્તાનના સંસદમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન સામે આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે. પાકિસ્તાની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા ઇમરાન ખાને વિપક્ષની સામે ત્રણ શરત મૂકી હતી. પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે વોટિંગ માટે ઇમરાન ખાને ત્રણ શરત મૂકી છે. ઇમરાન ખાનને ખુરશી ગુમાવ્યા બાદ ધરપકડનો ભય સતાવી રહ્યો છે. એવામાં ઇમરાન ખાને સૌથી પહેલા શરત મુકી છે કે પદ છોડ્યા બાદ તેની ધરપકડ થવી જોઈએ નહીં. બીજી શરત છે કે અનબીએ હેઠળ તેમની સામે કેસ નોંધવામાં ન આવે. જ્યારે ત્રીજી શરત એ છે કે, તેમના પછી વિપક્ષી દળ પાકિસ્તાનના નવા વઝીર-એ-આઝમ શહબાઝ શરીફને ન બનાવે. શહબાઝ ઉપરાંત અન્ય કોઇપણને પીએમ બનાવવામાં આવે. જો કે, આ મામલે વિપક્ષે ઇમરાન ખાનની શરતોનો કોઈ જવાબ આપ્યો નથી. પાકિસ્તાનના સંસદની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

00:50 AM
અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ બાદ શાહબાઝ શરીફ પીએમ બનેશે

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ બાદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી હોવાનું માનવામાં આવે છે. શાહબાઝ શરીફ હાલ પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા છે. તે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના હાલના અધ્યક્ષ છે અને પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ભાઈ છે. શહબાઝ શરીફ 1998-99 અને ત્યારબાદ 2008 થી 2018 સુધી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી હતા.

00:47 AM
ઇમરાન ખાનના દેશ છોડવા પર પ્રતિબંધ, ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ

ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં ઇમરાન ખાન વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. ઇમરાન ખાન ઉપરાંત ફવાદ ચૌધરી અને શાહ મહમુદ વિરૂધ અરજી દાખલ કરવામાં આવી છે. અરજી પર 11 એપ્રિલના હાઈકોર્ટમાં સુનાવણી યોજાશે. ત્યારે ઇમરાન ખાનના દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

00:43 AM
પાકિસ્તાન માટે દુ:ખદ દિવસ... લૂંટારાઓની ઘર વાપસી: ફવાદ ચૌધરી

પાકિસ્તાનના પૂર્વ સૂચના મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન માટે આજનો દિવસ દુ:ખદ રહ્યો. તેમણે કહ્યું કે, લૂંટારાઓની ઘર વાપસી થઈ ગઈ છે. ફવાદ ચૌધરીએ કહ્યું કે, તાજેતરમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પ્રધાનમંત્રી આવાસથી વિદાય આપવામાં આવી છે. તેઓ શાંતીથી ત્યાંથી નીકળી ગયા છે. એક પાકિસ્તાની હોવાનો ગર્વ અનુભવી રહ્યો છું અને તેમના જેવા નેતા મેળવીને ધન્ય છું. પાકિસ્તાન ખાન- ઇમરાન ખાન.

00:40 AM
ઇમરાનખાને છોડ્યું પ્રધાનમંત્રી આવાસ, નિકળ્યા બહાર

નેશનલ એસેમ્બ્લીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન પીટીઆઇના સાંસદ સદનથી બહાર નીકળી ગયા હતા. આ વચ્ચે ઇમરાન ખાન પ્રધાનમંત્રી આવાસથી બહાર નીકળ્યા હતા. તેમણે પીએમ આવાસ છોડી દીધું છે. ઇમરાન હવે બુનીગાલા ઘર માટે રવાના થયા છે.

00:37 AM
સંસદમાં મારામારી

PTI સાંસદોએ વોકઆઉટ સમયે વિપક્ષી સાસંદો સાથે મારામારી કરી હતી. સમાચાર છે કે રાજકીય લડાઈ હવે ફિઝિકલ લડાઈમાં ફેરવાઈ રહી છે.

00:21 AM
દિવસ બદલાતાની સાથે 2 મિનિટ માટે કાર્યવાહી સ્થગિત

પાકિસ્તાનમાં 2 મિનિટ માટે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. 12 વાગ્યાના દિવસ બદલાવવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

00:12 AM
સત્તા પક્ષે સંસદમાંથી કર્યું વોકઆઉટ

પાકિસ્તાન સંસદમાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નવા સ્પીકર અયાઝ સાદીકે આ કાર્યવાહી શરૂ કરી છે. આ વચ્ચે વોટિંગ પણ થઈ રહ્યું છે પરંતુ સત્તા પક્ષે સંસદમાંથી વોકઆઉટ કર્યું છે.

