Jamnagar: ધ્રોલના ડાંગરા ગામે કુરિવાજોના લીધે પતિએ કરી પત્નીની હત્યા, આરોપીની ધરપકડ

જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) તાલુકાના ડાંગરા (Dangar) ગામની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડી હતી.

Jamnagar: ધ્રોલના ડાંગરા ગામે કુરિવાજોના લીધે પતિએ કરી પત્નીની હત્યા, આરોપીની ધરપકડ

મુસ્તાક દલ, જામનગર: જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ (Dhrol) તાલુકાના ડાંગરા (Dangar) ગામની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડી હતી. જોકે આ ઘટના આત્મહત્યા (Suicide) નહીં પણ હત્યા (Murder) હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ (Police) પણ ચોંકી ઉઠી હતી. આદિવાસી સમાજના રિવાજ મુજબ યુવતીનો પરિવાર યુવક પાસેથી નાણાની માંગણી કરી પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા યુવકે જ પત્નીની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.

સમગ્ર ઘટનાની વિગત મુજબ ધ્રોલ (Dhrol) તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં રહેતા કેરુભાઈ ભાંગડાભાઇ ડાવર મૂળ મધ્યપ્રદેશ (Madhya pradesh) અલીરાજ પત્ની જમકુબેન ઉ.વર્ષ-૨૪ સાથે ડાંગરા ગામના મનસુખ ભંડેરીની વાડીએ ખેત મજૂરી કામ કરતા હતા મંગળવારે ઝમકુ બેને ગળાફાંસો ખાઇ લીધો હોવાની જાહેરાત પતિએ પોલીસ (Police) માં કરતા PSI ચુડાસમા રામદેવસિંહ ઝાલા અને ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયા હતો.

પ્રેમ લગ્ન (Love Marriage) ના એક જ વરસમાં પત્નીની ગળું દબાવી હત્યા કરનાર પતિની પોલીસે (Police) અટક કરી છે. પતિએ પત્નીની હત્યા (Murder) કરી લાશને દોરી પર લટકાવી ગળાફાંસો ખાધાનું નાટક કર્યું હતું અને પોસ્ટ મોર્ટમમાં પતીના નાટક પરથી પરદો ઉઠી ગયો હતો. જેમાં સમાજના કુરિવાજેથી મામલો કતલ સુધી પહોંચ્યો. સમાજના રિવાજ મુજબ યુવકની પાસેથી સાસરિયા પક્ષના માંગતા હતા પૈસા નહીં આપે તો પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા યુવકે વિચાર્યું કે મારી નહીં તો કોઈની નહીં પછી ખૂની ખેલ ખેલૈયો હતો.

ધ્રોલ પોલીસ (Dhrol Police) દ્વારા લાશની તપાસણી કરતાં તેમને શંકા લગતા તાત્કાલિક લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જ્યાં તેની હત્યા (Murder) થઇ હોવાનું ખુલતા પતિ પર શંકા જતા તેની પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યા (Murder) ની કબુલાત આપી હતી. પરંતુ હત્યારા પતિએ જે કારણ આપ્યું તેનાથી સોપો પડી ગયો હતો અને સમાજના કુરિવાજએ એક જિંદગીને ખતમ કરી નાખી. હાલ ધ્રોલ પોલીસે (Dhrol Police) પત્નીની હત્યામાં પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news