00:05 AM
શાસક પક્ષે સંસદમાંથી વોકઆઉટ કર્યું

પાકિસ્તાન સંસદમાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નવા સ્પીકર અયાઝ સાદીકે આ કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન મતદાન પણ થઈ રહ્યું છે પરંતુ શાસક પક્ષ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયો છે.

23:50 PM
સ્પીકરે આપ્યું રાજીનામું

પાકિસ્તાનના સંસદના સ્પીકર અસદ કૈસર અને ડેપ્યુટી સ્પીકરે પદ પરથી રાજીનામું આપ્યું છે.

23:35 PM
NOC વગર કોઈ નહીં છોડી શકે દેશ

પાકિસ્તાનમાં આ સમયે તણાવભર્યો માહોલ છે. સંસદની બહાર કેદીઓવાળી તૈનાતી છે. હોસ્પિટલોમાં ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ એવા પણ સમાચાર છે કે NOC વગર કોઈ દેશ છોડીને ભાગી શકશે નહીં.

23:32 PM
ચીફ જસ્ટિસ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સુપ્રિમ કોર્ટ પહોંચી ગયા છે. એવામાં તેમણે બાર એસોસિએશન દ્વારા દાખલ અવમાનનાની અરજી સ્વીકાર કરી લીધી છે.

22:45 PM
પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે ઇસ્લામાબાદ હાઈ કોર્ટને તાત્કાલીક કોર્ટ ખોલવાનો આદેશ આપ્યો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તેમના સહયોગી જજ સાથે થોડીવારમાં કોર્ટ પહોંચશે.

22:33 PM
પીએમ આવાસ પર સ્પીકર અને ઇમરાન ખાન વચ્ચે બેઠક ચાલી રહી છે. ઇમરાન ખાનના ઘર અને સંસદની સુરક્ષા વધારવામાં આવી છે.

22:30 PM
ઇમરાન ખાન કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, ઇમરાન ખાન તેમના પદ પરથી રાજીનામું આપશે નહીં. તેઓ ટૂંક સમયમાં નેશનલ એસમ્બલીમાં પહોંચશે અને ત્યાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે.

21:39 PM
પાકિસ્તાનમાં ઇમરાન ખાન કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ઇમરાન ખાન તેમની સરકારના રાજીનામાની જાહેરાત કરી શકે છે.

21:31 PM
પાકિસ્તાની પત્રકાર હારુન જંજુઆએ ઇમરાન ખાનને લઇને મોટો દાવો કર્યો છે. જંજુઆના જણાવ્યા અનુસાર ઇમરાન ખાનને સેફ એક્ઝિટ આપવાની તૈયારી થઈ રહી છે. તે ટૂંક સમયમાં દેશ છોડી શકે છે.

21:19 PM
PoK ના રાજકીય વિશ્લેષક ડોક્ટર અમઝદ અયૂબ મિર્ઝાએ દાવો કર્યો છે કે પાકિસ્તાની સેનાની ટેન્ક ઇસ્લામાબાદના રસ્તા પર ફરી રહી છે. આર્મીના જવાન કેટલાક મુખ્ય માર્ગો પર તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે ઇમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગથી પહેલા કેબિનેટ બેઠક બોલાવી છે. જે થોડા સમયમાં શરૂ થઈ શકે છે.

21:16 PM
પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં આખરે સેનાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. નેશન એસેમ્બલીમાં ઇમરાન ખાન સરકાર વિરૂદ્ધ રજૂ અવિશ્વાસ પ્રસ્તાવ પર અત્યાર સુધી વોટિંગ શરૂ થયું નથી. આ વચ્ચે ઇસ્લામાબાદના રસ્તાઓ પર પાકિસ્તાની સેનાની ટેન્કોને પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. સાથે જ પાકિસ્તાની એરફોર્સના હેલિકોપ્ટર પણ હવામાં મોનિટરિંગ કરતા જોવા મળ્યા છે.

20:34 PM
રાતે 12.30 વાગ્યા સુધી ચાલશે સંસદ
બ્રેક બાદ ફરીથી શરૂ થઈ સંસદની કાર્યવાહી હંગામો થતા ફરી 10 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ વચ્ચે બીજા મોટા સમાચાર એ છે કે સંસદની કાર્યવાહી 10 વાગે શરૂ થયા બાદ રાતે 12.30 વાગ્યા સુધી ચાલશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news